સંજુ સેમસન(Sanju Samson), આ નામ હાલ ભારતીય ક્રિકેટ જગતમાં એક સુપરહીરોની જેમ લેવાઈ રહ્યું છે. ક્રિકેટચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. પરંતુ તેમને એ ખ્યાલ નથી કે, આ વખાણ અને લોકચાહના મેળવવા માટે તેણે મૂંગા મોંઢે વર્ષો સુધી અપમાનો અને અન્યાય સહન કર્યા છે. ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ ‘અન્યાય’ (Injustice) શબ્દનો ઉલ્લેખ થશે છે, ત્યારે પી. બાલુ, વિનોદ કાંબલીની સાથે સંજુ સેમસનનું નામ આપોઆપ લેવાઈ જાય છે.
2026 ના ટી20 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ અને બાદમાં સેમી ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરી એકલા હાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવનાર સંજુ સેમસન આજે દરેક ભારતીય ક્રિકેટ ચાહક માટે હીરો છે. પરંતુ અહીં સુધીની તેની સફર જરાય આસાન નથી રહી. તેનો સંઘર્ષ માત્ર ટીમમાં સ્થાન મેળવવા પુરતો મર્યાદિત નથી, પરંતુ ભારતીય ક્રિકેટના માળખામાં દાયકાઓથી ઘર કરી ગયેલા અદ્રશ્ય પૂર્વગ્રહો સામેની એક મોટી લડાઈ છે.

સંજુ સેમસન કેરળના લઘુમતી ખ્રિસ્તી સમાજમાંથી આવે છે, અને આ સામાજિક ઓળખ તેના કરિયરમાં અવરોધરૂપ બની છે કે કેમ, તે પ્રશ્ન હવે માત્ર ક્રિકેટપ્રેમીઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે ભારતીય રમતના વહીવટીતંત્રમાં રહેલા ઊંડા જ્ઞાતિગત અને પ્રાદેશિક પક્ષપાતનો જીવતો જાગતો દસ્તાવેજ છે.
આ પણ વાંચો: સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

ભારતીય ક્રિકેટનું સવર્ણોનું પ્રભુત્વ ધરાવતું માળખું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઈતિહાસ પર નજર કરીએ તો તે હંમેશા અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારો અને સવર્ણ જ્ઞાતિઓના પ્રભુત્વ હેઠળ રહ્યું છે. મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા મોટા ક્રિકેટિંગ સેન્ટર્સની મજબૂત ‘લોબી’ હંમેશા કાર્યરત હોય છે. જ્યારે કોઈ ખેલાડી દક્ષિણ ભારતમાંથી, અને તેમાં પણ કેરળ જેવા બિન-પરંપરાગત ક્રિકેટિંગ રાજ્યમાંથી આવે છે, ત્યારે તેને સ્થાપિત તંત્રમાં જગ્યા બનાવવા માટે અન્યો કરતા ત્રણ ગણી મહેનત કરવી પડે છે. સંજુના કિસ્સામાં સૌથી મોટો અન્યાય ‘તકોની સાતત્યતા’ (Consistency of Opportunities) બાબતે જોવા મળ્યો છે. 2015માં ડેબ્યુ કર્યા પછી, તેને વર્ષો સુધી ટીમમાં અંદર-બહાર કરવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન ઘણા સવર્ણ ખેલાડીઓ કે જેઓ પ્રભાવશાળી લાઇનઅપમાંથી આવતા હતા, તેમને સતત ફ્લોપ શો છતાં ‘લોન્ગ રન’ આપવામાં આવ્યો, જ્યારે સંજુ માટે એક જ નિષ્ફળતા ટીમમાંથી બહાર નીકળવાનો રસ્તો બની જતી હતી.
સંજુ સેમસન અને વિનોદ કાંબલી: એક કરુણ ઐતિહાસિક સામ્યતા
સંજુ સેમસનનો સંઘર્ષ જોતા ક્રિકેટ ઇતિહાસના ચાહકોને અનિવાર્યપણે વિનોદ કાંબલીની યાદ આવે છે. કાંબલી અત્યંત પ્રતિભાશાળી ખેલાડી હતો અને મુંબઈના દલિત સમાજમાંથી આવતો હતો. સચિન તેંડુલકર સાથે રમેલા કાંબલીએ શરૂઆતની ટેસ્ટ મેચોમાં સચિન કરતાં પણ વધુ વિસ્ફોટક બેટિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સિસ્ટમે તેમને ખૂબ જ વહેલા ‘ડિસિપ્લિન’ અથવા ‘લાઈફસ્ટાઈલ’ ના બહાને બહાર ફેંકી દીધો હતો. સંજુ સાથે પણ કંઈક આવું જ કરવામાં આવ્યું. સંજુના નેચરલ આક્રમક શોટ્સને ‘બેજવાબદાર’ ગણાવી દેવામાં આવતા હતા, જ્યારે અન્ય સવર્ણ ખેલાડીઓના એવા જ શોટ્સને ‘નિડર ક્રિકેટ’ (Fearless Cricket) નું નામ અપાતું હતું. કાંબલી અને સેમસન બંને એક એવી સિસ્ટમનો ભોગ બન્યા છે જે ‘મેરિટ’ ના નામે હકીકતમાં ‘નેટવર્ક’ અને ‘બેકગ્રાઉન્ડ’ ને વધુ મહત્વ આપે છે. કાંબલીની કારકિર્દી વહેલી પૂરી કરી દેવામાં આવી હતી, સંજુએ આ જ પક્ષપાતી માળખા સામે ટકી રહેવાની જબરી જીદ બતાવી છે.
આ પણ વાંચો: IPL સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયેલા ક્રિકેટરને મુંબઈએ મુખ્ય કોચ બનાવ્યો
સંજુનું ભૂતકાળનું પ્રદર્શન અને વર્તમાનનું જબરજસ્ત ફોર્મ
લાંબા સમય સુધી થયેલી અવગણના અને માનસિક પજવણીનો જવાબ સંજુએ 2026માં પોતાના બેટથી આપ્યો છે. હાલમાં સંજુ સેમસન તેના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેણે ટીકાકારોના તમામ તર્ક તોડી નાખ્યા છે. આ વર્લ્ડ કપની છેલ્લી બે નિર્ણાયક મેચોમાં તેણે જે પ્રદર્શન કર્યું છે તે અદભૂત છે. છેલ્લી મેચમાં 97 રન અને તેની અગાઉની મેચમાં 89 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમીને તેણે સાબિત કરી દીધું છે કે તે માત્ર પ્રતિભાશાળી જ નથી, પણ ભારતનો સૌથી મોટો ‘બિગ મેચ પ્લેયર’ છે. 90 રનની આસપાસની આ ઇનિંગ્સ માત્ર આંકડા નથી, પણ એવા પસંદગીકારો સામેનો એક આક્રોશ છે જેમણે તેને સતત અવગણ્યો હતો. જ્યારે ટીમના સ્થાપિત સવર્ણ સ્ટાર્સ દબાણમાં નિષ્ફળ રહ્યા, ત્યારે આ લઘુમતી ખ્રિસ્તી ખેલાડીએ પોતાની જવાબદારી સમજીને ભારતને વિજય અપાવ્યો.
Sanju Samson in T20 World Cup 2026🔥
Matches : 4
Runs : 233
4s : 22
6s : 38vs NAM – 22(8) | SR 275
vs ZIM – 24(15) | SR 160
vs WI – 97(50) | SR 194
vs ENG – 89(42) | SR 211.9Pure destruction with the bat.
Sanju Samson is on Fire 🚀 #SanjuSamson #T20WorldCup2026 pic.twitter.com/ea8IlSTmHD
— AtifOnCricket 🏏 (@cricatif) March 6, 2026
લઘુમતી ઓળખ સાથે મક્કમ સંઘર્ષ
ભારતીય ક્રિકેટના ઉચ્ચ વહીવટી માળખામાં અને પસંદગી સમિતિમાં લઘુમતી અને બહુજન સમાજનું પ્રતિનિધિત્વ હંમેશા નહિવત રહ્યું છે. જ્યારે કોઈ ખેલાડી પાસે મેદાનની બહાર રક્ષણ આપનારું કોઈ ‘ગોડફાધર’ કે મજબૂત સવર્ણ જ્ઞાતિગત નેટવર્ક ન હોય, ત્યારે તેની એક ભૂલ પર તેને કાયમી ધોરણે ખતમ કરી દેવાની કોશિશ થાય છે. સંજુ ખ્રિસ્તી સમાજમાંથી આવે છે, જેની કોઈ મોટી રાજકીય લોબી બોર્ડમાં નથી. આ જ કારણ હતું કે તેને 2021, 2022 અને 2023 ની મહત્વની ટુર્નામેન્ટ્સમાંથી બહાર રખાયો હતો. સંજુનો સંઘર્ષ એ વાતની ગવાહી આપે છે કે ભારતીય રમતગમતમાં આજે પણ ‘મેરિટ’ એ માત્ર એક મહોરું છે, અસલી ખેલ તો ઓળખ અને વર્ચસ્વની છે.
Samson ने अपनी प्रतिभा के साथ ऐसी जस्टिस की है,
Sanju के एक दशक का संघर्ष दो मैचों मे सफ़ल हो गया है..❤️🔥#INDvsENG pic.twitter.com/JrZBCO950y
— Arun Chaudhary🇮🇳 (@iarunchaudhary) March 5, 2026
આ પણ વાંચો: આદિવાસી વેલ્ડર પિતાના પુત્રની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી
પરંતુ કેરળ અને દક્ષિણ ભારતના જાગૃત ચાહકોએ ‘Justice For Sanju Samson’ ના નાદ સાથે જે જનઆંદોલન છેડ્યું, તેનાથી બીસીસીઆઈની સવર્ણ લોબીએ નમવું પડ્યું.
સંજુ સેમસનઃ બહુજન ખેલાડીઓ માટે આશાનું કિરણ
સંજુ સેમસનની ૨૦૨૬ની સફળતા અને તેના તાજેતરના 97 અને 89 રનના સ્કોર એ સાબિત કરે છે કે પ્રતિભાને ગમે તેટલી દબાવો, તે ઉભરીને સામે આવે જ છે. સંજુની સફર એ વાતનો પુરાવો છે કે ભારતીય ક્રિકેટમાં આજે પણ જ્ઞાતિ અને ધર્મ આધારે પક્ષપાત જીવંત છે.
– Dropped for shubhman pill ✅
– Dropped for Jitesh sharma ✅
– Dropped for Ishan kishan ✅
– Got sacked from the original batting position ✅
-But when it matters the most for india Sanju Samson never disappoints ✅
– 52 in 26 balls It was all worth it 🇮🇳 pic.twitter.com/wTAOs3C3Zv— META_07 (@PankajSard27965) March 5, 2026
જો સંજુ કોઈ મોટા બ્રાહ્મણ પરિવારમાંથી આવતો હોત અથવા મુંબઈના કોઈ વગદાર ક્રિકેટિંગ ગ્રુપનો હિસ્સો હોત, તો શું તેને પણ કાંબલીની જેમ આટલો સંઘર્ષ કરવો પડ્યો હોત? ના. સંજુનો વિજય એ માત્ર રમતનો વિજય નથી, પણ ભારતીય ક્રિકેટમાં વર્ષોથી ચાલતા પક્ષપાતી માળખા સામેનો એક મૌન બળવો છે. તેની દરેક સિક્સર જાતિવાદ અને સવર્ણ લોબીએ ઘડેલા ભેદભાવના ગઢ પર પડતો એક પ્રચંડ પ્રહાર છે. સંજુ સેમસનની આ સફળતા ભાવિ પેઢીના લઘુમતી-બહુજન ખેલાડીઓ માટે એક આશાનું કિરણ છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વંશીય ભેદભાવના આરોપ લગાવ્યા










