ઉન્નાવ રેપ પીડિતા સેંગરના જામીનના વિરોધમાં ધરણાં પર બેઠી

Unnao Rape Case: પીડિતા દલિત દીકરી કુલદીપ સેંગરને મળેલા જામીનના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ધરણાં પર બેઠી.
Unnao Rape Case

Unnao Rape Case ની પીડિતા દલિત દીકરી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન અને આ કેસમાં સેંગરની સજા રદ કરવાના વિરોધમાં પોતાની માતા અને મહિલા કાર્યકરોએ ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનાથી ન્યાય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

ઉત્તર પ્રદેશમાં 2017ના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા છે, અને તેની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, પીડિતા દલિત દીકરી, તેની માતા અને મહિલા અધિકાર કાર્યકરોએ ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત

દિલ્હી હાઇકોર્ટના આદેશના વિરોધમાં ઇન્ડિયા ગેટ પાસે એક વિશાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉન્નાવ બળાત્કાર પીડિતા, તેની માતા અને મહિલા અધિકાર કાર્યકર્તા યોગિતા ભયાનાએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ દરમિયાન, દિલ્હી પોલીસે પીડિતા, તેની માતા અને યોગિતા ભયાનાને વિરોધ સ્થળ પરથી દૂર કરી દીધા હતા.

આ કેવો ન્યાય છે? – યોગિતા ભયાના

મહિલા અધિકાર કાર્યકર્તા યોગિતા ભયાનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કોર્ટના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “વાહ રે દેશનો કાયદો! શું આ ન્યાય છે? આપણે આ દેશની દીકરીઓનું રક્ષણ કેવી રીતે કરીશું? આપણને ન્યાય કેવી રીતે મળશે? આ દીકરી ઉન્નાવ ગેંગરેપનો ભોગ બની છે. આ ક્રૂરતા પછી તેના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું. તેના કાકી અને વકીલનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેણીને 100 થી વધુ ટાંકા આવ્યા, ઘણા હાડકાં ભાંગી ગયા, તે લાંબો સમય વેન્ટિલેટર પર હતી. છ મહિનાની સારવાર પછી તે બચી ગઈ. અને હવે… આ કેવો ન્યાય છે??? પીડિતા ન્યાય માટે રડી રહી છે, કહે છે કે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.”

આ પણ વાંચો: પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

પીડિતાની માતાની માંગ અને ન્યાય પર સવાલ

પીડિતાની માતાએ પણ કોર્ટના નિર્ણય પર ઊંડી નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આરોપી ઘરે રહે છે કે 500 કિલોમીટર દૂર રહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી; મહત્વનું એ છે કે તેણે ગુનો કર્યો છે અને તેને સજા થવી જોઈએ. તેમણે સ્વીકાર્યું કે બંને પક્ષોને અપીલ કરવાનો અધિકાર છે, પરંતુ કોર્ટે પીડિતા અને તેની સાથે બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ન્યાયી ટ્રાયલ ચલાવવી જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આવા ગંભીર કેસમાં આરોપીને બિલકુલ જામીન ન આપવા જોઈએ. આ નિવેદન દર્શાવે છે કે પીડિતાનો પરિવાર હજુ પણ ન્યાયની આશા રાખે છે, પરંતુ તાજેતરના ચુકાદાથી તેમના વિશ્વાસને ભારે ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની આજીવન કેદ રદ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
23 days ago

ખુબજ ખેદ સાથે કહેવું પડે છે કે ભારત જેવા વિકસિત દેશ માં મહિલાઓ સુરક્ષિત નથી. આ રેપ કેસ પરથી દિવા જેવું સાબિત દિલ્હી હાયકોર્ટ ના ન્યાયાધીશો એ ફરી એક વાર પુરવાર કરી બતાવ્યું છે. કે આ દેશ માં ફકત બે પાવર ચાલે છે એક મની પાવર બીજું મસલ પાવર એટલે બી જે પી ના કોઈ સારી પોસ્ટ ધરાવતા આ હોદ્દેદારો. આ જીવંત ઉદાહરણ કહેવાય ન્યાય આંધળો છે જયારે જયારે આ દેશ માં કોઈ અબળા ને ન્યાય નથી મળતો ત્યારે દેશ ની વિકાસ ની નહી પણ દેશ ની દુર્દશા હવે બહુ દૂર નથી એવું કહી શકાય.

Narsinhbhai
Narsinhbhai
23 days ago

*ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેન્ગર ને દિલ્હી કોર્ટે સહીસલામત જામીન મળી ગયા છે, પરંતુ RSS BJP રામરાજ્ય સરકારી તંત્ર દ્વારા ન્યાયપાલિકાની સ્વાયત્તતા ને ખતમ કરવાનું ષડયંત્ર જનતા સમક્ષ જાહેર થયું છે! અને તે 💯% મીલીભગત સહિત જામીન આપવામાં આવ્યા છે! અન્યાય સહન કરનાર વધારે ગુનેગાર બને છે! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x