સ્કૂલમાં આદિવાસી રસોઈયા હોવાથી અન્ય જાતિના બાળકો જમતા નથી

અનેક શાળાઓમાં આદિવાસી મહિલા રસોઈ બનાવતી હોવાથી અન્ય જાતિના બાળકો મધ્યાહન ભોજન જમતા નથી.
adivasi news

અસ્પૃશ્યતા માત્ર દલિતોને જ નડે છે એવું નથી, ભારતમાં આદિવાસી સમાજ પણ આ સમસ્યાથી એટલો જ પરેશાન છે. આજે પણ દેશના અનેક રાજ્યોમાં આદિવાસીઓ સાથે અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે. આવી જ અસ્પૃશ્યતાની એક ઘટના સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા રાજ્ય મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. અહીંના ચંબલ વિસ્તારમાં અનેક શાળાઓમાં આદિવાસી મહિલા રસોઈ બનાવતી હોવાથી અન્ય જાતિના બાળકો મધ્યાહન ભોજન જમતા નથી. આ બાળકો ઘરેથી પોતાનું જમવાનું લઈને આવે છે. આ સમસ્યા અહીં માત્ર શાળાઓમાં જ નથી, પરંતુ આંગણવાડીઓમાં પણ જોવા મળે છે.

અસ્પૃશ્યતા દૂર કરવા માટે સરકારથી લઈને સામાજિક કલ્યાણ સંસ્થાઓ સુધીના સૌ કોઈ પ્રયત્નો કરે છે. જાતિવાદ અને અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો દેખાડો કરતા નેતાઓ ચૂંટણી વખતે SC સમાજના લોકોના ઘરે ભોજન લે છે. પરંતુ આ જ નેતાઓ અસ્પૃશ્યતાની ઘટનામાં જવાબદાર લોકો સામે પગલાં લેતા નથી. જેના કારણે આ સમસ્યા વકરી ગઈ છે.

adivasi news

સામાન્ય રીતે અસ્પૃશ્યતાનો સૌથી વધુ ભોગ અનુસૂચિત જાતિના લોકો બને છે. પરંતુ મધ્યપ્રદેશના ચંબલમાં આદિવાસીઓ સાથે પણ અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. અહીંની ઘણી શાળાઓમાં જ્યાં આદિવાસી મહિલાઓ રસોઈયા છે, ત્યાં અન્ય જાતિના બાળકો ભોજન જમતા નથી.

ફક્ત આદિવાસી બાળકો જ મધ્યાહન ભોજન જમે છે

મુરેના જિલ્લાના પહાડગઢ વિસ્તારની નિચલી બહરાઈ પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો મધ્યાહન ભોજન લે છે, પરંતુ અન્ય જાતિના કોઈ બાળકો આવતા નથી. આ શાળામાં કુલ 75 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 40 આદિવાસી છે. જ્યારે મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે, ત્યારે ફક્ત આદિવાસી બાળકો જ જમવા બેસે છે, જ્યારે બાકીના બાળકો ઘરે જતા રહે છે. મરા ગામની પ્રાથમિક શાળામાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં રસોઈયો આદિવાસી છે અને 69 બાળકોમાંથી ફક્ત 35 આદિવાસી બાળકો જ ભોજન લે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે

અન્ય જાતિના બાળકો ટિફિન લાવે છે અથવા ઘરે જમવા જાય છે

માનપુર ગામની પ્રાથમિક-માધ્યમિક એકલ વિદ્યાલયમાં 150 બાળકો છે, જ્યાં ચારેય રસોઈયા આદિવાસી છે. અહીં પણ 85 આદિવાસી બાળકો ભોજન જમે છે, જ્યારે બાકીના બાળકો કાં તો ઘરેથી લાવેલું ભોજન જમે છે અથવા ઘરે જમવા જાય છે. અસ્પૃશ્યતાની આ સ્થિતિ શિક્ષણ વિભાગના સહાયક નિયામક ગિરરાજ પરિહારે પણ જોઈ છે. તેમણે 16 જુલાઈના રોજ નિચલી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ફક્ત આદિવાસી બાળકો જ મધ્યાહન ભોજન જમી રહ્યા હતા.

વાલ્મિકી બાળકોએ કદી આંગણવાડી જોઈ નથી

ચંબલના મુરૈના અને શ્યોપુર જિલ્લામાં વાલ્મીકિ સમાજના બાળકોને પણ શિક્ષણ અને પોષણનો લાભ મળી રહ્યો નથી. શ્યોપુરના વોર્ડ 16 ના વાલ્મીકિ મોહલ્લામાં, 26 પરિવારોના લગભગ 100 બાળકો ક્યારેય આંગણવાડી ગયા નથી. વિજય ધુલિયા અને સત્યપ્રકાશ વાલ્મીકિએ જણાવ્યું હતું કે બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી અને અસ્પૃશ્યતાને કારણે તેમને આંગણવાડીમાં બોલાવવામાં આવતા નથી.

બાળકોને પૌષ્ટિક ખોરાકના પેકેટ આપવામાં આવતા નથી

મુરૈનાના ઉત્તમપુરાની વાલ્મીકિ વસાહતમાં, 80 બાળકો આંગણવાડી કેન્દ્રમાં જઈ શકતા નથી. આંગણવાડી કાર્યકરો પણ વાલ્મીકિ સમાજના બાળકોને પૌષ્ટિક ખોરાકના પેકેટ આપતા નથી. શિક્ષણ વિભાગના અધિકારીઓ કહે છે કે બાળકો અને તેમના માતાપિતાને સમજાવવામાં આવે છે. તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ બદલાઈ રહી નથી. હવે સામાજિક સંગઠનોએ આમાં ભૂમિકા ભજવવી જોઈએ.

લોકો રસોઈયા બદલવાની માંગ કરે છે

નિચલી બહરાઈના શિક્ષક સંજયે આ મામલે જણાવ્યું હતું કે, શાળામાં આદિવાસી રસોઈયા ખોરાક રાંધે છે તેથી અન્ય જાતિના બાળકો તેમના દ્વારા રાંધેલ ખોરાક ખાતા નથી. દરરોજ બાળકોને સમજાવવામાં આવે છે, પરંતુ તેઓ આદિવાસી મહિલાઓ દ્વારા રાંધેલું ભોજન ખાવા માટે સંમત થતા નથી, ઘણી વખત લોકો રસોઈયા બદલવાની પણ માંગ કરે છે.

આ પણ વાંચો: આદિવાસી યુવકને માર મારી, મોં પર થૂંકી, પેશાબ પીવડાવ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Pankaj Bhai Damor
Pankaj Bhai Damor
2 days ago

Jo khans nai kha rahe Unn chutiye logo ko bolo ki Jo Anaj peda karte hai vo bhi to Aadiwasi hai, Khana Bandh kar do. Kissa hi khatam.

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x