દલિતો સાથે બનતી અતિગંભીર ઘટનાઓમાં પોલીસ કઈ હદે બેદરકારી દાખવે છે તેના તમે એકથી એક ચડિયાતા કિસ્સાઓ સાંભળ્યા હશે. જો કે, પરંતુ આ કિસ્સો જાણીને તમને પોલીસ અને કાયદો વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે. ઘટના કંઈક આવી બની છે. 26 સપ્ટેમ્બર 2025ના રોજ કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળના એક કેસમાં 16 આરોપીઓને સજા સંભળાવી હતી. કોર્ટે પોલીસને તમામ દોષિતોને પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. જોકે, જ્યારે ગાર્ડ તેમને કસ્ટડીમાં લેવા પહોંચ્યા ત્યારે બધા ગુનેગારો કોર્ટમાંથી ભાગી ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસે આખો મામલો 6 દિવસ સુધી દબાવી રાખ્યો હતો અને મૌન ધારણ કરી લીધું હતું. આ ઘટના દલિત અત્યારના કેસોમાં પોલીસ કેટલી બેદરકારી દાખવે છે તેનો સૌથી મોટો પુરાવો છે.
મામલો રાજસ્થાનના જોધપુરનો છે. અહીં દલિતવાસ સળગાવી દેવાના એટ્રોસિટી એક્ટ હેઠળના એક કેસમાં કોર્ટે તમામ દોષિતોને સજા સંભળાવી હતી. પરંતુ તમામ 16 દોષિતો કોર્ટમાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે આ મામલો 6 દિવસ સુધી છુપાવી રાખ્યો હતો અને મૌન ધારણ કરી લીધું હતું.
ભાગી ગયેલા તમામ 16 ગુનેગારોને SC ST કેસો માટેની ખાસ અદાલત દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને લગભગ 13 વર્ષ પહેલાં દલિતવાસ પર હુમલો કરવા, આગ લગાડવા, ગોળીબાર કરવા અને મિલકત અને કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચાડવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 18 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા
મીડિા રિપોર્ટ મુજબ, ઉદયમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ સીતારામ ખોજાએ જણાવ્યું હતું કે આ ઘટના 26 સપ્ટેમ્બરના રોજ બની હતી. સાંજે, કોર્ટ રીડર સંજય પુરોહિત પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે સજા સંભળાવ્યા પછી, કોર્ટે ગાર્ડ્સને બધા આરોપીઓને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્યારે ગાર્ડ તેમને કસ્ટડીમાં લેવા પહોંચ્યા ત્યારે તમામ 16 દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હતા.
સીતારામ ખોજાએ મીડિયા સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી કે 26મી તારીખે જ દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોર્ટ પાસેથી રેકોર્ડ માંગવામાં આવ્યા છે અને ઓર્ડર શીટ મળતાં જ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પડસાલા ગામના આ આરોપીઓનો કોર્ટમાંથી પુરો રેકોર્ડ મળ્યો નથી. તે આવ્યા બાદ જ આગળની તપાસ થઈ શકશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: નડિયાદમાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત 6 સામે એટ્રોસિટીની ફરિયાદ કરી
પાછલો કેસ શું હતો?
હકીકતમાં, 31 જાન્યુઆરી, 2012 ની રાત્રે, ઓસિયન શહેર નજીક પડસાલા ગામમાં 150-200 લોકોએ દલિતવાસ પર હુમલો કર્યો હતો. એ દરમિયાન આગચંપી અને ગોળીબાર થયો હોવાના અહેવાલ હતા, અને મિલકત અને કિંમતી વસ્તુઓને નુકસાન થયું હતું.
આ કેસ જોધપુરની સ્પેશ્યિલ SC/ST કોર્ટમાં પહોંચ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, પોલીસે તેની ચાર્જશીટમાં કુલ 19 આરોપીઓ સામે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. આમાંથી ત્રણ આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. કોર્ટે બાકીના 16 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને દરેકને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.
સજા સંભળાવતી વખતે, ખાસ ન્યાયાધીશ ગરિમા સૌદાએ જણાવ્યું હતું કે સજા હંમેશા ગુનાની ગંભીરતાના પ્રમાણસર હોવી જોઈએ અને પીડિત અથવા આરોપીના ધર્મ, જાતિ અથવા સામાજિક-આર્થિક સ્થિતિના આધારે નક્કી થવી જોઈએ નહીં. કોર્ટે તો તેનું કામ કરી દીધું પણ પોલીસની બેદરકારીને કારણે આ દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હતા. અને પોલીસે 6 દિવસ સુધી સમગ્ર મામલાને દબાવી રાખ્યો હતો. જેને લઈને પીડિતો પણ ચોંકી ગયા છે.
આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?











*પોલીસ પ્રશાસન હોવા છતાં જંગલ રાજ મોટા ભાગે વિકાસ પામ્યું રહ્યું છે, અંગ્રેજોના શાસનમાં ગુનેગાર ચમરબંધીઓ પણ કપડાંમાં પેશાબ કરવા માટે મજબૂર થતાં હતાં, તે ગુલામીનો સમય ભુલવો જોઈએ નહીં.