તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!

Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.
Prayagraj dr. ambedkar statue vandalised

Dalit News: જાતિવાદ અને અસામાજિક તત્વોની રંજાડ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુંભ મેળા માટે જાણીતા પ્રયાગરાજના એક ગામમાં તોફાની તત્વોએ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને ગટરમાં ફેંકી દીધી હતી. ઘટનાને લઈને દલિત સમાજમાં રોષ ફેલાયો હતો અને તેમણે રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો.

ઘટના પ્રયાગરાજના ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોડાપુર ગામની છે. અહીં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગામમાં સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડીને તેને ગટરમાં ફેંકી દીધી હતી. આ ઘટનાની માહિતી મળતા જ દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

દલિતોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

ગુસ્સે ભરાયેલા દલિતોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કેટલાક અસામાજિક તત્વો દલિત સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ગુનેગારોની ધરપકડ કરવા અને નવી પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમા ચોરાઈ, બીજી લગાવી એ પણ ચોરાઈ

પોલીસે પહોંચીને મામલો શાંત પાડ્યો

ઘટનાની માહિતી મળતા જ ફૂલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગુસ્સે ભરાયેલા લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે મામલાની તપાસ કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અધિકારીઓની સમજાવટ બાદ ગ્રામજનોએ રસ્તો રોકો આંદોલનને સમાપ્ત કર્યું હતું. હાલમાં, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ અસામાજિક તત્વોએ જ્યોતિબા ફુલેની પ્રતિમા ખંડિત કરી

દલિતવાસથી દૂર ખેતરમાં પ્રતિમા હોાવાથી ટાર્ગેટ કરી

ડીસીપી ગંગાનગર ઝોન કુલદીપ સિંહ ગુણાવતના જણાવ્યા અનુસાર, ફુલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા જ્યાં સ્થાપિત હતી તે ખેતર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નહોતો. જેનો લાભ લઈને તોફાની તત્વોએ પ્રતિમા તોડી નાખી હતી. ઘટનાસ્થળે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે. પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચોઃ ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 days ago

*જાતિવાદી તત્વો અને અસામાજિક તત્વોને નિર્વસ્ત્ર હાલતમાં જ જાહેર ગામમાં ફેરવવામાં આવે છે, ત્યારે જ આ નાલાયકના પેટનાં સુધરશે. જયભીમ નમો બુદ્ધાય!

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x