ગુજરાત સહિત દેશ અને દુનિયા આખીને હચમચાવી નાખનાર ઉનાકાંડને ગુજરાતના જાતિવાદી સવર્ણો કેવા દ્રષ્ટિકોણથી જુએ છે તેની સાબિતી આપતો એક કિસ્સો હાલ પંચમહાલ જિલ્લાના એક ગામમાંથી સામે આવ્યો છે. અહીંના મોરવા રેણા ગામમાં એક દલિત યુવકને ગામના જાતિવાદી ઉપસરપંચે ‘ઉનાકાંડ ભૂલી ગયા?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામના રોહિતવાસમાં રહેતા હિતેન્દ્રકુમાર ચીમનભાઇ ચાવડાને 22 જૂને સવારે 7 વાગ્યે ગામના ઉપસરપંચ કિરીટભાઇ બારીઆનો ફોન આવ્યો હતો અને તેમણે હિતેન્દ્રને મરેલી ગાય ઉઠાવી જવાનું કહ્યું હતું, જેની હિતેન્દ્રએ ના પાડી હતી.
આ પણ વાંચો: ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં
એ પછી થોડા દિવસ બાદ 30 જૂને સવારે 11:30 વાગ્યે હિતેન્દ્ર ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉપસરપંચ કિરીટ બારીઆએ તેને રોકીને ‘તમે લોકો ઉનાકાંડ ભૂલી ગયા લાગો છો?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, ઉપસરપંચ કિરીટ બારીઆએ હિતેન્દ્રના પૂર્વજોનો ઉલ્લેખ કરી જાતિસૂચક અપમાનિત કરી તેની સાથે ઝપાઝપી કરી હતી.
ઉપસરપંચ કિરીટ બારીઆએ પોતાની વગનો ઉપયોગ કરીને હિતેન્દ્રને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમણે ઉનાકાંડનો ઉલ્લેખ કરીને હિતેન્દ્રકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતા દલિત સમાજના શૈલેષભાઇ વણકર, મનુભાઈ ચમાર અને અશ્વિનભાઇ ચાવડા ત્યાં આવી પહોંચ્યા અને હિતેન્દ્રકુમારને ઘરે લઈ ગયા હતા.
ત્યારબાદ પોતાને જીવનું જોખમ હોવાનું જણાતા હિતેન્દ્રકુમારે સાક્ષીઓ શૈલેષભાઇ વણકર અને અશ્વિનભાઇ ચાવડાને સાથી રાખીને ઉપસરપંચ કિરીટ ઉર્ફે ભુરાભાઈ ડાહ્યાભાઈ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સફાઈકર્મીઓની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી લાખોની ઠગાઈ
Aa salla Hindu jatankvadi lato ke bhut baato se nahi samaje