તમિલનાડુના પોરુર નજીક પોલીસે આજે RSS ના 40 કાર્યકરોની ધરપકડ કરી છે. RSS કાર્યકરો પર પરવાનગી વિના સરકારી શાળામાં પૂજા અને વિશેષ શાખા તાલીમ સત્રનું આયોજન કરવાનો આરોપ હતો. આ બાબતે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પોરુર નજીક 40 RSS સભ્યોની ધરપકડ કરી હતી, કારણ કે તેઓએ પૂર્વ પરવાનગી વિના અય્યપ્પનથંગલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુ પૂજા અને વિશેષ શાખા તાલીમ સત્રનું આયોજન કર્યું હતું.
અધિકારીઓએ આ આરોપ લગાવ્યો હતો:
આ કાર્યક્રમ સ્વયંસેવકો દ્વારા RSSના શતાબ્દી વર્ષની ઉજવણી માટે આયોજિત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સરકારી શાળાના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમ નિયમોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે કોઈ સત્તાવાર મંજૂરી મળી ન હતી.
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ
ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી
ભાજપે 40 RSS કાર્યકરોની પોલીસ દ્વારા કરાયેલી ધરપકડની નિંદા કરી છે. ભાજપના નેતા તમિલિસાઈ સુંદરરાજને કહ્યું કે પોલીસે RSS ના શતાબ્દી દિવસ વિજયાદશમી પર RSS કાર્યકરોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ કારણ કે આજે શુભ દિવસ છે.
RSS કાર્યકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી
ટી.સુંદરરાજને એમ પણ કહ્યું કે લગભગ 50-60 કાર્યકર્તાઓ એક ખેતરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે પોલીસે અચાનક તેમની ધરપકડ કરી હતી. બીજી તરફ, માફિયાઓ ખુલ્લેઆમ રસ્તા પર ફરે છે, તમિલનાડુમાં હત્યાઓ થઈ રહી છે, છતાં પોલીસે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે RSS કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરી રહી છે.
DMK સરકાર સામે આરોપ
ભાજપ નેતાએ કહ્યું કે તમિલનાડુમાં DMK સરકાર અસામાજિક અને અલગતાવાદી તત્વોને પ્રોત્સાહન આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ તત્વોને કડક રીતે નિયંત્રિત કરવા જોઈએ. પરંતુ જ્યારે RSS ની કૂચ થાય છે, ત્યારે પોલીસ તરત જ તેના પર હુમલો કરે છે અને ધરપકડ કરે છે.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?











Users Today : 1746