પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

પાવી જેતપુરમાં 'ગુજરાત સરકાર 108' લખેલી એમ્બ્યુલન્સમાં દર્દીની સીટ નીચે છુપાવીને લવાતો રૂ.2.68 લાખનો દારૂ મળ્યો.
pavi jetpur news

ગુજરાત કહેવા માટે તો ડ્રાય સ્ટેટ છે, પરંતુ અહીં જોઈએ તેટલો દારૂ મળે છે. હાલ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ગુજરાત આખામાં ચર્ચામાં છે ત્યારે પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ મળ્યો છે. દારૂના ખેપિયાઓ હવે એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની હેરાફેરી કરવા માટે કરી રહ્યાં હોવાનું જાણીને લોકો પણ ચોંકી ગયા હતા.

પાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સ (નં.GJ 06 Y 0102)માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શિહોદ જનતા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન સવારે નવ વાગ્યાની આસપાસ બાતમી મુજબની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતાં પોલીસે એને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે પોલીસને જોતાં જ એમ્બ્યુલન્સના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.

દર્દીને સુવડાવવાની સીટ નીચે દારૂ સંતાડ્યો હતો

ચાલક ફરાર થઈ ગયા બાદ પાવી જેતપુર પોલીસે આ ખાનગી એમ્બ્યુલન્સમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દર્દીને સુવડાવવામાં આવતી સીટ નીચે ગુપ્ત રીતે સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂની કુલ 928 બોટલ મળી હતી. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 2,64,480/- થાય છે. દારૂ અને એમ્બ્યુલન્સ સહિત પોલીસે કુલ રૂ. 5,14,480/-નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું

‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

આ એમ્બ્યુલન્સના ઉપયોગ પરથી સ્પષ્ટ જણાય છે કે બૂટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે જ એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આ એમ્બ્યુલન્સ દારૂની હેરાફેરી માટે જ મૉડિફાઇડ કરાઈ હોવાનું જણાય છે. એમ્બ્યુલન્સમાં દર્દીને જીવનદાન આપવા માટેના એકપણ સાધન કે સાયરન મૂકવામાં આવ્યાં નહોતાં. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એમ્બ્યુલન્સના આગળના કાચ પર મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘ગુજરાત સરકાર’ લખવામાં આવ્યું હતું અને નીચે તેમજ પાછળના કાચ પર મોટા અક્ષરે ‘108’ પણ લખેલું હતું.

15મી નવેમ્બરે એલસીબીએ 2.50 કરોડનો દારૂ ઝડપ્યો હતો

હાલમાં પોલીસ ફરાર ચાલક અને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે. આ પહેલાં 15 નવેમ્બરે છોટાઉદેપુર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે પાવી જેતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી ₹2.50 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: ‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x