UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.
Mayawati say about the new UGC rules

માયાવતીએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા સમિતિઓની રચના માટે જરૂરી નવા UGC નિયમોનું સમર્થન કર્યું છે. તેમણે તેનો વિરોધ કરનારાઓને “જાતિવાદી માનસિકતા” ધરાવતા ગણાવ્યા. BSP વડાએ કહ્યું કે ભેદભાવ દૂર કરવા માટે આ જરૂરી છે, પરંતુ સામાજિક તણાવ ટાળવા માટે, તેનો વ્યાપક પરામર્શ પછી અમલ થવો જોઈએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની ઘણી પોસ્ટ્સમાં, માયાવતીએ કહ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવાના હેતુથી યુજીસી દ્વારા લાવવામાં આવેલા ‘ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026’ ને ‘જાતિવાદી માનસિકતા’ ધરાવતા લોકો દ્વારા ખોટી રીતે ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યા છે.

માયાવતીએ કહ્યું, “સરકારી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે ‘સમાનતા સમિતિઓ’ ની રચના સહિત નવા UGC નિયમોની કેટલીક જોગવાઈઓનો વિરોધ જનરલ કેટેગરીના ફક્ત એવા લોકો કરી રહ્યાં છે, જેમની માનસિકતા જાતિવાદી છે. ફક્ત આ જ લોકો આ નિયમોને ષડયંત્ર અને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે, જે બિલકુલ વાજબી નથી.”

આ પણ વાંચો: Shivam Sonkar ની જીત થઈ, BHU એ UGC ને પ્રસ્તાવ મોકલ્યો

બસપાના વડાએ કહ્યું કે તેમનો પક્ષ માને છે કે આવા નિયમો લાગુ કરતા પહેલા દરેકને વિશ્વાસમાં લેવા વધુ સારું રહેશે. સરકારો અને સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે આવા પગલાં દેશમાં સામાજિક તણાવનું કારણ ન બને. તેમણે દલિતો અને પછાત વર્ગોને સ્વાર્થી અને તકવાદી નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનોનો શિકાર ન બનવાની પણ અપીલ કરી.

માયાવતીએ કહ્યું, “આવા કિસ્સાઓમાં દલિતો અને ઓબીસી સમાજે તેમના સ્વાર્થી અને વેચાઈ ગયેલા નેતાઓના ભડકાઉ નિવેદનોથી પ્રભાવિત થવું જોઈએ નહીં, જેઓ આવી બાબતોનો સહારો લઈને સમાજની આડમાં ગંદુ રાજકારણ કરે છે. આ વર્ગોએ સતર્ક રહેવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીના રોજ, યુજીસીએ નવા નિયમો જાહેર કર્યા હતા, જેમાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાતિગત ભેદભાવની ફરિયાદોની તપાસ કરવા અને SC-ST-OBC સમાજના વિદ્યાર્થીઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સમાનતા સમિતિઓ બનાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. નિયમો અનુસાર, આ સમિતિઓમાં અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અપંગ વ્યક્તિઓ અને મહિલાઓનો સભ્યો તરીકે સમાવેશ થવો જોઈએ.

આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

2026 ના નિયમો UGC ના 2012 ના સમાનતા નિયમોની જગ્યા લેશે, જે મોટાભાગે સલાહકાર પ્રકૃતિના હતા. યુજીસીના આ નવા નિયમો દેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને સલામતી પુરી પાડે છે. આ નિયમો એટલા માટે લાવવા પડ્યા કારણ કે, દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવની ઘટનાઓમાં 118 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. યુનિવર્સિટીઓમાં સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક વર્ચસ્વ ધરાવતી જાતિના માથાભારે વિદ્યાર્થીઓ દ્વારા કથિત રીતે નીચલી જાતિના વિદ્યાર્થીઓ સાથે જાતિ ભેદભાવ દાખવવામાં આવતો હોવાની અનેક ફરિયાદો મળી રહી હતી.

અનેક વિદ્યાર્થીઓએ જાતિ ભેદભાવ અને સતામણીથી કંટાળીને આપઘાત પણ કર્યા છે. જેથી યુજીસી દ્વારા આ સમાનતા નિયમો લાવવામાં આવ્યા છે. પરંતુ આ પગલાથી ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જેમાં ટીકાકારોએ આરોપ લગાવ્યો છે કે નિયમોનો દુરુપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો: દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી

આ ચિંતાઓને દૂર કરતા, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે ખાતરી આપી હતી કે નવા માળખા હેઠળ કોઈ સતામણી કે ભેદભાવ થશે નહીં. તેમણે કહ્યું, “હું નમ્રતાપૂર્વક બધાને ખાતરી આપવા માંગુ છું કે કોઈને પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કોઈ ભેદભાવ થશે નહીં અને કોઈને પણ ભેદભાવના નામે નિયમનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં.”

જો કે, ધર્મેન્દ્ર પ્રધાનની ખાતરી છતાં સવર્ણ જાતિના લોકો દ્વારા યુજીસીના આ નવા નિયમોનો વિરોધ કરવાનું ચાલુ રખાયું છે. મનુવાદી મીડિયાએ પણ આ નિયમોની વિરુદ્ધમાં માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ આ નિયમોને પાછા ખેંચાવવા માંગે છે, પરંતુ સરકાર દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજને નારાજ કરવા માંગતી નથી.

આ પણ વાંચો: UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x