આજે નહીં તો કાલે, હું ચોક્કસ રાજકારણમાં જોડાઈશઃ વિક્રમ ઠાકોર

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે તેવી અટકળો સાચી પડી છે. જાણો શું સમાચાર છે.
Vikram Thakor

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે તે નક્કી છે. ગઈકાલે યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ‘ભવાનીધામ સંકલ્પયાત્રા’ દરમિયાન જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપ્યા છે. વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે, આજે નહીં તો કાલે તે સક્રિય રાજકારણમાં જોવા મળશે.

ભવાનીધામ સંકલ્પયાત્રામાં ઉમટેલી જંગી મેદનીને સંબોધતા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જ્યારે હું મોટા કાર્યક્રમમો હાજરી આપું છું ત્યાર એક સવાલ પૂછવામાં આવે છે કે,બાપુ ટિકિટ લેવાનો છો? પરંતુ જો આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ.’ વિક્રમ ઠાકોરની આ જાહેરાત બાદ સભામાં હાજર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:  વિધાનસભાની કાર્યવાહી જોવામાં ઠાકોર કલાકારોની બાદબાકી કેમ?

ભવાનીધામ સંકલ્પયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સાથે જ અનેક રાજનેતાઓ પણ ત્યાં હાજર હતા. અભિજિતસિંહ બારડ અને અન્ય ક્ષત્રિય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી છે.

વિક્રમ ઠાકોર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે લોકચાહના ધરાવે છે. તેમના ગીતો અને ફિલ્મોના કારણે ઠાકોર સમાજ સહિત અન્ય વર્ગોમાં તેમનો મોટો પ્રભાવ છે. જો તેઓ રાજકારણમાં જોડાય છે, તો ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

અગાઉ પણ અનેકવાર તેમના રાજકારણમાં આવવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ પ્રથમ વખત તેમણે જાહેરમાં આ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ કયા પક્ષનો હાથ પકડે છે.

આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x