freebies : મી લૉર્ડ, તમારો તર્ક ખોટો છે

મિ લૉર્ડ, ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવા, રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા તેના બાળકોને પણ એ જ શિક્ષણ આપો જે તમારા પિતાએ તમને અને તમે તમારા બાળકોને આપ્યું છે.
freebies 01

દેશમાં ફરી એકવાર મફતની રેવડી (freebies) ઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે આશ્ચર્ય એટલા માટે થાય કેમ કે, તેની ટીકા કોઈ રાજકીય પક્ષે નહીં પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) ના જજોએ કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ (BR Gavai) એ એક કેસની સુનાવણી દરમિયાન અરજદારના વકીલ પ્રશાંત ભૂષણની દલીલને એક જ ઝાટકે ફગાવી દેતા કહ્યું કે “હું એક ગામડાનો માણસ છું અને મને ખબર છે કે ગરીબોએ મફતનું (freebies) લઈને કામ કરવાનું બંધ કરી દીધું છે.”

આ એક તદ્દન અતાર્કિક ખ્યાલ છે. જો ભારતના જ નહીં, દુનિયાના સૌથી ધનિકોમાં સામેલ અંબાણી કે અદાણી આજે પણ પૈસા માટે તમામ યુક્તિઓ અજમાવતા હોય તો કોઈ ગરીબને અમુક રૂપિયા(સુપ્રીમ કોર્ટના જજોની ભાષામાં- રેવડી) કે અનાજ દઈને એમ માની લેવું કે તે કામ કરવાનું બંધ કરી દેશે અને આળસુ થઈ જશે, તો એ કુદરતના નિયમો વિરુદ્ધ એક શોષણકારી વિચારસરણી છે. કહેવાતી મફતની આ રેવડીઓ (freebies) ગરીબોને થોડી રાહત આપી શકે છે પરંતુ તેમની અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતી નથી.

કથિત મફતની રેવડી(freebies) ઓનો વિરોધ સામાન્ય રીતે ગ્રામીણ ભદ્ર વર્ગના સરેરાશ જમીન માલિકો દ્વારા સામાન્ય રીતે આપવામાં આવતી દલીલ જેવો જ છે, જેમાં કહેવામાં આવે છે કે “નાના લોકોને બહુ મોંઢે ન ચડાવવા, નહીંતર એ માથે બેસી જશે” અથવા “જો તમે ગરીબોને વધુ પડતા પૈસા આપશો તો તેમનું દિમાગ ખરાબ થઈ જશે અને તે કામ કરવાનું છોડી દેશે.”
મફત વસ્તુઓ આપવા સામે વાંધો ઉઠાવવાનું સાચું કારણ આ છેઃ એક જાણીતી વાર્તા છે. જ્યારે સિંહ જંગલમાં શિકાર કરે છે, ત્યારે શિયાળ તેની સાથે દોડે છે. શિયાળની લાલચ એ છે કે, જ્યારે શિકારથી સિંહનું પેટ ભરાઈ જશે ત્યારે એ વધેલાં શિકારમાંથી તેનું પેટ પણ ભરાઈ જશે. એકવાર સિંહ હરણ પર ત્રાટક્યો. પાછળ શિયાળ આવી રહ્યું હતું. લાંબી દોડ છતાં હરણ સિંહથી બચવામાં સફળ રહ્યું.

આ પણ વાંચોઃ કોણ છે ક્ષમા સાવંત, જેને મોદી સરકાર ભારત આવતા રોકી રહી છે?

Farmerશિયાળે કટાક્ષમાં સિંહને કહ્યું, “હુજૂર, તમે જંગલના સૌથી શક્તિશાળી રાજા છો. આ નાના એવા હરણે તમને કેવી રીતે હરાવ્યા?” સિંહે શિયાળ તરફ તિરસ્કારથી જોયું અને કહ્યું, “અરે મૂર્ખ! તને એટલી પણ ખબર નથી કે બંનેના દાવમાં ફરક છે. જો હું જીતી ગયો હોત તો તેનો જીવ જાત, પણ તે જીતી જાત તો તેને જિંદગી મળત. આનો જ વિપરીત તર્ક છે, “મરતા, ક્યા ન કરતા”. શોષણના પાયામાં જ છે દાવમાં રહેલું અંતર.

હકીકતમાં સમગ્ર વિશ્વમાં શ્રમની કિંમત નક્કી કરવામાં માલિકનું વર્ચસ્વ એટલા માટે હોય છે કારણ કે તેની જરૂરિયાત મૂડી વધારવાની હોય છે, જ્યારે મજૂરોની જરૂરિયાત પેટની આગ ઠારવાની હોય છે. પરિણામે તે દરેક પ્રકારના શોષણને સહતો રહે છે.

મફતની રેવડી, ખાસ કરીને પાંચ કિલો મફત અનાજ અથવા 17 રૂપિયા પ્રતિ દિવસની કિસાન સન્માન નિધિએ ગરીબોના પેટની આગ ઠારી છે, જે શોષણકારી વ્યવસ્થા નહોતી ઈચ્છતી. હવે તે ગરીબ લોકો તેમના શ્રમના મૂલ્યને લઈને થોડી સોદાબાજી કરવાની સ્થિતિમાં છે. તેનું પહેલું પગલું છે કે મારી મજૂરીનું મૂલ્ય વધારો અને યોગ્ય વળતર આપો, નહીંતર આપણે તો આ ચાદર ઓઢીને સૂતા. શોષણખોર વર્ગ આનાથી ઉશ્કેરાય છે અને તેને નકામા કહે છે. નવાઈની વાત એ છે કે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થાની ખુરશી પર બેઠેલા ન્યાયાધીશો પણ આ તર્ક દોષની જાળમાં ફસાઈ ગયા.

છેલ્લા બે દાયકાનો રેકોર્ડ દર્શાવે છે કે કૃષિમાં ટર્મ્સ ઓફ ટ્રેડ (ખર્ચ અને આવક વચ્ચેનો સંબંધ) નકારાત્મક રહ્યો છે. મજૂરીની કિંમત અંગે પણ આવી જ સ્થિતિ રહી છે. જરા વિચારો. જો શ્રમનું મૂલ્ય છેલ્લાં તમામ વર્ષોમાં નકારાત્મક રહ્યું છે, જ્યારે ખાનગી ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ હાઉસોની કમાણી વધતી ગઈ છે, તો મફતનું અનાજ મળતા ગરીબો શ્રમ પ્રત્યે ઉદાસિન બનશે કે પોતાની બાર્ગેનિંગ ક્ષમતા વધારશે?

આ પણ વાંચોઃજાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?

તો પછી ઉકેલ શું છે: ગ્રામીણ અર્થતંત્રમાં પણ, જો ખેડૂતને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળે, તો તે મજૂરને વધુ ચૂકવણી કરી શકશે નહીં. (જો કે, જાતઅનુભવ કહે છે કે, ગામડાના સવર્ણ ખેડૂતો કદી મજૂરોને એક કાણી પાઈ પણ વધારાની ચૂકવતા નથી.) ઘઉંના ભાવ વધવાથી મોંઘવારી વધે છે પરંતુ તેમાંથી બનેલા પીત્ઝાના ભાવમાં થતો વધારો ભદ્ર વર્ગને પરેશાન કરતો નથી. તેથી, એમ વિચારવું કે મફતમાં ચીજવસ્તુઓ, અનાજ વગેરે આપવાને બદલે ગરીબોને કામ કરવા માટે દબાણ કરવું જોઈએ અને તેમને સમાજના “મુખ્ય પ્રવાહનો ભાગ” બનાવવા જોઈએ અને “રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની તક” આપવી જોઈએ, તે ખામીયુક્ત છે.

જો છેલ્લા ૩૫ વર્ષથી, દર ૪૦ મિનિટે એક ખેડૂત-મજૂર આત્મહત્યા કરી રહ્યો છે અને દરરોજ ૧૫૦૦ ખેડૂત-મજૂરો ખેતી છોડીને શહેરોમાં રિક્ષા ચલાવવા અને દુકાનો ખોલવા માટે આવી રહ્યા છે. તેથી રોગના મૂળ સુધી જાઓ. જો શિયાળા, ઉનાળા અને ચોમાસામાં કરેલી તનતોડ મહેનત પણ જો બે ટંકના રોટલાંથી વધુ ન આપી શક્તિ હોય, તો જીવન પ્રત્યે ક્યા ઉત્સાહ સાથે તે મહેનત કરશે? સરકારી કર્મચારીની જેમ જો તેને પણ ઉંચો પગાર, સમયસર પગાર પંચ, મફત સારવાર, પેઇડ લીવ, LTC ની સુવિધા આપવામાં આવે તો તે પણ આપમેળે સમાજના મુખ્ય પ્રવાહમાં કૂદી પડશે.

જજ સાહેબ ભૂલી ગયા કે ખોટી આર્થિક નીતિઓને કારણે અમીર અને ગરીબ વચ્ચે સતત વધી રહેલી ખાઈમાં, ગરીબોને તેની આળસે નહીં પરંતુ એ સિસ્ટમે પરોપજીવી બનાવ્યા છે, જેમાં AIIMS ના અહેવાલ મુજબ, 77 ટકા નવજાત શિશુઓ (6-23 મહિના) ને લઘુત્તમ મળવાપાત્ર પોષક તત્વો મળતા નથી, અને તેના કારણે દરેક ત્રીજું બાળક કુપોષિત જન્મે છે.
મિ લૉર્ડ! તે ગરીબ વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે, તેના બાળકોને એ જ શિક્ષણ આપો જે તમારા પિતા (ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી) એ તમને આપ્યું હતું અને તમે તમારા બાળકોને આપ્યું છે.

WHO માને છે કે કુપોષિત બાળકોની જ્ઞાનાત્મક ક્ષમતા તેમના જીવનભર નબળી રહે છે, તેથી તેઓ માનસિક સ્પર્ધામાં પાછળ રહી જાય છે અને અને માત્ર શ્રમ વેચે છે. મફતની રેવડીઓમાં દોષ મૂળે શોષણખોરોનો છે. જેથી મફતની રેવડીઓનું રાક્ષસીકરણ કરવાને બદલે ગરીબોની સ્થિતિ સુધરે તેના માટે કંઈક વિચારો.

આ પણ વાંચોઃ દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x