મહેસાણામાં એક ખાનગી કંપનીમાં ક્રેન વીજ વાયર સાથે અથડાતા 8 કામદારોને 11,000 વોલ્ટનો કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે 6 કામદારો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મંડાલીની ફેબ હિંદ કંપનીની ઘટના
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદ – મહેસાણા હાઇવે પર મંડાલી ગામે આવેલી ફેબ હિન્દ કંપનીમાં 14 સપ્ટેમ્બરે એક ક્રેન અચાનક ગતિમાં આવી ગઈ હતી અને ત્યાંથી પસાર થઈ રહેલા 11,000 વોલ્ટના વીજવાયરોને સ્પર્શી ગઈ હતી. એ દરમિયાન ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા આઠ જેટલા કામદારને વીજકરંટ લાગ્યો હતો, જેના CCTV સામે આવ્યા છે. ઘટનામાં બે કામદારનાં મોત નીપજ્યાં છે, જ્યારે છ ઘાયલ છે.
આ પણ વાંચો: ‘તમારી અહીં રહેવાની ઔકાત નથી, ઘર બદલી દો, બાકી મજા નહીં આવે’
ક્રેન સરકવા લાગતા તેને રોકવા દોડ્યા અને અકસ્માત થયો
ફેબહિંદ ફેક્ટરીમાં રવિવાર, તા. 14 સ્પટેમ્બરના રોજ બપોરે 4 વાગ્યાના અરસામાં કામદારો કંપનીમાં પડેલી ક્રેનને ચાલુ કરી રહ્યા હતા. ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગી અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલું બૂમ કંપનીમાં રહેલા વીજલાઇન સાથે અથડાતાં વીજલાઈનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
જે દરમિયાન 1100 વોલ્ટના વીજવાયરને સ્પર્શેલી ક્રેનને કામદારો ભેગા થઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન તેમને વીજકરંટ લાગ્યો હતો અને આઠ જેટલા કામદારો ત્યાં જ ઢળી પડ્યા હતા. એ બાદ ક્રેનને મહામહેનતે વીજકરંટથી દૂર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટનાના ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ચોકીદાર અને ક્રેન ઓપરેટરના મોત
કામદારો પૈકી ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુના મોત થયાં હતાં, જ્યારે બાકીના 6 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ ઘટના સમાચાર મળતાં નિરમા આઉટપોસ્ટના ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ ચૌધરી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ભાજપ સાંસદે કહ્યું, ‘આર્મસ્ટ્રોંગ નહીં, હનુમાનજી પહેલા અંતરિક્ષયાત્રી હતા’













Users Today : 1747