ધો.10માં 99 ટકા લાવી 3 દલિત દીકરીઓ બોર્ડ ટોપર બની

ધો.10ની બોર્ડની પરીક્ષામાં દલિત સમાજની ત્રણ દીકરીઓએ 99 ટકા મેળવીને ટોપ 10માં સ્થાન મેળવી મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.
rajasthan board topper dalit girls

મનુવાદી તત્વોનો જીવ બળીને રાખ થઈ જાય એવા સમાચાર ગુજરાતના પડોશી રાજ્યમાંથી સામે આવ્યા છે. રાજસ્થાનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટોપ 10માં દલિત સમાજની ત્રણ દીકરીઓએ 99 ટકા માર્ક્સ મેળવીને સ્થાન મેળવ્યું છે. આમ ટોપ 10માં 3 દીકરીઓ તો દલિત સમાજની છે. આ સમાચારથી સમગ્ર રાજસ્થાનના દલિત સમાજમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

હવે એ સમય ગયો જ્યારે સ્ત્રીઓ પોતાનું આખું જીવન ચાર દિવાલોમાં વિતાવતી હતી. પહેલા તેઓ પિતા, પછી પતિ અને પછી પુત્ર પર આધાર રાખતી હતી. મનુસ્મૃતિ જેવા મહિલા વિરોધી પુસ્તકોના નિયમો હેઠળ તેઓ દબાયેલી રહેતી હતી. તેમને ન તો ભણવાનો અધિકાર હતો, ન તો સમાજમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલવાનો. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અને આ સમાચાર તેનો પુરાવો છે.

બોર્ડની પરિણામમાં ટોપ 10માં દલિત સમાજની ત્રણ દીકરીઓ

હાલમાં જ રાજસ્થાનમાં ધો.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટોપ 10માં દલિત સમાજની 3 દીકરીઓએ 99 ટકા માર્ક્સ મેળવીને છાકો પાડી દીધો છે. આ દીકરીઓના નામ છે ચંચલ જાટવ, દીપિકા જાટવ અને રિદ્ધિમા ઘારુ. આ ત્રણેય દીકરીઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને રાતદિવસની મહેનત કરીને આ સફળતા મેળવી છે.

riddhima gharu rajasthan topper
રિદ્ધિમા ઘારુ તેની માતા સાથે

ચંચલ જાટવ, દીપક જાટવ અને રિદ્ધિમા ઘારુએ મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે. આ ત્રણેય છોકરીઓએ 10મા ધોરણની પરીક્ષામાં ટોપ કરીને સમગ્ર રાજસ્થાનમાં દલિત સમાજનું ગૌરવ વધાર્યું છે.

ચંચલ જાટવે 100 માંથી 99.67 ટકા માર્ક્સ મેળવ્યા

રાજસ્થાનના ડીગની રહેવાસી ચંચલ જાટવે 10મા ધોરણની પરીક્ષામાં સમગ્ર રાજસ્થાનમાં બીજો ક્રમ મેળવ્યો છે. તેના સિવાય 9 વિદ્યાર્થીઓ 99% ગુણ સાથે બીજા સ્થાને છે પરંતુ ચંચલ જાટવે 99.83% ગુણ મેળવીને સમગ્ર રાજસ્થાનમાં બીજો ક્રમ મેળવ્યો છે.

આ પણ વાંચો:  GPSCએ જે યુવતીને ફેઈલ કરી તેણે UPSCમાં ૮૨મો રેન્ક મેળવ્યો

જ્યારે ભરતપુરની રહેવાસી દીપિકા જાટવે ધો. 10ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૬૭% ગુણ મેળવીને સમગ્ર ભરતપુર જિલ્લામાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ભીલવાડાની રહેવાસી અને વાલ્મીકી સમાજમાંથી આવતી રિદ્ધિમા ઘારુએ ૯૩.૩૩% ગુણ મેળવીને માત્ર ભીલવાડાને જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજને ગૌરવ અપાવ્યું છે. કમનસીબી એ છે કે, આટલી જોરદાર સફળતા મેળવનાર આ દીકરી વિશે મીડિયામાં બહુ ઓછી વિગતો પ્રકાશિત થઈ છે. જેના કારણે તેનો ફોટો પણ માંડ માંડ ઉપલબ્ધ છે.

દલિત દીકરીઓએ પોતાની ક્ષમતા સાબિત કરી

આ ત્રણેય દલિત દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે કે જે સમાજ સદીઓથી દબાયેલો હતો, જેમના ગળામાં કુંડુ અને કમર પર ઝાડુ બાંધવામાં આવતું હતું, જેના હાથમાં ઝાડુ પકડાવી ગટર સાફ કરાવાતી હતી, તે સમાજના બાળકો અત્યંત ગરીબ પરિસ્થિતિ વચ્ચે પણ તક મળે ત્યારે પોતાની પ્રતિભા સાબિત કરી બતાવે છે. મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરના આ સંતાનોના હાથમાં જ્યારે જ્યારે પણ કલમ આવી છે ત્યારે ત્યારે તેમણે ઈતિહાસ બદલી નાખ્યો છે.

ચંદ્રશેખર આઝાદે વીડિયો કોલ કરી અભિનંદન પાઠવ્યા

આ સમાચાર સામે આવ્યા બાદ ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે ચંચલ જાટવ અને દીપિકા જાટવ સાથે વીડિયો કોલ પર વાત કરી અને બંનેને અભિનંદન આપ્યા હતા. આ બંને વીડિયો આઝાદ સમાજ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યા હતા. બંને દીકરીઓના પરિવારજનો અને સમાજના લોકો તેમને પાઘડી અને ફૂલહારથી સન્માનિત કરી રહ્યા છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે બંને દીકરીઓ સાથે વાતચીતમાં કહ્યું કે, અમે ત્રણ-ચાર પ્રયાસમાં એટલા માર્ક્સ મેળવી શક્યા ન હોત જેટલા તમે એક પ્રયાસમાં મેળવ્યા છે. જેના પર બંને દીકરીઓએ ખૂબ મજા આવી હતી.

બંને દીકરીઓ આઈએએસ બનવા માંગે છે

ચંચલ અને દીપિકા જાટવે પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરને આપ્યો છે. તેમનું કહેવું છે કે, ડો.આંબેડકરમાંથી જ તેમને ભણવાની પ્રેરણા મળી હતી. ચંચલ અને દીપિકાએ IAS બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચંદ્રશેખર આઝાદે બંનેને તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રની 1084 ફરિયાદો મળી

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x