ઉત્તરપ્રદેશના સીતાપુરમાં RSS ની પરેડ દરમિયાન એક 23 વર્ષનો સ્વયંસેવક બેન્ડ વગાડતા-વગાડતા પડી જતા તેનું ત્યાં જ મોત થઈ ગયું હતું. ગુરુવારે સાંજે લગભગ 4 વાગ્યે, સીતાપુર 15 કિલોમીટર દૂર ઇમાલિયા સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં RSS ની પરેડ ચાલી રહી હતી. અંકિત સિંહ નામનો એક યુવાન પરેડમાં બેન્ડનો હિસ્સો હતો અને તે ડ્રમ વગાડતો-વગાડતો જઈ રહ્યો હતો. પરંતુ તે અચાનક મોંઢાની બાજુ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અંકિત બેભાન થઈ ગયા પછી, તેના સાથીઓએ તેને જીવતો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે તેના ચહેરા પર પાણી છાંટ્યું, પરંતુ તેનામાં કોઈ હલનચલન જોવા ન મળી. ત્યારબાદ, અંકિત સિંહને તાત્કાલિક ઇ-રિક્ષા દ્વારા નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) લઈ જવામાં આવ્યો. ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?
ડોક્ટરોને શંકા છે કે મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હતો, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોક્કસ કારણ બહાર આવશે. આ વિસ્તાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામુ કનૌજિયાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
અંકિત સિંહ છેલ્લા ચાર વર્ષથી RSS સાથે જોડાયેલો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ ગુડ્ડુ (31)નું ત્રણ વર્ષ પહેલાં કેન્સરથી અવસાન થયું હતું. તેના માતાપિતાનું પણ અવસાન થયું છે.
एक और हंसते-चलते काम करते मौत LIVE
उत्तर प्रदेश के सीतापुर में आरएसएस के कार्यक्रम में 24 साल में अंकित सिंह की मौत!
यह मौत कितनी आम हो गई है इन दिनों। युवालोग अधिक शिकार हो रहे हैं। ऐसी कितनी मौत के बाद हम स्वीकार करेंगे कि यह मेडिकल इमरजेंसी है ? pic.twitter.com/4trvEI9VXO
— Narendra Nath Mishra (@iamnarendranath) October 3, 2025
અહીં એ નોંધવું રહ્યું કે, 2 ઓક્ટોબરે વિજયાદશમી અને RSS ની સ્થાપનાની શતાબ્દી હતી. આ પ્રસંગે RSS એ વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓનું આયોજન કર્યું હતું. આવી જ રીતે, સીતાપુરના ઇમિલિયા સુલતાનપુર વિસ્તારમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 250 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ












Users Today : 1746