તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો

તાંત્રિક વિધિની આડમાં તાંત્રિકે 85 વર્ષની દલિત મહિલા પર તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો. તાંત્રિક ફરાર. બે આરોપી ઝબ્બે.
old Dalit woman raped

એકબાજુ દેશભરમાં યુજીસીના નવા સમાનતા બિલને લઈને હોબાળો મચેલો છે, ત્યારે આજે દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 85 વર્ષની દલિત મહિલા પર તાંત્રિક વિધિ માટે તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ થતા હોબાળો મચી ગયો હતો. પોલીસે તરત પગલાં લઈને આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરી છે, જ્યારે તાંત્રિક ફરાર છે અને તેની શોધ હજુ ચાલુ છે.

ઘટના રાજસ્થાનના ભરતપુર જિલ્લાની છે. અહીંના ખેરલી મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તાંત્રિકે ધોળા દિવસે એક વૃદ્ધ દલિત મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાએ રાડો પાડતા તેના પરિવારને આખી ઘટનાની જાણ થઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં આરોપી મોટરસાઇકલ પર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટના બાદ, વૃદ્ધ મહિલા ગંભીર હાલતમાં હતી અને તેને બ્લિડીંગ શરૂ થઈ ગયું હતું.

આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’

બદનામીના ડરથી પરિવારે વૃદ્ધાને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાને બદલે નજીકના જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી. મોડી સાંજે, ખેરલી મોડ પોલીસ સ્ટેશનને આ જઘન્ય ગુનાની જાણ કરવામાં આવી. માહિતી મળતાં, હેડક્વાર્ટર ASP ધર્મેન્દ્ર યાદવ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસે વૃદ્ધાની તબીબી તપાસ કરાવી અને અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા તેના 90 વર્ષીય પતિ સાથે ઘરે હતી. તબીબી દવાની અસરને કારણે પતિ ગાઢ નિંદ્રામાં હતો. નજીકમાં કેટલાક બાળકો પણ રમી રહ્યા હતા, પરંતુ કોઈએ ઘટના પર ધ્યાન આપ્યું નહીં.

આ પણ વાંચો: આ છે વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન

પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી

વૃદ્ધાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે તેને ઓળખવામાં મુશ્કેલી પડી રહી હતી. તેના આધારે, પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરા અને અન્ય ટેકનિકલ પુરાવાઓનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી હતી. પીડિતાના વર્ણન અને અન્ય સંકેતોના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

પોલીસનું શું કહેવું છે?

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ કેસમાં એક તાંત્રિક એંગલ બહાર આવ્યો છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી યુવક અને તેના પિતા અલવર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા તાંત્રિકની શોધમાં રેડ પાડી રહી છે. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x