ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા

દલિત વરરાજાની જાનને ક્ષત્રિયોએ પોતાની હવેલીમાં ઉતારો આપ્યો. ઘોડીની લગામ પકડી રાખી વરરાજાને છેક મંડપ સુધી દોરી ગયા.
dalit groom

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક રાજ્યોમાં દલિત વરરાજાની જાન પર સવર્ણ હિંદુઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ખાસ કરીને દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણો હુમલો કરતા હોય છે. પરંતુ રાજસ્થાનના નાગૌરમાં ક્ષત્રિય સમાજના લોકોએ એક દલિત વરરાજાની જાનને અદ્દભૂત રીતે આવકારી હતી. ક્ષત્રિયોએ જાનને પોતાની હવેલીમાં ઉતારો આપ્યો હતો. એટલું જ નહીં તેમણે દલિત વરરાજાને પાઘડી પહેરાવી ઘોડી પર બેસાડી, તેની લગામ પકડી છેક લગ્ન મંડપ સુધી દોરી ગયા હતા.

રાજસ્થાનના નાગૌર જિલ્લાની ઘટના

ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખારિયા કલાન ગામની છે, જ્યાં સામાજિક સૌહાર્દનું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં ક્ષત્રિય સમાજના લોકોએ દલિત વરરાજાને આદરપૂર્વક આવકાર્યા હતા અને પોતાના હાથે વરરાજાને પાઘડી પહેરાવી ઘોડી પર બેસાડીને પૂરા માન સન્માન સાથે વરઘોડો કાઢ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોએ તેમના પૂર્વજોની હવેલીમાં દલિત વરરાજા અને આખી જાન માટે રહેવાની વ્યવસ્થા કરાવી હતી. જેમાં બધાં માટે રહેવા, નાસ્તા અને તૈયાર થવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વરરાજાની ઘોડીની લગામ પકડી લગ્ન સ્થળ સુધી દોરી ગયા

જોધપુરના રહેવાસી અજય સિંહ ખાંસીના લગ્ન ખારિયા કલાન ગામની નીતુ ખાંસી સાથે થયા હતા. અજય અને નીતુ દલિત સમાજના છે. સોમવાર, ૧૨ મેના રોજ જ્યારે જાન ખારિયા કલાન પહોંચી ત્યારે ગામના ક્ષત્રિય સમાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

dalit groom

આ પણ વાંચો:  દલિત વરરાજાની જાન પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ગામના છૈલુ સિંહ રાઠોડ, દરિયાવ સિંહ રાઠોડ અને નરપત સિંહ રાઠોડે વરરાજાને આવકાર્યા અને ઘોડીની લગામ પકડીને તેમને છેક લગ્ન સ્થળ સુધી દોરી ગયા હતા.

કન્યાને ચૂંદડી ભેટમાં આપી

વરરાજા અજયે કહ્યું, “ઘણીવાર દલિત વરરાજાના વરઘોડાને પોલીસ સુરક્ષા પૂરી પાડવી પડે છે અને તણાવનું વાતાવરણ રહે છે. પરંતુ અહીં રાજપૂતોએ ખુલ્લા દિલે અમારું સ્વાગત કર્યું અને અમારી ખુશીમાં પણ જોડાયા. દુલ્હન નીતુનું પરંપરાગત ચૂંદડી આપીને સ્વાગત કરવામાં આવ્યું.”

ક્ષત્રિયોએ કહ્યું – નીતુ અમારા ગામની દીકરી

આ પ્રસંગે ક્ષત્રિય સમાજના છૈલુ સિંહ રાઠોડે કહ્યું, “નીતુ અમારા ગામની દીકરી છે અને તેના લગ્ન અમારી સામૂહિક જવાબદારી હતી. અમારા ગામમાં કોઈ જાતિ ભેદભાવ નથી. અમે ભારતીયો એક પરિવારની જેમ રહીએ છીએ, આ અમારી સંસ્કૃતિ અને પરંપરા છે.”

dalit groom

ક્ષત્રિય સમાજના લોકોનો પ્રેમ જોઈને કન્યા નીતુ પણ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું, “આ મારા જીવનની સૌથી સુંદર અને સુખદ ક્ષણ છે. આ પ્રસંગ હું ક્યારેય ભૂલી નહીં શકું.”

એકતા અને ભાઈચારોનો સંદેશ

આ પ્રસંગે બુટીના આગેવાન કવિતા બિશ્નોઈ, પુખરાજ સેવડા, સામાજિક કાર્યકર રામજસ બિશ્નોઈ, પુનાસના પૂર્વ સરપંચ દરિયાવ સિંહ મેડતિયા, પૂર્વ સરપંચ છૈલુ સિંહ, વિક્રમ સિંહ મડતિયા, પૂર્વ નિવૃત્ત એસએચઓ મોહન સિંહ રાઠોડ, મહેન્દ્ર સિંહ, કરણ સિંહ અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: આ છે દલિતોને મળતા TOP 5 કાયદાકીય-બંધારણીય અધિકારો

4.2 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
1 year ago

*દલિત સમાજના લોકોએ સન્માનીય ક્ષત્રિય સમાજનું ગૌરવપૂર્ણ અભિનંદન કરવામાં કચાસ રાખવી જોઈએ નહિ…! ધન્યવાદ!

Soma parmar
Soma parmar
1 year ago

Dhanyavaad,,, Bapu,,,, Dhanyavaad,,, jai mataji,,,

2
0
Would love your thoughts, please comment.x
()
x