3 સવર્ણ શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી નાખ્યો

Dalit News: ત્રણ સવર્ણ જાતિના શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી માર મારી તેના પેન્ટમાં વિંછી છોડ્યો. વિદ્યાર્થીના પરિવારને મારી નાખવાની ધમકી આપી.
dalit news

Dalit News: ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં સદીઓથી મનુવાદી તત્વોનો કબ્જો રહ્યો છે. ચોક્કસ જાતિના લોકોએ સદીઓ સુધી દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકોને ધર્મગ્રંથોની આશરો લઈને ભણવાથી દૂર રાખ્યા હતા. એકલવ્યનો અંગૂઠો કાપનારા તત્વો આજે પણ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં બેઠા છે અને તે કોઈને કોઈ રીતે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના બાળકો ભણીગણીને આગળ ન વધી જાય તેના માટે પ્રયત્નો કરતા રહે છે.

ભારતના શિક્ષણ જગતમાં કઈ હદે વિકૃત તત્વો ઘૂસી ગયા છે, તેનું એક ચોંકાવનારું ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે. જ્યાં ત્રણ જાતિવાદી શિક્ષકોએ એક 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી ત્રાસ આપ્યા બાદ તેના પેન્ટમાં વિંછી છોડી દઈને તેને હેરાન કર્યો હતો. આ મામલે હવે ત્રણેય શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હિમાચલ પ્રદેશના શિમલાની ઘટના

મામલો હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના પાટનગર શિમલા(Shimla)નો છે. અહીંની એક સરકારી શાળામાં ત્રણ ગુનેગારવૃત્તિ ધરાવતા શિક્ષકોએ એક 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી માર મારીને ત્રાસ આપ્યો હતો. આટલેથી પણ આ શિક્ષકોનું મન ન ભરાતા તેમણે આ દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી છોડી દીધો(Teachers release scorpion in Dalit students pants) હતો. આ ઘટનાથી દલિત વિદ્યાર્થી એટલો હતપ્રભ થઈ ગયો હતો કે તેણે રાડારાડી કરી મૂકી હતી, પરંતુ તેમ છતાં આ શિક્ષકોનું હૃદય પીગળ્યું નહોતું. 8 વર્ષના એક નિર્દોષ દલિત વિદ્યાર્થી પર કરાયેલા આ અત્યાચારે સમગ્ર દેશમાં જાતિવાદને લઈને નવેસરથી ચર્ચા છેડી દીધી છે.

આ પણ વાંચો: દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!

ત્રણેય શિક્ષકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

શિમલા પોલીસે રવિવારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી માર મારીને ત્રાસ આપવા બદલ અને તેના પેન્ટમાં વિંછી છોડી દેવા બદલ ત્રણેય શિક્ષકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના શિમલાના રોહડૂ વિસ્તારના ખડાપાની વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં બની હતી. આઠ વર્ષનો પીડિત બાળક ધોરણ 1 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે.

બાળકે પરિવારને ઘરે જાણ કરતા મામલો સામે આવ્યો

શાળામાં શિક્ષકો દ્વારા તેના પર ગુજારવામાં આવતા ત્રાસ મુદ્દે આ વિદ્યાર્થીએ તેના પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. બાળકના પિતાએ શાળાના આચાર્ય દેવેન્દ્ર અને શિક્ષકો બાબુ રામ અને કૃતિકા ઠાકુર પર લગભગ એક વર્ષ સુધી વારંવાર તેના પુત્ર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

શિક્ષકોએ માર મારતા વિદ્યાર્થીના કાનમાંથી લોહી નીકળી ગયું હતું

પોલીસ ફરિયાદમાં, વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા માર મારવાને કારણે બાળકના કાનમાંથી લોહી નીકળી ગયું હતું અને તેના કાનનો પડદો પણ ખરાબ થઈ ગયો હતો. પિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિક્ષકો તેમના પુત્રને શાળાના શૌચાલયમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે તેના પેન્ટમાં એક વીંછી છોડી દીધો હતો.

આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

પોલીસે શું કાર્યવાહી કરી?

શિમલા પોલીસે જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓ સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકને ગોંધી રાખવા, હુમલો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવા તથા ક્રૂરતા આચરવાના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે શિક્ષકો પર SC/ST Act ની કલમો પણ લગાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોએ બાળકના બળજબરીથી કપડાં ઉતરાવ્યા હતા અને માનવ ગૌરવ વિરુદ્ધનું હનન કર્યું હતું.

શિક્ષકોએ પરિવારે જાણ ન કરવાની ધમકી આપી હતી

બાળકના પિતાના જણાવ્યા મુજબ, “30 ઓક્ટોબરે આચાર્યએ બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી ત્યારે મામલો વધુ વકર્યો હતો. આચાર્યએ કથિત રીતે બાળકને હતું કે, જો તું આ બાબતની તારા ઘરે જાણ કરીશ તો અમે તારા પરિવારને સળગાવી દઈશું. શિક્ષકના વેશમાં ગુંડા એવા આ ત્રણ લોકોએ બાળકના પિતાને પણ ચેતવણી આપી હતી કે, જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે કે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે પોસ્ટ કરશે તો તેમને જાનથી મારી નાખીશું.

આ પણ વાંચો: નવસારીની દલિત યુવતીને ગર્ભવતી બનાવી દેનાર ભાજપ કાર્યકર જેલમાં

શાળામાં દલિત વિદ્યાર્થીઓ સાથે જાતિ ભેદભાવ

વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો પર જાતિ ભેદભાવનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મધ્યાહન ભોજન દરમિયાન નેપાળી અને દલિત વિદ્યાર્થીઓને રાજપૂત વિદ્યાર્થીઓથી અલગ બેસાડવામાં આવે છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, રોહરુમાં શિક્ષકો દ્વારા સગીર બાળકો પર હુમલો કે જાતિ ભેદભાવની આ પહેલી ઘટના નથી.

ગયા અઠવાડિયે જ અહીંના ગવાના વિસ્તારમાં એક સરકારી શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીની કાંટાવાળી લાકડીથી માર માર્યો હતો. જેના કારણે એ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો હતો. અગાઉ, રોહરુના લીમડા ગામમાં 12 વર્ષના દલિત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી કારણ કે કેટલીક કથિત સવર્ણ જાતિની મહિલાઓએ તેને ગૌશાળામાં પુરી દીધો હતો. આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે, ભારતમાં જાતિવાદ કઈ હદે સવર્ણ હિંદુઓના લોહીમાં ભળી ગયો છે.

આ પણ વાંચો: મેળામાંથી પરત ફરી રહેલી બે સગીર આદિવાસી બહેનો પર ગેંગરેપ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x