ગુજરાત સહિત દેશભરમાં 14મી એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકર(Dr.Ambedkar)ની 134મી જન્મજયંતિ (dr. ambedkar jayanti 2025)નિમિત્તે વિવિધ કાર્યક્રમો, રેલીઓ, ભીમ સંધ્યા, ભીમ ગરબા, કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેટલીક જગ્યાએ ડો.આંબેડકરની પ્રતિમાઓનું પણ અનાવરણ કરાયું હતું.
જો કે અમદાવાદના વેજલપુરમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો વચ્ચે એક અતિ મહત્વના એવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ(Free medical camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં બહુજન સમાજે લાભ લીધો હતો.
આ પણ વાંચોઃ મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું
અમદાવાદની Smt. SMS મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ ફ્રી મેડિકલ ચેકઅપમાં ફિઝિશિયન, મેડિસિન, ચામડીના રોગો, આંખના રોગો, હાડકાંના રોગો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કાન-નાક-ગળાના રોગો, જનરલ સર્જરીના રોગોની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ વિષય પર પરિસંવાદ યોજાયો
આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર અને મેડિસિન વિભાગના ડૉ. દીપક સોલંકીના સહયોગ થકી સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી