વાસણાના જય ભીમ ટ્યુશન કલાસીસ ખાતે ‘બહુજન ક્રાંતિ કસોટી’ યોજાઈ

ગુપ્તાનગરમાં ચાલતા નિઃશુલ્ક જય ભીમ ટ્યુશન ક્લાસીસમાં બહુજન નાયકોના જીવન પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી.
vasana ahmedabad news

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં ચાલતા નિઃશુલ્ક જય ભીમ ટ્યુશન કલાસીસ ખાતે બહુજન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો. આ ક્લાસીસના સંસ્થાપક અને સામાજિક-શૈક્ષણિક કાર્યોમાં સદાય અગ્રેસર એવા રામજીભાઈ રાઠોડ તેમજ રાજેન્દ્ર પરમાર સાહેબ, ઇન્કમટેક્ષ ઓફિસરના વડપણ હેઠળ જય ભીમ ટ્યુશન ક્લાસીસમાં બહુજન મહાનાયકો અને બંધારણ વિશે જાગૃતિ આવે તે માટે યોજાયેલ કસોટીમાં મેળવેલ માર્કના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર અને આ પરીક્ષામાં ભાગ લીધો હોય તેવા તમામ વિધાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

vasana ahmedabad news

આ સન્માન સમારોહ અગાઉ ધોરણ ૫ થી ૧૦ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (1) બહુજન ક્રાંતિ કસોટી (2) સંવિધાન પરખ પરીક્ષા નામે બે કસોટી યોજવામાં આવી હતી.

બહુજન સમાજના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યાં

વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા ડો. બાબાસાહેબના ફોટાને દીપ પ્રગટાવી, ફુલહાર કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રના અતિથિ વિશેષ તરીકે શ્રી વિજય સોયેન્તર સાહેબ, ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમટેક્સ, ડો. મિતાલી સમોવા, મહિલા અધિકાર મંચ, શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ-ઇન્કમટેક્સ અધિકારી, કાંતિભાઈ પરમાર-આરટીઈ એટક્ટિવિસ્ટ, પ્રેમજીભાઈ દાફડા-મેઘવાળ ન્યૂઝ વગેરેએ ખાસ હાજરી આપી હતી.

વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

કાર્યક્રમની શરૂઆતમાં રાજેન્દ્ર પરમાર સાહેબે બાળકોને અમૂલ્ય શીખ આપી હતી કાંતિભાઈ પરમારે સંવિધાન વિશે સમજ આપી હતી, વિજેન્દ્ર સોયેન્તર સાહેબ તેમજ ડો. મિતાલીબેને મહાપુરુષોના જીવનથી બાળકોને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમમાં શિક્ષણની સાથે સાથે મહાનાયકોના જીવન, જનરલ નોલેજ ટેસ્ટ અને સંવિધાન પરખની પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમા યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  ‘Dhadak 2’ માંથી CBFC એ જાતિવાદ દર્શાવતા 16 દ્રશ્યો હટાવ્યા

જય ભીમ ટ્યુશન કલાસીસ ખાતે યોજવામાં આવેલ પરિક્ષામાં ભાગ લઇને સૌથી વધારે ગુણ મેળવનાર  પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ટ્રોફી અને ભેટ, પ્રથમ દસ વિદ્યાર્થીઓને સ્પેશિયલ ગિફ્ટસ તેમજ પરીક્ષા આપનાર બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને પણ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ પ્રથમ ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો દ્વારા મોમેન્ટ-શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુપ્તાનગરમાં જય ભીમ ટ્યુશન ક્લાસીસની કામગીરીની સુવાસ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ ગુપ્તાનગર ખાતે જય ભીમ કલાસીસમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણની સાથે ઉચ્ચ જીવન આદશોઁને જાળવી રાખવાની રીતો પણ શીખવવામાં છે તથા બાળકોમાં રહેલી આંતરિક શકિતને બહાર કાઢી તેમનામાં વિશ્વાસ ઉભો થાય તે માટેના રાષ્ટ્રીય તહેવારોના દિવસે તેમજ અન્ય દિવસોમાં કાર્યક્રમ કરવામાં આવે છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના બાળકો સંવિધાન અને આપણા મહાનાયકો વિશે માહિતગાર બની જાગૃત બની ભવિષ્યના સારા નાગરિકો બની તેમનો ભવિષ્ય ઉજવળ કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું?

વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવાના આ કાર્યકમમાં જય ભીમ કલાસીસના શિક્ષકગણ દેવરાજભાઈ રાઠોડ, મહેશભાઈ પરમાર, દેવાંશી રાઠોડ તેમજ સ્થાનિક સમાજ સેવક ભરતભાઈ પરમાર, દેવશીભાઈ માધડ, જેસિંગભાઈ ખુમાણ, ગોવિંદભાઈ મકવાણા, જયેશભાઈ સોલંકી, વિનુભાઈ શુક્લ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જય ભીમ કલાસીસના શિક્ષકગણ, વાલીઓ તેમજ સમાજ સેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ-કાંતિલાલ પરમાર)

આ પણ વાંચો: દલિત શખ્સે RTI કરતા સરપંચ પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandipkumar Mukeshbhai Parmar

શિક્ષિત બનો ના નારાને ખૂબ જ અસરકારક રીતે અમલીકરણ કરી રહ્યા છે.
જય ભીમ 💙

Gyan
Gyan
16 days ago

Great work

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
2
0
Would love your thoughts, please comment.x
()
x