બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વેકરી પ્રાથમિક શાળામાં ગઈકાલે બાળકોને સાંજના સમયે ભોજન આપવામાં આવ્યું હતું. જેને લઇ બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી હતી. પરિસ્થિતિ ખરાબ થતાં શિક્ષકો તેમજ ગામના અન્ય લોકો તાકીદે બાળકોને લઈ માંકડી સામૂહિક આરોગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાં 30 ઉપરાંત વિદ્યાર્થીઓને આ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં એક વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને રિફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં
સમગ્ર ઘટના મામલે વાયુવેગે સમાચાર ફેલાતા આજે બપોરે દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા મામલતદાર બી સી બારોટ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કિરણ ગમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી જે ડી રાવલ તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. હજુ કોઈને વધી જરૂરિયાત જણાય તો આગળ મોકલવા પણ જણાવાયું હતું.
હાલનાં તબક્કે કેટલાક બાળકોને રજા આપવામાં આવી છે અને 15 ઉપરાંત બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શાળાઓમાં ચાલતા મધ્યાન ભોજનમાં ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત જાણી રહી છે. કોઈ પણ વસ્તુ વાનગી બનાવતા પહેલા અનાજ કે દાળ સડેલું ન હોય તેની પણ ખાસ તકેદારી રાખવી જરૂરી બની છે.
જ્યારે જે વાનગી બનાવતી હોય તે જગ્યા સાફ-સુથરી અને મચ્છર ન આવતા હોય તેવી જગ્યાએ બનાવી જોઈએ. જેથી કરીને કોઈ પણ જીવજંતુ રાંધેલા વાનગીમાં પડે નહીં, નહીં તો જો આ તકેદારી નહીં રાખવામાં આવે તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: ‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’