ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા

દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
dalit murder case jaunpur

જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના જૌનપુર જિલ્લાના ચિતૌડી ગામે આજે બપોરે 12 વાગ્યે ભરબજારમાં એક દલિત યુવકની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. આ ઘટના પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મૃતક દલિત યુવકના મૃતદેહને ખાટલા પર લાદીને પિકઅપ વાહનમાં લઈ જવામાં આવી રહ્યો છે. આ વીડિયોએ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

મામલો શું હતો?

આ ઘટનાની મળતી માહિતી મુજબ, મયંક ગૌતમ નામનો દલિત યુવક કોઈ કામ માટે ઘરેથી નીકળ્યો હતો, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી મયંકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગુનો કર્યા પછી હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ તેજી બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ પહોંચી ત્યાં સુધી કોઈ એમ્બ્યુલન્સ કે શબવાહિની ઘટનાસ્થળે હાજર નહોતી. જેના કારણે પોલીસ યુવકના મૃતદેહને ખાટલામાં નાખીને હોસ્પિટલ લઈ ગઈ હતી.

dalit murder case jaunpur

યુવકના મૃતકને ખાટલામાં મૂકી પિકઅપ વાહનમાં લઈ જવાયો

પોલીસની આવી બેદરકારીને કારણે સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા. પોલીસ દ્વારા ન તો ઈમરજન્સી સુવિધા પૂરી પાડવામાં આવી હતી, કે ન તો મૃતદેહને લઈ જવા માટે કોઈ સરકારી વાહન બોલાવવામાં આવ્યું હતું. જેના કારણે મૃતક યુવકના પરિવાર અને ગ્રામજનોએ મળીને યુવકના મૃતદેહને ખાટલા પર મૂકીને પિકઅપ વાહનમાં રાખીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની ફરજ પડી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પોલીસકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને જોતા દેખાય છે.

આ પણ વાંચો: 200 પોલીસની સુરક્ષા વચ્ચે બે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

યુપીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ સર્જાયા

આ ઘટનાએ માત્ર કાયદો અને વ્યવસ્થા પર જ પ્રશ્નો ઉભા કર્યા નથી, પરંતુ તે ટેકનિકલી રીતે હાઇટેક બની ગયેલી પોલીસ વ્યવસ્થા જાળવવામાં હજુ પણ જમીની સ્તરે કેટલી લાચાર છે તેનો પણ ચિતાર આપે છે. આ ઘટના ઉત્તરપ્રદેશ પોલીસ દલિતોના મામલામાં કેટલી હદે નિષ્ઠુર અને નિર્દયી બનીને કામ કરે છે તેનું પણ ઉદાહરણ છે.

યુવકની હત્યાના કારણોની તપાસ શરૂ કરાઈ

જૌનપુરની તેજી બજાર પોલીસનું કહેવું છે કે દલિત યુવકની હત્યા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હુમલાખોરોને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને શંકાસ્પદોની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી

એસપી જૌનપુરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મયંક ગૌતમની હત્યાથી પરિવારના સભ્યોમાં હોબાળો અને ગ્રામજનોમાં ગુસ્સો ફેલાયો છે. તેઓ વહીવટીતંત્ર પાસે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત

4 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x