દલિત યુવકને પોલીસ પકડી ગઈ, બે દિવસ પછી સીધી લાશ મળી

પોલીસનું કહેવું છે કે યુવકે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં આત્મહત્યા કરી લીધી છે. પણ યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે તેને માર માર્યો તેના કારણે તેનું મોત થઈ ગયું છે.
dalit police custody death

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં મોતને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ઘટના બાદ યુવકના પરિવારજનો અને ગામલોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ભારે હોબાળો મચાવ્યો. મૃતક યુવકની તેના ગામની એક છોકરીનું જાતીય શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે યુવકે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન તેને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

આ ઘટના આઝમગઢના તરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આઝમગઢના એસએસપીએ કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં પોલીસની બેદરકારી સામે આવી છે. તેથી પોલીસ સ્ટેશનના વડા, સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

મામલો શું હતો?

રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવકને ગામની એક છોકરી સાથે ‘સંબંધ’ હતો. યુવતીના પરિવારે તરવા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે યુવકની ધરપકડ કરી હતી. છેલ્લા બે દિવસથી યુવકની પૂછપરછ ચાલી રહી હતી, પરંતુ બાદમાં પોલીસ સ્ટેશનમાં જ તેના મોતના સમાચાર આવ્યા. પોલીસનું કહેવું છે કે યુવક 30 માર્ચની મોડી રાત્રે ‘ટોઇલેટ’ ગયો હતો, પરંતુ લાંબા સમય સુધી પાછો ફર્યો નહીં. જ્યારે પોલીસે ત્યાં જઈને જોયું તો ખબર પડી કે તેણે આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો:  જો બંધારણ ન હોત તો આ અધિકારો આપણને ક્યારેય ન મળ્યાં હોત

યુવકના પરિવારને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ આસપાસના ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે કથિત રીતે અનેક સ્થળોએ પોલીસ સ્ટેશન અને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે યુવકને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હતો અને તે પછી તેના મૃતદેહને ગાયબ કરી દેવામાં આવ્યો હતો. પરિવારજનોનો દાવો છે કે પોલીસે જાણી જોઈને મૃતક યુવકને માર માર્યો હતો જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોએ યુવકના મૃતદેહની તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી મૃતદેહની તપાસ નહીં થાય ત્યાં સુધી તેઓ ઘટનાસ્થળે જ રહેશે અને વિરોધ ચાલુ રાખશે.

આ પણ વાંચો: ઉર્વશી શ્રીમાળીના કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ કેમ ન માંગ્યા?

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
11 months ago

*દલિત! દલિત! બસ, દલિત સિવાય કોઈ ધંધો જ નથી!
જ્યાં જોવો ત્યાં આત્મહત્યા કે બળાત્કાર, જવાબદારી
અને પ્રમાણિકતાથી કોઈ કામ કરવા તૈયાર જ નથી!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x