જાતિવાદને ક્યારે કઈ વાતે વાંકુ પડી જાય તે કહી શકાય તેમ નથી. દલિત સમાજની કોઈ વ્યક્તિ પોતાના ખર્ચે કોઈ પ્રસંગ સારી રીતે ઉજવે તેની પણ જાતિવાદીઓને બળતરા થતી હોય છે. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ. જેમાં એક દલિત યુવતીના લગ્ન મેરેજ હોલમાં રાખ્યા હોવાથી જાતિવાદી તત્વોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દલિત પરિવારના 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પીડિત પરિવારે 4 લોકો સામે નામજોગ અને 20 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી એકેય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
ઘટના જાતિવાદ અને ગુંડાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીં બલિયા જિલ્લાના રસડા શહેરમાં એક મેરેજ હોલમાં ચાલી રહેલા એક દલિત દીકરીના લગ્ન સમારંભમાં જાતિવાદી તત્વોએ હુમલો કરી દીધો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના અંગે રસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે અમન સાહની, દીપક સાહની, રાહુલ અને અખિલેશ સહિત લગભગ 15-20 અજાણ્યા લોકોએ મિશન રોડના રહેવાસી રાઘવેન્દ્ર ગૌતમના લગ્ન સમારોહ પર રાત્રે લગભગ 10:30 વાગ્યે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલાખોરો લાકડીઓ, સળિયા અને પાઇપથી સજ્જ હતા અને અપશબ્દો બોલી વાંધો ઉઠાવી રહ્યા હતા કે “દલિત જાતિના થઈને મેરેજ હોલમાં લગ્ન રાખવાની તમારી હિંમત કેવી રીતે થઈ?”
જાતિવાદી તત્વોએ મેરેજ હોલમાં પહોંચી જઈને તોફાન મચાવીને લગ્ન સમારંભમાં હાજર મહેમાનો પર હુમલો કર્યો હતો. જેમાં અજય કુમાર અને મનન કાંત નામના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન આરોપીઓ હજારની રોકડ સાથે મોબાઇલ ફોન લઈને ભાગી ગયા હતા.
પોલીસ અધિકારી વિપિન સિંહે જણાવ્યું હતું કે રાઘવેન્દ્ર ગૌતમની ફરિયાદના આધારે અમન સાહની, દીપક સાહની, રાહુલ, અખિલેશ અને 20 અજાણ્યા લોકો સામે IPCની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જો કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ૧૨ વર્ષની દલિત છોકરી પર આચાર્યની કેબિનમાં ગેંગરેપ
આવાં ક્રુર આતંકવાદી સંગઠનો થીં પોલીસ અને સરકાર કેમ ડરે છે?
આવાં આતંકવાદી ઓને મિલેટરી નાં હવાલે કેમ નથી કરતા?