જ્યારે પણ માતાપિતા પોતાના બાળકોને ખુશ કરવા માંગતા હોય ત્યારે તેમને મોટાભાગે ક્રીમ બિસ્કિટ(cream biscuits) આપી દેતા હોય છે. પહેલી નજરે રંગબેરંગી પેકેટમાં સ્વાદિષ્ટ ક્રીમ(cream biscuits) નો સ્વાદ ભલે સામાન્ય બાબત લાગે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, ક્રીમ બિસ્કિટનું નાનકડું પેકેટ બાળકના સ્વાસ્થ્યને મોટું નુકસાન(affect childrens health) પહોંચાડી રહ્યું છે?
ટ્રાન્સ ફેટમાં છુપાયેલું ઝેર
ક્રીમ બિસ્કિટમાં મોટે ભાગે આંશિક હાઇડ્રેટેડ વનસ્પતિ તેલ એટલે કે ટ્રાન્સ ફેટ હોય છે, જે હૃદય રોગો, સ્ટ્રોક અને ડાયાબિટીસ માટે મોટું જોખમ છે. Harvard T.H. Chan School of Public Health ના એક અહેવાલમાં જણાવાયું છે કે દરેક વધારાનો 2 ટકા ટ્રાન્સ ફેટ કેલેરી બાળકને હૃદય રોગ થવાના જોખમમાં 23 ટકાનો વધારો કરી શકે છે.

બિસ્કિટમાં કેટલો ટ્રાન્સ ફેટ હોય છે?
એક ભારતીય અભ્યાસ મુજબ, બજારમાં વેચાતા 46 બિસ્કિટના નમૂનાઓમાં પ્રતિ 100 ગ્રામ 0.1 ગ્રામ થી 3.2 ગ્રામ સુધીની ટ્રાન્સ ફેટ હતી. એટલે કે, દરેક 100 ગ્રામ બિસ્કિટમાં કેટલી ખરાબ ચરબી મળી શકે છે. WHO ની સલાહ મુજબ, ટ્રાન્સ ફેટ દિવસની કુલ કેલરીના માત્ર 1% (≈2.2 ગ્રામ) સુધી મર્યાદિત હોવી જોઈએ.
આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

ક્રીમ બિસ્કિટ એટલેઃ ખાલી કેલરી, કોઈ પોષણ નહીં
ક્રીમ બિસ્કિટ સ્પષ્ટપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની શ્રેણીમાં આવે છે. તે સ્વાદ, રંગ અને ઝડપી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, પરંતુ ફાઇબર, પ્રોટીન અથવા વિટામિન્સને ધ્યાનમાં રાખીને નહીં. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, તેમના સેવનથી ઇન્સ્યુલિન પ્રતિકાર, બળતરા અને લીવરની સમસ્યાઓ થઈ શકે છે.
બ્લડ સુગરના ધસારાથી લઈને થાક સુધીનું ચક્ર
મેંદો અને ખાંડ ઝડપથી પચે છે, જેના કારણે શુગરમાં વધારો થાય છે. તમને થોડી ઉર્જા મળે છે, પરંતુ પછી અચાનક થાક, ચીડિયાપણું અને ભૂખનું ચક્ર ફરી શરૂ થાય છે. ક્રીમ બિસ્કિટના લાંબા ગાળાના સેવનથી પ્રિ ડાયાબિટીઝ, સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ વધે છે. તેનાથી બચવા માટે તેનું સેવન ઓછું કરી દો.
The cream biscuit you love to eat, has Zero cream
its just a cocktail of Dalda + Flavour + preservaties
remember it when you eat it next time#health pic.twitter.com/cQXAVt6IXq— Woke Eminent (@WokePandemic) July 28, 2025
ક્રીમ બિલ્કિટ નહીં તો શું?
ઘણી વાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ વસ્તુનું મર્યાદામાં સેવન કરવામાં આવે તો તેમાં કોઈ નુકસાન નથી. આ બાબત ક્રીમ બિસ્કિટ પ્રેમીઓને પણ લાગુ પડે છે. એટલે કે, જો તમે ક્યારેક જ તે ખાઓ છો, તો બહુ વાંધો આવતો નથી. પરંતુ તેનું સતત સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમારા બાળકને સતત ગળ્યું ખાવાની લાલચ રહેતી હોય તો આ વિકલ્પો પસંદ કરી શકો છો. જેમ કે, હોલ ગ્રેઈન ક્રેકર્સ પર પીનટ બટર લગાવો, ડાર્ક ચોકલેટ આપો, દહીં સાથે તાજા ફળોનું સેવન કરો. ઘરે બનાવેલી ગ્રાનોલા બાઇટ્સની મજા લો.
આટલું વાંચ્યા પછી પણ જો તમે ફરી તમારા બાળકને પ્રેમથી ક્રીમ બિસ્કિટ આપશો, તો વિચાર જો કે, શું તમે તેને સ્વાદની સાથે સ્વસ્થ ભવિષ્ય આપી રહ્યાં છો કે નહીં? કેમ કે, છેવટે તો તમારો પોષણ સાથેનો પ્રેમ જ બાળકના ચહેરા પર અસલી સ્માઈલ લાવશે.
આ પણ વાંચો: તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!










