હરિયાણાના તેજતર્રાર IPS અધિકારી વાય. પૂરણ કુમારે પોતાના જ ઘરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. 2001 બેચના આ IPS અધિકારી ક્યારેય જાતિવાદી તત્વો અને સિસ્ટમ સામે ઝૂક્યા નહોતા. જેના કારણે તેમનું પ્રમોશન પણ રોકી દેવામાં આવ્યું હતું. સિસ્ટમમાં રહીને પણ તેમણે ભ્રષ્ટાચાર, વહીવટી અનિયમિતતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે સતત અવાજ ઉઠાવ્યો હતો. આજ રોજ તેમણે ચંદીગઢમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ADGP કક્ષાના અધિકારીએ આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ તંત્રમાં સોંપો પડી ગયો છે.
કોણ હતા વાય. પૂરણ કુમાર?
વાય. પૂરણ કુમાર 2001 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી હતા. તેઓ તેમના કડક અને નીડર સ્વભાવ માટે જાણીતા હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ રોહતકમાં રેન્જ IG, IGP (કાયદો અને વ્યવસ્થા), IG (ટેલિકોમ્યુનિકેશન્સ) અને તાજેતરમાં IG, પોલીસ તાલીમ કેન્દ્ર (PTC) સુનારિયામાં સેવા આપી રહ્યા હતા. 2025ના મધ્યમાં, સરકારે ટ્રાન્સફર ઓર્ડર દ્વારા તેમને રોહતક રેન્જથી PTC સુનારિયામાં ટ્રાન્સફર કર્યા. આ તેમનું છેલ્લું પોસ્ટિંગ હતું.
આ પણ વાંચો: દલિત અધિકારીની બે બ્રાહ્મણ યુવકોએ જાહેરમાં છરી મારી હત્યા કરી
7 ઓક્ટોબર, 2025ની સવારે, ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જ્યારે પોલીસ પહોંચી ત્યારે વાય. પૂરણ કુમાર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના મતે, તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી હતી. ઘટના સમયે, તેમની પત્ની IAS અધિકારી અમનીત કૌર, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે વિદેશ પ્રવાસ પર જાપાનમાં હતા.
ચંદીગઢના IG અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. ચંદીગઢ પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. તેમના મૃત્યુથી સમગ્ર વહીવટી તંત્ર હચમચી ગયું છે. કારણ કે પૂરણ કુમાર લાંબા સમયથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે લડી રહ્યા હતા અને ઘણીવાર તેઓ પોતાને સિસ્ટમનો શિકાર ગણાવતા હતા. તેઓ વારંવાર સરકારી પત્રવ્યવહાર, કોર્ટમાં અરજીઓ અને ફરિયાદો કરીને સિસ્ટમ સામે લડત આપી રહ્યા હતા. તેઓ એક એવા અધિકારી હતા જેમણે તેમના વિભાગમાં ભેદભાવ, મનમાની અને ગેરકાયદે આદેશો સામે ખૂલીને અવાજ ઉઠાવ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારી સામે ખૂલીને અવાજ ઉઠાવતા હતા
જુલાઈ 2020 માં, તેમણે તત્કાલીન DGP મનોજ યાદવ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા કે તેમને વ્યક્તિગત અદાવત અને જાતિ ભેદભાવને કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પૂરણ કુમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને વારંવાર તેમની કેડરની બહાર પોસ્ટિંગ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: દલિત મેનેજર 1 વર્ષથી જમીન પર બેસીને કામ કરે છે
તેમણે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ અરોરા પર પક્ષપાતી તપાસ અહેવાલ તૈયાર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને હરિયાણા હાઈકોર્ટને તપાસ સ્વતંત્ર અધિકારીને સોંપવાની માંગ કરી હતી. આ સંદર્ભમાં, તેમણે હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરી હતી, જેમાં પોલીસ વિભાગમાં વહીવટી નિર્ણયોની માન્યતા, જેમ કે પોસ્ટ્સની રચના, ટ્રાન્સફર અને આવાસ ફાળવણી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
વાય. પૂરણ કુમારે નાણા વિભાગની મંજૂરી વિના નવી પોલીસ પોસ્ટ બનાવવાના હરિયાણા સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે એક જ અધિકારીને બે સરકારી રહેઠાણો ફાળવવાથી નિયમોનું ઉલ્લંઘન થાય છે.
2024 માં, તેમણે ચૂંટણી પંચને DGP શત્રુઘ્ન કપૂર વિરુદ્ધ ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે હરિયાણા પોલીસ સેવા (HPS) અધિકારીઓની કામચલાઉ બદલીઓ સરકારી આદેશો વિરુદ્ધ કરવામાં આવી હતી અને તેની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો: CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!
સિનિયર અધિકારીઓ હેરાન કરતા હતા
IPS વાય. પૂરણ કુમાર સતત કહી રહ્યા હતા કે, તેમને સિનિયર અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની ફરિયાદો દબાવવામાં આવી રહી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમની સામે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને તેઓ તેમની સલામતીને લઈને ખતરો અનુભવે છે. તેમની ફરિયાદ બાદ, હરિયાણા DGPને તેમની સુરક્ષાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ માનસિક દબાણ હેઠળ હતા અને વહીવટી સ્તરે લાચારી અનુભવતા હતા.
શું વહીવટી દબાણને કારણે આપઘાત કરવો પડ્યો?
પૂરણ કુમારની સમગ્ર કારકિર્દી પ્રામાણિકતા અને સંસ્થાગચ પારદર્શિતા માટેના સંઘર્ષનું પ્રતીક હતી. તેઓ અનેકવાર કહેતા હતા કે, પોલીસ સેવામાં નિષ્પક્ષતા અને બંધારણીય મૂલ્યો સર્વોપરી છે. પરંતુ તે જ આદર્શો માટે લડતા લડતા તેઓ સિસ્ટમમાં એકલા પડી ગયા હતા. તેમના અચાનક મૃત્યુથી માત્ર હરિયાણા પોલીસ જ નહીં પરંતુ સમગ્ર સિવિલ સર્વિસ તંત્ર હચમચી ગયું છે. ચંદીગઢ પોલીસે તેમની આત્મહત્યાના કારણની તપાસ શરૂ કરી છે. તેમના પત્ની, IAS અમનીત કૌરના પરત ફર્યા પછી નિવેદનો નોંધવામાં આવશે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હરિયાણા સરકારે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે, પરંતુ પોલીસ બેડામાં એ સવાલ ગુંજી રહ્યો છે કે, શું વાય. પૂરણ કુમાર વહીવટી દબાણને કારણે મૃત્યુ પામ્યા હતા?
આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો












Users Today : 862
Jo police khatu dhyan nahi aape to kale tamaro varo aa BJP ane RSS lese,,,,
Very bad access.crapt offers are dangars for progress of India.country upgraded with savidhan not thinking of many vadi system.
Jay bumi jay savidhan.
Rip for ADGP(IPS)