Dalit News: શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ઉત્તર ભારતમાં હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય વધે તે પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના અહીંના મુરાદાબાદમાં બની છે. જ્યાં એક ઈ રિક્ષાચાલક દલિત યુવકને ભજન વગાડવા બદલ કેટલાક મુસ્લિમ યુવકોએ માર મારી ઘાયલ કરી દીધો. આરોપીઓ મુસ્લિમ સમાજના હોવાથી તરત જ હિંદુત્વવાદી સંગઠનોએ મામલો ઉપાડી લીધો અને દલિત યુવકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી જઈ કાર્યવાહીની માંગણી સાથે હોબાળો મચાવ્યો.
25 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો
સામાન્ય રીતે દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં સવર્ણ હિંદુ જાતિના લોકો આરોપીઓ હોય છે. એવી ઘટનામાં પોલીસ દલિતો પીડિતોની ફરિયાદ નોંધતી નથી. પરંતુ આ કેસમાં આ કેસમાં આરોપીઓ મુસ્લિમ હોવાથી અને હિંદુત્વવાદી સંગઠનોનો ટેકો હોવાથી પોલીસે તરત એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસે 5 લોકો સામે નામજોગ અને અન્ય 20 અજાણ્યા આરોપીઓ સામે ખૂની હુમલો, SC-ST એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ભજન વગાડવા મુદ્દે બબાલ થઈ
મળતી માહિતી મુજબ, બિલારી પોલીસ સ્ટેશનના રૂસ્તમનગર સહસપુરના જાટવાનનો રહેવાસી અંકિત ઉર્ફે છોટુ ઈ-રિક્ષા ચલાવે છે. અંકિતના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે, તે પોતાની ઈ-રિક્ષા ચાર્જિંગ પર મૂકવા જઈ રહ્યો હતો. ઈ-રિક્ષામાં ભજનો વાગી રહ્યા હતા. એવો આરોપ છે કે, જ્યારે તે સાબીર ચોક પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ ઈ-રિક્ષા રોકીને તેને અહીં ભજન ન વગાડવા કહ્યું. અંકિતે કહ્યું કે, આ કોઈ ખરાબ ગીત નથી, ભજન છે અને તેને વગાડવામાં શું વાંધો છે. આટલું કહીને તે આગળ વધ્યો.
આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો
અંકિતના કહેવા મુજબ, જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે ભૂરા, સમીર, ઉસ્માન, અઝીમ, નૂર રહેમાન અને તેના 15-20 સાથીઓએ તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ જાતિસૂચક અપશબ્દો બોલી તેને માર માર્યો હતો. એવો આરોપ છે કે તેમણે તેનું ગળું દબાવીને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં ધમકી આપીને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા.
હિંદુત્વવાદી સંગઠનો રાજકીય લાભ લેવા પહોંચી ગયા
શુક્રવારે જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે હિન્દુત્વવાદી સંગઠનના લોકો રિક્ષા ચાલક અંકિત ઉર્ફે છોટુ સાથે બિલારી પોલીસ સ્ટેશન પહોંચ્યા. બધાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી અને અંકિત વતી ફરિયાદ આપવામાં આવી. આ સંદર્ભે, પોલીસ સ્ટેશનના અધિકારી બિલારી અશોકકુમાર સિંહે જણાવ્યું કે અંકિત ઉર્ફે છોટુની ફરિયાદના આધારે, પાંચ લોકો સામે નામજોગ અને 15-20 અજાણ્યા આરોપીઓ સામે હુમલો, ખૂની હુમલો SC-ST Act એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત