DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’

બનાસકાંઠામાં ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેતા ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.
DJs were banned

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજે લગ્ન સહિતના પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેતા હવે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા ઠાકોર સમાજના ડીજે માલિકોએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સામે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ડીજે માલિકોએ ત્યાં સુધી કહી દીધું હતું કે, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’ આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ડીજે સંચાલકો આમને સામને આવી ગયા છે.

ઠાકોર સમાજે બંધારણ બનાવી ઠાકોર સમાજના લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેતા ડીજે સંચાલકો પોતાની રોજગારી છીનવાતા આ બંધારણનો વિરોધ કરી રહ્યા છે, તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 4 જાન્યુઆરી 2026ના રોજ દિયોદરના ઓગડ ખાતે ત્રણ જિલ્લાના 27 તાલુકામાંથી આવેલા ઠાકોર સમાજના લોકો અને આગેવાનોએ ‘એક સમાજ એક રિવાજ અને શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ રિવાજ’ ના સૂત્ર સાથે ઠાકોર સમાજ સુધારણાનું બંધારણ બનાવ્યું હતું. આ બંધારણમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આજે નહીં તો કાલે, હું ચોક્કસ રાજકારણમાં જોડાઈશઃ વિક્રમ ઠાકોર

ડીજે સંચાલકોએ બેઠક કરીને રોજગારી છીનવાઇ રહી હોવાના આરોપ સાથે તેમને આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે, કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના યુવાનો જ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ મામલે ડીજે સંચાલકોએ જે બેઠક બોલાવી હતી, જેમાં તેમણે એક સૂરે ડીજે પર પ્રતિબંધના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે, ના છૂટકે પછી અમારે દારૂ ગાળવો પડશે.

દિયોદર ખાતે મળેલી ડીજે સંચાલકોની બેઠકમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો એકત્ર થયા હતાં. આ બેઠકમાં ઠાકોર સમાજના યુવાનોએ બંધારણમાં ડીજે પર પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઠાકોર સમાજના યુવકો, જેઓ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે કહ્યું કે, ‘અમે બંધારણના વિરોધમાં નથી પરંતુ બંધારણમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ છે. ડીજે બંધ થશે તો અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જશે. અમારા પરિવાર પર આવ્યું છે ત્યારે અમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ડીજે બાબતે છૂટછાટ આપવામાં આવે તેવી માંગ ડીજે સંચાલકો કરી રહ્યા છે.’

આ પણ વાંચો: ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે

ઠાકોર સમાજના બંધારણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી છે, અને હવે આ જ કારણે સાંસદ સામે ઠાકોર સમાજમાં જ રોષ જોવા મળી રહ્યો છે. બંધારણમાં ડીજે અંગે લેવાયેલા નિર્ણય અંગે ઠાકોર સમાજના યુવાનોની રોજગારી છીનવાઈ રહી છે. તેમને કામ ન મળતા તેઓ બેરોજગાર બનશે બીજી તરફ ઠાકોર સમાજના યુવાનોના આક્રોશ બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તેમણે કહ્યું કે, જ્યારે બંધારણ બનતું હતું ત્યારે કોઈ પણ ડીજે સંચાલકે આ બાબતે કશું જ જણાવ્યું નથી. જોકે આગામી 2027માં બંધારણ સુધારા માટે મળનારી બેઠકમાં ડીજે બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવશે. ગેનીબેન ઠાકોરે પણ કહ્યું કે જે લોકો જાહેરમાં દારૂ વેચવા માટેની વાત કરી રહ્યા છે તો ક્યાંક આવા લોકોને પોલીસનો ખૌફ કે ડર નથી.

આ પણ વાંચો: ખંભાતના ભાટ તલાવડીના 6 સલાટો સામે એટ્રોસિટીની ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ હવે ડીજે ઉપર પ્રતિબંધ લગાવીને સમાજને ખોટા ખર્ચાઓમાંથી બહાર લાવવા માટે બંધારણ બનાવી રહ્યા છે. જોકે એમાં સૌથી વધુ અસર ઠાકોર સમાજમાં થઈ છે, તેના જ કારણે ઠાકોર સમાજના યુવાનોની આ બેઠક મળી રહી છે. ઠાકોર સમાજના ડીજે સંચાલકોની મળેલી બેઠકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જમીન વેચીને ડીજે લાવ્યા અને હવે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે આ ડીજે ક્યાં મૂકવા એટલું જ નહીં જો ડીજે બંધ કરાશે તો જ દારૂ ગાળવો પડશે તેમજ કોંગ્રેસને વોટ ન આપવા જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

જોકે આ બાબતે ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઠાકોર સમાજમાં માત્ર લગ્ન પ્રસંગે સામે ઘરે ડીજે લઈને ન જવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે. ધાર્મિક પ્રસંગોમાં કે કોઈપણ દીકરો દીકરી સૈન્યમાંથી ટ્રેનિંગ લઈને કે નિવૃત્ત થઈને આવ્યો હોય ત્યારે કે કોઈપણ રાજકીય પાર્ટીમાં ડીજે વગાડવા માટેની કોઈ જ મનાઈ અમારા બંધારણમાં મૂકવામાં નથી. અમારા બંધારણમાં દાગીના કપડાં, સહિતને લગતા વિવિધ નિર્ણયો કરાયા છે એટલે જો તમામ વેપારીઓ આ જ પ્રકારે પોતાનો ધંધો પડી ભાગે તેવી વાત કરે તો એ યોગ્ય નથી.

પરંતુ અમારો ઠાકોર સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને ખોટા ખર્ચાઓ ન થાય તે માટે તમામ સમાજના આગેવાનોએ મળીને આ બંધારણ બનાવવાનો નિર્ણય કર્યો છે, એટલે કે ઠાકોર સમાજના બંધારણમાં ડીજે લગ્ન પ્રસંગમાં સામે ઘરે લઈને ના જવું તેવો નિર્ણય છે બાકી રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મિક પ્રસંગમાં ડીજે માટેનો કોઈ જ પ્રતિબંધ નથી તેવી સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

4.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x