વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે જ ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક મરેલા ઢોરનું ચામડું ઉતારવા ગયેલા એક દલિત વૃદ્ધ પર 4 લુખ્ખા તત્વોએ જાતિસૂચક અપશબ્દો બોલીને છરી અને લોખંડની પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો છે. વૃદ્ધને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી વિગતો મુજબ ગાંધીનગરના અડાલજના 58 વર્ષીય વૃદ્ધ દસક્રોઈના ખોડિયાર ગામે મરેલાં ઢોરનું ચામડું ઉતારી રહ્યા હતા. એ દરમિયાન ચાર અજાણ્યા યુવકોએ છરી અને લોખંડની પાઈપ વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અડાલજ ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પરમાર મરેલાં ઢોરનું ચામડું ઉતારવાનું કામ કરે છે. આ માટે તેમને અડાલજ ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.
‘જીવતા ઢોર કેમ કાપો છો?’ કહી હુમલો કર્યો
ગઈકાલે તા. 25 ઓગસ્ટ 2025 ના રોજ દસ્ક્રોઈ તાલુકાના ખોડીયાર ગામના પરા ખાતે આવેલ ‘લેટેસ્ટ હાઉસ’ પાસે મહેન્દ્રભાઈ એક મૃત પશુનો નિકાલ કરી રહ્યાં હતાં. એ દરમિયાન ચાર યુવકોએ તેમને ‘જીવતા ઢોર કેમ કાપો છો’ તેમ કહીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આથી મહેન્દ્રભાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ માત્ર મૃત ઢોરનો નિકાલ કરે છે અને આ તેમનો પરંપરાગત વ્યવસાય છે, પરંતુ યુવકો તેમની વાત માન્યા નહોતા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ચારેય યુવકોએ મહેન્દ્રભાઈને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર મારવાનું ચાલુ કર્યું હતું.
આ પણ વાંચો: કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો
મહેન્દ્ર સુથાર નામના શખ્સે છરીથી હુમલો કર્યો
ચા પૈકી સચિન સુથાર નામના એક યુવકે મહેન્દ્રભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોએ લોખંડની પાઈપ અને ધોકા વડે માર માર્યો હતો. હુમલા દરમિયાન મહેન્દ્રભાઈએ બૂમાબૂમ કરતા જાસપુર ગામના વિષ્ણુભાઈ સોલંકીએ ત્યાં પહોંચી ગયા હતા અને મહેન્દ્રભાઈને લુખ્ખા તત્વોના વધુ મારથી બચાવ્યા હતા.
વૃદ્ધને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા
ત્યારબાદ મહેન્દ્રભાઈએ તેમની પત્ની અને દીકરીને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેને પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો











આ આતંકવાદીઓને કોણ સમજાવશે કે ભારત ની દશ થી પણ વધુ મોટી મોટી કંપનીઓ વર્ષે લાખો ટન ગૌમાંસ વિદેશોમાં નિર્યાત કરે છે,
અને આ બીફ કંપનીઓનાં માલિક કોણ છે એ પણ આ અનપઢ ગમાર આતંકવાદીઓને ખબર નથી હોતી, અને આ આતંકવાદીઓ નેં એ પણ ખબર નથી હોતી કે આ લાખો ટન ગૌમાંસ નિર્યાત કરવાની મંજૂરી કોણ આપે છે,
આ ગમાર અનપઢ જાતિવાદી નામર્દ ગુંડા તત્વો દેશના કમજોર લોકો ઉપર મર્દાનગી સાબિત કરી રહ્યા છે એમને સરકાર દ્વારા જાહેર માં સજા થવી જોઈએ…