ભારતમાં આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો જે રાજ્યમાં થાય છે તે મધ્યપ્રદેશમાં એસટી એટ્રોસિટીની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના ઉમરિયા જિલ્લાના હાસલપુર એક 25 વર્ષીય આદિવાસી યુવકને છેલ્લા 14 વર્ષથી બંધક બનાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. રહીમ અને ઇબ્રાહિમ નામના બે શખ્સોએ તેને તેમના ઘરમાં બંધક બનાવી રાખ્યો હતો. આરોપીઓ દિવસ દરમિયાન તેની પાસે ઘરકામ કરાવતા હતા અને રાત્રે તેને સાંકળોથી બાંધી દેતા હતા. છેલ્લા ચાર વર્ષથી આદિવાસી યુવક આ જ રીતે નર્ક જેવી જિંદગી જીવી રહ્યો હતો. આ ઘટના વિશે કેટલાક સંગઠનોનું ધ્યાન જતા તેમણે યુવકને પોલીસની મદદથી છોડાવ્યો હતો. હવે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સ્થાનિક સંગઠન સાથે જોડાયેલા મહેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું કે યુવકના પિતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે તેમના પુત્રને 14 વર્ષથી રહીમ અને ઇબ્રાહિમના ઘરમાં બંધક બનાવવામાં આવ્યો છે. આ માહિતી બાદ સંગઠનના કાર્યકરો હાસલપુર ગામમાં પહોંચ્યા હતા અને આદિવાસી યુવકને બચાવ્યો હતો. એ પછી યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી.
આદિવાસી યુવકને સાંકળથી બાંધવામાં આવતો હતો
મળતી માહિતી મુજબ, યુવક ભાગી ન શકે તે માટે તેને રાત્રે સાંકળોથી બાંધીને રાખવામાં આવતો હતો. તેની પાસે આખો દિવસ ખેતી અને ઘરકામ કરાવવામાં આવતું. એટલું જ નહીં, તેની પાસે વડીલોના ટોઈલેટ પણ સાફ કરાવતા હતા.
૧૧ વર્ષની ઉંમરે બંધન જીવન શરૂ થયું
પીડિત યુવક ફક્ત ૧૧ વર્ષનો હતો ત્યારે તેને હાસલપુર લાવવામાં આવ્યો હતો. રહીમ અને ઇબ્રાહિમે તેને દર મહિને ૧૨૦૦ રૂપિયાના મહેનતાણા પર કામે રાખ્યો હતો. શરૂઆતમાં આરોપીઓ તેને તેના પરિવારને મળવા દેતા હતા. પણ પછી ધીરેધીરે તેને પરિવારથી સાવ અલગ કરી દેવાયો હતો. છેલ્લાં ૧૪ વર્ષથી તે ન તો પોતાના ઘરે જઈ શક્યો છે, ન તો શહેર જોયું છે. તે સવારથી સાંજ સુધી ખેતરમાં મજૂરી કરે છે અને સાંજે તેને સાંકળથી બાંધી દેવામાં આવતો હતો.
આ પણ વાંચો: મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં
સમગ્ર મામલે હાસલપુરના એસીપી સોનુ ડાબરે જણાવ્યું હતું કે, “એક સામાજિક સંસ્થાના કેટલાક લોકો યુવક અને તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમણે અરજી આપી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સંડોવાયેલા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”
આ કિસ્સામાં, જે રીતે આદિવાસી યુવકને 14 વર્ષ સુધી બંધક બનાવવામાં આવ્યો હતો તે સ્પષ્ટ કરે છે કે આ ફક્ત વ્યક્તિગત શોષણનો કેસ નથી પરંતુ કાયદા અને બંધારણના ઉલ્લંઘનનું ગંભીર ઉદાહરણ છે. યુવકને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી હતી, બંધનમાં રાખવામાં આવ્યો હતો, માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો – આ બધા બંધુઆ મજૂરી નાબૂદી અધિનિયમ, 1976 અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ દખલપાત્ર ગુનાઓ છે.
સૌથી મહત્વની વાત એ છે કે પીડિત યુવક અનુસૂચિત જનજાતિ (ST) સમાજનો છે, તેથી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ











Users Today : 22
ખૌફ આતંકવાદી વધુ છે કે જાતિવાદી નો વધું છે? રિપલાય પ્લીઝ,
આતંકવાદી હુમલાઓમાં ક્યારેક ક્યારેક થાય છે જ્યારે જાતિવાદી હુમલાઓથી દરરોજ અગણિત વખત થાય છે,