જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર પાસે ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

Vaishnodevi landslide: વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૩૦ પર પહોંચી ગયો છે. અનેક રસ્તા બંધ. 27 ટ્રેનો અધવચ્ચે રોકી દેવાઈ.
Vaishnodevi landslide update

Vaishnodevi landslide: જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલન અને વરસાદે ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૩૦ પર પહોંચી ગયો છે. જમ્મુ-શ્રીનગર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ દુર્ઘટનાને કારણે, ઉત્તર રેલ્વેએ ૨૨ ટ્રેનો રદ કરી છે, જ્યારે ૨૭ ટ્રેનો અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી છે. ગઈકાલે જમ્મુમાં નદીઓ તોફાની બની હતી અને તેના પ્રવાહમાં બધું જ તબાહ થઈ ગયું હતું. સતત ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી મંદિરની યાત્રા મુલતવી રાખવી પડી હતી. કાશ્મીર ખીણમાં પણ ઘણું નુકસાન થયાના સમાચાર છે. નેશનલ અને સ્ટેટ હાઈવે ટ્રાફિક ખોરવાઈ ગયો છે.

વૈષ્ણોદેવી મંદિર પાસે જ ભૂસ્ખલન થતા 30 લોકોના મોત

રિયાસીના એસએસપી પરમવીર સિંહે જણાવ્યું હતું કે કટરામાં વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે ઘણા મહત્વપૂર્ણ પુલ તૂટી પડ્યા છે. મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલા અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની મોટા ભાગની ટેલિકોમ સેવા ઠપ્પ થઈ ગઈ છે. ઘણા લોકોનો સંપર્ક તૂટી ગયો છે. આનાથી સમસ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ શીવ મંદિરમાં આરતી શરૂ થતા જ આગ લાગી, 9 ભક્તો દાઝી ગયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ-શ્રીનગર અને કિશ્તવાડ-ડોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ આફતને કારણે, ઉત્તર રેલ્વેએ 22 ટ્રેનો રદ કરી છે, જ્યારે 27 ટ્રેનો અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી છે.

12 કિમીના રોડ પર 6 કિમીના રસ્તે ભૂસ્ખલન થયું

અધિકારીઓએ જણાવ્યું હતું કે માતા વૈષ્ણો દેવી મંદિરના અર્ધકુમારી ખાતે સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બચાવ ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલી છે. ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. કટરા શહેરથી પહાડ પર સ્થિત મંદિર સુધી 12 કિમીના વળાંકવાળા માર્ગ પર લગભગ અડધા રસ્તા પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુના સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે કટરા અને તેની આસપાસ બચાવ અને રાહત કામગીરી માટે સેનાની ત્રણ રાહત ટુકડીઓને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહાદેવ મંદિરમાં વાંદરા કૂદતા ભક્તોમાં ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

જમ્મુના ડીફેન્સ પીઆરઓએ શું કહ્યું?

તેમણે X પરની એક પોસ્ટમાં કહ્યું, “કટરાના અર્ધકુંવારી ખાતે એક ટુકડી લોકોના જીવ બચાવવામાં મદદ કરી રહી છે, કટરાથી ઠાકરા કોટ જતા રસ્તા પર ભૂસ્ખલન સ્થળ પર એક રાહત ટુકડી પહોંચી ગઈ છે. જૌરિયાનની દક્ષિણમાં એક ટુકડી મદદ પૂરી પાડી રહી છે. જીવ બચાવવા, જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા અને નાગરિકોને સલામત વિસ્તારોમાં ખસેડવાના પ્રયાસો ચાલુ છે. નાગરિક એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.”

ડોડામાં વાદળ ફાટતા 10 ઘર પાણીમાં તણાઈ ગયા

આ તરફ, રાજ્યના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. 10 થી વધુ ઘરો પાણીમાં ધોવાઈ ગયા હતા. ત્રણ દિવસથી સતત વરસાદને કારણે અચાનક પૂરની સ્થિતિમાં 4 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ શનિ શિંગણાપુર મંદિરમાં નકલી કર્મચારી બતાવી કરોડોનું કૌભાંડ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x