સુરત (surat) શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભાજપ(bjp)ના વોર્ડનો મહામંત્રી (General Secretary) આદિત્ય ઉપાધ્યાય (Aditya Upadhyay) 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. અહીં પહેલેથી આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો. જ્યાં બન્નેએ વારાફરતી યુવતી પર દુષ્કર્મ (Gang-Rape) ગુજાર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ભાજપના વોર્ડ મહામંત્રીએ યુવતી પર ગેંગરેપ કર્યો
આ કેસની મળતી માહિતી મુજબ, સુરતના વેડરોડની રહેવાસી 23 વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં ગઈ હતી. ત્યારે ત્યાં તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી. આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ શહેર ભાજપ SC મોરચો ચાની કીટલીએથી ચાલે છે!
કારમાં કેફી પીણું પીવડાવી બેભાન કરી હોટલમાં લઈ ગયો
આદિત્યએ યુવતીને કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું, જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આદિત્ય ઉપાધ્યાય યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પહેલેથી હાજર હતો. અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચોઃ બેકરીનું નામ ‘કરાચી’ હોવાથી ભાજપ કાર્યકરોએ તોડફોડ કરી
યુવતીએ ભાનમાં આવતાં પોલીસને જાણ કરી
ગેંગરેપ કર્યા બાદ બંને આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. સુરત પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે. બંને સામે સખત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાજપના બે ધારાસભ્યોએ પુત્રના હસ્તે શાળાનું ખાતમૂહુર્ત કરાવ્યું
આરોપી ભાજપનો નેતા હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો
સમગ્ર કેસમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
આ પણ વાંચોઃ દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું
ભાજપના લોકો બેટી બચાવોના નારાઓ આપે છે અને તેમના જ નેતાઓ-કાર્યકરો ગેંગરેપ જેવા આરોપોમાં સપડાય છે. ત્યારે લોકોમાં ચર્ચા ઉઠી છે કે બેટી કોનાથી બચાવવાની છે, ભાજપના કાર્યકરો-નેતાઓથી કે બીજા કોઈથી?
હાલ સુરત પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?