Junagarh Dalit youth beaten: સંતોની ભૂમિ તરીકે સવર્ણ હિંદુઓ જે પ્રદેશનું કાયમ ગૌરવ લેતા ફરે છે તે સૌરાષ્ટ્ર તેની અત્યંત નિમ્ન સ્તરની જાતિવાદી માનસિકતા માટે સમગ્ર દેશમાં કુખ્યાત છે. દેશભરમાં એટલા માટે, કેમ કે થોડા વર્ષ પહેલા ભારતમાં સૌથી વધુ જાતિવાદી શહેર કર્યું તે મુદ્દે લઈને એક સર્વે થયો હતો અને તેમાં સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ પ્રથમ ક્રમે આવ્યું હતું. આ સર્વેએ સૌરાષ્ટ્રના ભયાનક જાતિવાદની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોલ ખોલી નાખી હતી.
સૌરાષ્ટ્રના ગામોગામ ફેલાયેલો જાતિવાદ
સૌરાષ્ટ્રનું એકપણ ગામ એવું નથી જ્યાં હોય ત્યાં દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં ન આવતી હોય. આજની તારીખે પણ સૌરાષ્ટ્રના કોઈપણ ગામમાં બહારગામથી ગામમાં પ્રવેશતી અજાણી વ્યક્તિને જાતિવાદી હિંદુઓ પહેલા તેનું નામ પૂછશે. જો તેની અટક પરથી તેની જાતિનો ખ્યાલ ન આવે, તો તરત સીધો સવાલ પૂછશે – ‘તમે કેવા’. જો પેલી વ્યક્તિ દલિત હશે, તો તરત સવાલ પૂછનારના ચહેરાનો રંગ અને મદદ કરવાનો ઉત્સાહ ઓસરી જશે અને તેની જગ્યા અણગમો, તિરસ્કાર અને જાતિનું અભિમાન લઈ લેશે.
રબારીઓએ દલિતો પર હુમલો કર્યો
સૌરાષ્ટ્રના જાતિવાદી સવર્ણોની દલિત સાથેના આવા ભેદભાવપૂર્ણ વર્તની જો નોંધ કરવા બેસીએ તો કાગળ અને શ્યાહી બંને ખૂટી પડે તેમ છે. ગુજરાતમાં હાલ સવર્ણોની તરફદાર પાર્ટી ભાજપ સત્તામાં હોવાથી જાતિવાદી તત્વો બેફામ બની ગયા છે અને નાનીઅમથી બાબતોમાં પણ દલિતો પર જીવલેણ હુમલો કરવા માંડ્યા છે. બે મહિના પહેલા અમરેલીમાં એક દલિત યુવકની ‘બેટા’ કહેવા બદલ જાતિવાદી રબારીઓએ જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. હવે આવી જ એક હુમલાની મોટી ઘટના જૂનાગઢમાં સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને ત્રણ રબારીઓએ પટ્ટેને પટ્ટે માર મારતા દલિત યુવક અધમૂઓ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને ત્રણ રબારી યુવકોએ નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનામાં પીડિત યુવકનો મોબાઈલ લૂંટીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં દલિતો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
મામલો શું હતો?
ઘટનાની મળેલી માહિતી મુજબ ગત 16મી ઓગસ્ટના રોજ બપોરે એક દલિત યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યારે એક છોકરો ભાગતો-ભાગતો તેની પાસે આવ્યો અને જણાવ્યું હતું કે “મને બચાવો, મારા ભાઈને ઉપાડી ગયા છે.” માનવતાના ધોરણે મદદ કરવા માટે દલિત યુવક અને તેનો મિત્ર સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ તરફ ગયા હતા, જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો. અહીં ત્રણ રબારી યુવકો ઊભા હતા.
આ પણ વાંચોઃ 70 રૂ. માટે દલિત યુવકની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદની સજા
રબારી યુવકોએ દલિત યુવકને ક્યાંથી આવે છો? તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં દલિત યુવકે જવાબ આપ્યો-“કડિયાવાડમાંથી” આ સાંભળીને ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓમાંથી એક હિતેશ મોરી અને તેના બે અજાણ્યા મિત્રોએ દલિત યુવકને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દલિત યુવકને એટલો નિર્દયતાથી માર માર્યો હતો કે તેના શરીર પર અનેક જગ્યાએ ગંભીર નિશાન પડી ગયા હતા.
આ પણ વાંચોઃ આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો
પીડિત દલિત યુવકને મદદ કરવાની સજા મળી
પીડિત દલિત યુવકે જણાવ્યું હતું કે, ત્રણેય રબારી યુવકોએ મળીને મને ઢોર માર માર્યો હતો. મને નીચે પાડી દીધા બાદ મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. હાલ પીડિત યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. દલિત યુવકે આ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માગણી કરી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃ દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો
છેલ્લાં 20 દિવસમાં દલિત અત્યાચારની ત્રીજી ઘટના
જૂનાગઢમાં બનેલી આ ઘટના દલિત અત્યાચારનો કોઈ પહેલો કિસ્સો નથી. છેલ્લા 20 દિવસમાં ગુજરાતમાં દલિત સમાજ પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે. આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આરોપીઓને વહેલી તકે ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો
*મહાન ભારતમાંથી મનુસ્મૃતિ ને જલ્દી ખતમ કરવાનું સામાજિક સંસ્થાઓ દ્વારા જબરદસ્ત અભિયાન શરૂ કરવામાં આવશે ત્યારે જ OBC ની શાન ઠેકાણે આવશે!
વ્યક્તિગત ગુનેગારો પોલીસ પ્રશાસન તરફથી રાહત મેળવશે. પરંતુ તમને સંવિધાનની તાકાત છોડશે નહિ!
ધન્યવાદ સાધુવાદ! જયભીમ નમો બુદ્ધાય!
Hindu jatankvadi loko che ane ,, aatankvadi ni paidash che,,,