ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગઃ 17નાં મોત

Deesa Fire

Deesa firecracker factory Fire: બનાસકાંઠાના ડીસા(Deesa)માં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી (firecracker factory) અને ગોડાઉનમાં ભીષણ આગ (Massive fire) ફાટી નીકળતાં 17 મજૂરોનાં મોત (17 dead) થયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા ફેક્ટરીનો માલિક ફરાર થઇ ગયો છે. જ્યારે વહીવટીતંત્રે મૃતક મજૂરોની ઓળખની કામગીરી શરુ કરી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ડોક્ટરોએ દાખલ ન કરતા દલિત આધેડનું બાંકડા પર જ મોત?

પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા.

મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 35 ટકા લોકોના મોત હેલ્મેટ ન પહેર્યું હોવાથી થયા

Deesa Fire

મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લીધી છે. જો કે, આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, 17 જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજે (1 એપ્રિલે) સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફેક્ટરીમાં કામ કરતાં મજૂરોના પરિવારો પણ અહીં રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આ પણ વાંચોઃ Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ

Deesa Fire

ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ દલિત યુવકને પોલીસ પકડી ગઈ, બે દિવસ પછી સીધી લાશ મળી

મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x