બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું
બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.
બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.
મેઘાલયની ઈસ્ટ જયંતિયા હિલ્સમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થતા 16 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. અનેક લોકો હજુ પણ ફસાયા છે.
દલિત સગીર વિદ્યાર્થીને કેટલાક યુવકોએ આંતરીને માર મારી વીડિયો બનાવી વાયરલ કરી દીધો. સગીરે સ્કૂલે જવાનું બંધ કરી દીધું.
કર્ણાટકના બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરી વીજળીના થાંભલે બાંધવાની અમાનવીય ઘટનામાં કોર્ટે 12 શખ્સોને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
મુંબઈ યુનિવર્સિટીના જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહને પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ન આવવા કહેવાયું.
મુંબઈના પ્રતિષ્ઠિત કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલમાં પ્રૉ. આનંદ તેલતુંબડેના જેલ સંસ્મરણો પરના પુસ્તકની ચર્ચા અચાનક પડતી મુકાતા વિવાદ સર્જાયો છે.
આસામના પહાડી જિલ્લા દિમા હસાઓમાં આદિવાસી જમીનોને કોર્પોરેટ હિતો માટે હસ્તાંતરિત કરવાનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. જિલ્લાના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્ય સરકાર અને ‘નોર્થ કછાર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ’ (NCHAC) પર બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલા રક્ષણને નેવે મૂકીને આદિવાસીઓની પરંપરાગત જમીનો … Read more
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
બિહારમાં UGC નિયમોના સમર્થનમાં તમામ પક્ષોના દલિત-OBC નેતાઓએ એક થઈને વિરાટ રેલી યોજી મનુવાદીઓનો વિરોધ કર્યો.
દલિત સગીર વિદ્યાર્થીની રેપ બાદ ગર્ભવતી થઈ ગઈ. બાળક જન્મતા બીકના કારણે તેને કચરામાં ફેંકી દેતા ઘટના પ્રકાશમાં આવી.