ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાને 78 વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી દેશમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોમાં જરાય કમી આવી નથી. ઉલટાનું જાતિવાદી તત્વો સત્તામાં વધુને વધુ મજબૂત થતા દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધી છે. એટ્રોસિટીનો મજબૂત કાયદો પોલીસ ખાતામાં બેઠેલા જાતિવાદી તત્વોએ નબળો પાડી દીધો છે. જાતિવાદી તત્વો દલિતો પર ભયાનક અત્યાચાર કર્યા પછી પણ આસાનાથી છુટી જાય છે. પરિણામે અન્ય જાતિવાદી તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ દલિતો પર અત્યાચાર કરવામાં માનવતાને શરમાવે તેવા કૃત્યો કરતા ખચકાતા નથી.
આવી જ એક શરમજનક ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે. અહીંના મૈનપુરમાં એક દલિત દંપતીને જાતિવાદી તત્વોએ ઢોર માર મારીને જૂતામાં પેશાબ ભરીને પીવા માટે મજબૂર કર્યું હતું. આરોપીઓએ દલિત દંપતીને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું. દલિત દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
દલિત દંપતી ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યું
ગઈકાલે કલેક્ટર કચેરીએ પહોંચેલા પીડિત દંપતીએ આરોપ લગાવ્યો છે કે મામલતદારે એક દિવસ પહેલા તેમની જમીન માપીને તેમને તેનો કબ્જો સોંપ્યો હતો. પરંતુ ગામના જાતિવાદી તત્વોએ તેમને જમીનનો કબ્જો લેવા દીધો નહોતો અને જાતિસૂચક અપશબ્દો બોલીને તેમનું અપમાન કર્યું હતું. પોલીસે કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા
મૈનપુરીના ગ્વાલટોલી ગામની ઘટના
ઘટના મૈનપુરીના ગ્વાલટોલી ગામની છે. ગઈકાલે સોમવારે પીડિત મહિલા તેના પતિ સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને એસપી ઓફિસમાં ફરિયાદ કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તેઓ ગામમાં એક રહેણાંક વિસ્તારની જમીનનો કબજો ધરાવે છે અને એક દિવસ પહેલા જ મામલતદારે પોલીસ ફોર્સ સાથે રાખી માપણી કરીને જમીનનો કબજો તેમને સોંપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે એ જમીન પર પાયો ખોદવાનું કામ શરૂ કરી રહ્યા હતા, ત્યારે ગામના વિજેન્દ્ર ઉર્ફે ટિંકુ યાદવ, તેની પત્ની સુષ્મા, શૈલેષ યાદવ અને સની યાદવ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને અપશબ્દો બોલીને મારામારી શરૂ કરી દીધી હતી.
આરોપીએ દલિત દંપતી પર બંદૂક તાકી
દલિત દંપતિના જણાવ્યા મુજબ, વિજેન્દ્ર યાદવે બંદૂક લાવીને તેમના માથા પર તાકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી, આરોપીઓ તેમને ખેંચીને નજીકના એક ઘરમાં લઈ ગયા હતા અને ત્યાં પુરી દીધાં હતા. એ દરમિયાન વિજેન્દ્ર યાદવે એક જૂતામાં પેશાબ કર્યો અને બળજબરીથી તેમને પીવડાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેમને કહ્યું કે, હવે તમારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. એ દરમિયાન આરોપીઓ તેમને જાતિસૂચક અપશબ્દો પણ કહેતા રહ્યા.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાને લઈને એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પીડિત દલિત દંપતીએ કહેતું દેખાય છે કે, આખી ઘટના ખૂબ જ અપમાનજનક હતી. વીડિયોમાં તેઓ રડતા રડતા પોતાનું દુઃખ શેર કરતા જોવા મળે છે.
उत्तर प्रदेश में एक और “पेशाब कांड”!
मैनपुरी में दलित दंपति को जूते में पेशाब भरकर पिलाया गयाक्या यही रामराज है?
इटावा में यादव कथावाचक पर शुद्धिकरण के नाम पर पेशाब फेंका गया और अब मैनपुरी में एक दलित दंपत्ति को पहले पीटा गया और फिर जूते में पेशाब कर जबरन पिलाया गया।📍 घटना… pic.twitter.com/AQOZaD6H2t
— rajratna (@TheAmbedkars) July 14, 2025
સમગ્ર મામલે પોલીસ અધિકારી સંતોષ કુમાર સિંહે જણાવ્યું છે કે આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. દલિત દંપતીની ફરિયાદના આધારે પોલીસને તપાસ કરવા અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો ગુનેગારો સામે કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત યુવકની દાઢી-મૂછ મુંડી, મોં કાળું કરી અર્ધનગ્ન કરી ગામલોકોએ ફેરવ્યો