મનુવાદીઓએ નર્કની જે વ્યાખ્યા કરી છે તે મુજબ ભારતમાં રાજસ્થાન મહિલાઓ માટે જીવતેજીવ નરક ગણાય તેવું રાજ્ય છે. આવું એટલા માટે લાગે કેમ કે, રાજસ્થાન મહિલા અત્યાચાર મામલે દેશમાં અગ્ર ક્રમે છે. અહીં મહિલાઓનું જેટલું શોષણ થાય છે તેટલું દેશના અન્ય કોઈ રાજ્યમાં નથી થતા. રાજસ્થાન શા માટે મહિલાઓ માટે નરક ગણાય છે, તેનો વધુ એક પુરાવો ફરી સામે આવ્યો છે.
અહીંના જાલોર પંથકના ભીનમાલ અને રાનીવાડા વિસ્તારમાં 15 જેટલા ગામોમાં મહિલાઓના સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ પ્રતિબંધમાં પુત્રવધૂઓ, પુત્રીઓ, તેમજ શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓ સામેલ છે.
આ પણ વાંચો: દરેક શેરીએ પોલીસ ગોઠવી ત્યારે દલિત વરરાજાની જાન નીકળી
જાલોરમાં ચૌધરી (પટેલ) સમાજના પંચે એક વિવાદાસ્પદ નિર્ણય જારી કર્યો છે. 21 ડિસેમ્બરના રોજ સુંધા માતા પટ્ટીના ચૌધરી સમાજની એક બેઠકમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિસ્તારના 15 થી વધુ ગામોની પુત્રવધૂઓ અને પુત્રીઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં. તેમને ફક્ત કીપેડવાળા નિયમિત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
એકબાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારો મહિલાઓને સશક્ત બનાવવા અને સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે, ત્યારે બીજી તરફ સમાજનો એક વર્ગ આવા તાલીબાની ફરમાનો જારી કરી રહ્યો છે. તાજેતરમાં, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ “લખપતિ દીદી યોજના” હેઠળ હજારો મહિલાઓને ટેબ્લેટનું વિતરણ કર્યું હતું અને તેમને પ્રગતિ કરવા માટે આગ્રહ કર્યો હતો. તેમ છતાં, જાલોરમાં પંચાયતોએ મહિલાઓ પર આ પ્રતિબંધ લાદ્યો છે.
આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
સમાજના પ્રમુખે શું કહ્યું
સુંધા માતા પટ્ટી ચૌધરી સમાજના પ્રમુખ સુજાનારામ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય એક બેઠકમાં સમાજના સભ્યોના સૂચનો પછી લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજની પુત્રવધૂઓ અને પુત્રીઓ હવે સ્માર્ટફોનને બદલે કીપેડ ફોનનો ઉપયોગ કરશે. આ નિર્ણયની જાહેરાત પંચ હિંમતરામ દ્વારા કરવામાં આવી હતી.
जालौर में जातीय पंचायत का चौंकाने वाला बड़ा फैसला!
15 गांवों में महिलाओं के कैमरा वाले मोबाइल फोन पर पूर्ण प्रतिबंध।
नियम 26 जनवरी से लागू.!
डिजिटल युग में ऐसा फैसला?
आप क्या सोचते हैं? pic.twitter.com/pZSUWCmUpc— Bhupendra Singh Rathore (@bs_rupawat) December 22, 2025
સમાજના પંચે આ મામલે મીડિયા સામે આવવાનો ઇનકાર કર્યો છે. ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય નાના બાળકોને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી નિરુત્સાહિત કરવા માટે લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: માથાભારે તત્વોએ દલિતોનો કૂવો કબ્જે કરી JCB ફેરવી દીધું
રસપ્રદ વાત એ છે કે આ નિર્ણય લેનારા ચૌધરી સમાજમાં જાલોર-સિરોહીના સાંસદ લુંબારામ ચૌધરી, ભૂતપૂર્વ સાંસદ દેવજી એમ. પટેલ, રાજ્યના કાયદા પ્રધાન જોગારામ પટેલ, સાંચોરના ધારાસભ્ય જીવરામ ચૌધરી અને ભૂતપૂર્વ ધારાસભ્ય પુરારામ ચૌધરીનો સમાવેશ થાય છે.
પોલીસે શું કહ્યું?
જાલોરના પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર ઇંદોલિયાએ જણાવ્યું હતું કે તેમને આવા કોઈ નિર્ણયની જાણ નથી. તેમણે જણાવ્યું કે આને એક સમાજનો આંતરિક નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ જો કોઈ ફરિયાદ મળશે તો પોલીસ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: કચ્છમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધાં










