આદિવાસી સમાજ હિંદુ નથી એ વાત હવે તેને પણ ધીમેધીમે સમજાવા માંડી છે. સવર્ણ જાતિઓનું વર્ચસ્વ ધરાવતા હિંદુત્વની રાજનીતિ કરતા રાજકીય પક્ષો માત્ર મતો મેળવવા પુરતા જ આદિવાસીઓને હિંદુ ગણે છે. પણ જ્યારે તેમના હકોની વાત આવે, જળ-જમીન-જંગલના અધિકારો આપવાની વાત આવે ત્યારે હાથ ઉંચા કરી દે છે. આ બધું સમજી હવે સામાન્ય આદિવાસી પણ સમજી ચૂક્યો છે ત્યારે હવે તેઓ પણ મનુવાદી વિચારોને ફગાવી રહ્યાં છે. આવું જ કંઈક વલસાડના નાનાપોંઢાની એક આદિવાસી કન્યાએ કર્યું હતું. જ્યાં તેણે ભારતના બંધારણની સાક્ષીએ પરંપરાગત આદિવાસી રિવાજથી લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે
વલસાડના નાનાપોંઢા ગામના અનોખા લગ્ન
વલસાડ જિલ્લાના નાનાપોંઢા ગામે બે દિવસ પહેલા એક અનોખા લગ્ન યોજાઈ ગયા. અહીં આદિવાસી ખાંડવી પરિવારની દીકરીએ મનુવાદી રીતિરિવાજોને ફગાવીને બંધારણની સાક્ષીએ પરંપરાગત આદિવાસી રીતિરિવાજો મુજબ લગ્ન કર્યા હતા.
કન્યાએ મનુવાદી મંત્રોચ્ચારને બદલે આદિવાસી રિવાજ અપનાવ્યો હતો. કાનના પડદા ફાડી નાખતા ડીજેના ઘોંઘાટને બદલે આ લગ્નમાં દેશી આદિવાસી વાદ્યોના સૂર રેલાયા હતા અને વરરાજાએ સૂટ-શેરવાનીને બદલે પરંપરાગત આદિવાસી ધોતી-કુર્તા પહેર્યા હતા. આદિવાસી સમાજમાં ઘર કરી ગયેલા મનુવાદી કુરિવાજોને તિલાજંલિ આપી અને નવી પેઢી આદિવાસી પરંપરાથી માહિતગાર થાય એ આશયથી સમગ્ર લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આદિવાસી યુવકને 14 વર્ષ સુધી સાંકળથી બાંધી રાખી વેઠ કરાવી
મનુવાદને ફગાવી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રયાસ
નાનાપોંઢાના રહેવાસી ડૉ.દિનેશભાઈ ખાંડવીની દીકરી કૃતિકાના લગ્ન 20 મેના રોજ યોજાયા હતા. કન્યાના પિતા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ મનુવાદી રીતિરિવાજો મુજબ નહીં પરંતુ સમાજને બંધારણનું મહત્વ સમજાી, બંધારણની સાક્ષીએ અસલ આદિવાસી સંસ્કૃતિ મુજબ લગ્નનું આયોજન કરશે, જેથી યુવા પેઢી ભારતીય બંધારણના મહત્વને સમજે અને વર્ષોથી ચાલી આવતી આદિવાસી પરંપરા અને રીતરિવાજોથી માહિતગાર થાય. લગ્નનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો, દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાને છોડીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પણ હતો.
આ પણ વાંચોઃ પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું
આ પણ વાંચો: ગુજરાતમાં 65 ટકા મહિલાઓ લોહીની ઉણપથી પીડાય છે
બ્રાહ્મણે નહીં પાંચ મહિલાઓએ સવાસણી વિધિ કરી
દિનેશભાઈ ખાંડવીની દીકરી કૃતિકાના લગ્ન પ્રસંગે હલદીના રિવાજ વખતે સૌ પ્રથમ પિતૃ દેવ સ્થળે કન્યાને ખભા પર ઊંચકીને લઈ જવામાં આવી હતી.ત્યાં જઈને કન્યા સાથે આવેલી સવાસણ પિતૃદેવની પૂજા કરે છે. સવાસણ તરીકે પાંચ મહિલા હોય છે જે વિધિ કરે છે. આ સવાસણ એક દિવસનો ઉપવાસ કરે છે અને જમવામાં માત્ર ઘૂઘરી(તુવેરના દાણા) બનાવે છે.
ડીજેને બદલે કાહળી, માદળે ધૂમ મચાવી
ડીજે દ્વારા ધ્વનિ પ્રદૂષણ વધતું હોય છે અને વધારે ડેસિબલના કારણે હાર્ટને નુકસાન થતું હોય છે. જેના કારણે આ લગ્નમાં ડીજે બોલાવવામાં આવ્યું નહોતું. તેના બદલે આદિવાસીઓના પરંપરાગત વાજિંત્રો કાહળી, માદળ દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું. જેમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. એમાં પણ દેશી વાજીંત્રોમાં અલગ અલગ સૂર વગાડતા હોય ત્યારે મોજ પડી જાય છે.
ઠંડાપાણીને બદલે લીંબુ શરબત વહેંચાયું
આ લગ્નની ખાસ વાત એ હતી કે લગ્ન પ્રસંગે કોઈપણ પ્રકારના ઠંડુ પીણાના બદલે લીંબુ શરબત આવેલા મહેમાનોને પીવડાવવામાં આવ્યું હતું. લીંબુ શરબત શરીર માટે ફાયદાકારક હોય છે જ્યારે ઠંડુ પીણું શરીરને નુકસાન કરતું હોય છે એ વિચારે દિનેશભાઈ ખાંડવી દ્વારા દીકરીના લગ્નમાં મહેમાનોને લીંબુ શરબત પીવડાવ્યું હતું.
આ પણ વાંચોઃ 4 આદિવાસી સગીરાને જંગલમાં ખેંચી જઈ 7 યુવકોએ ગેંગરેપ કર્યો
બંધારણ અને આદિવાસી વાજિંત્રોની થીમ પર લગ્નનો સેટ તૈયાર કરાયો
હા લગ્નને ખાસ વિશેષતા એ હતી કે આદિવાસી એની પરંપરા સંસ્કૃતની ઉજાગર કરતી એક થીમ બનાવવામાં આવી હતી જેની ઉપર એક બાજુ ભારતનું બંધારણ લગાવાયું હતું, બીજી બાજુ આદિવાસી સમાજમાં ઉપયોગમાં લેવાતા વાજિંત્રો લટકાવવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ પહેરવેશના બેનરો લગાવવામાં આવ્યા હતા. આદિવાસી સમાજ હવે ભારતીય બંધારણની મહત્તા સમજવા માંડ્યો છે અને આ લગ્ન પ્રસંગમાં તેની હાજરી સમાજમાં બંધારણના મૂળિયા મજબૂત કરશે.
આ પણ વાંચોઃ ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની
બ્રાહ્મણને બદલે આદિવાસી વડીલે લગ્ન કરાવ્યા
આ લગ્નમાં બ્રાહ્મને બોલાવાયા નહોતા. તેના બદલે હસ્ત મેળાપ વખતે લગ્ન મંડપમાં સાગના સાત ફૂટ લાંબા પાટિયા પર વર અને કન્યાને ઉભા કરી ડાંગથી આવેલા સમાજના એક વડીલ દ્વારા કન્યાને વરના હાથમાં કંસારી આપી અને ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિ મુજબ રીત કરી લગ્ન પ્રસંગ પૂરો કરાયો હતો. આજુબાજુ ઉભેલા મહેમાનો દ્વારા કન્યા અને વરરાજા પર ફૂલોની જગ્યાએ કંસારી ચોખા માથા પર નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મોડાસાના કોલીખડમાં રોહિત સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો