અંકલેશ્વરમાં ગણપતિ યાત્રામાં ડાન્સ કરતા બાળકો પર DJનો ટેમ્પો ફરી વળ્યો

અંકલેશ્વરમાં ગણપતિયાત્રા દરમિયાન ડાન્સ કરી રહેલા બાળકો પર DJ નો ટેમ્પો ફરી વળતા, 5 વર્ષની બાળકીનું મોત થયું. 3 બાળકો ઈજાગ્રસ્ત.
Ankleshwar news

અંકલેશ્વરમાં ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે જ બે અલગ-અલગ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક બાળકીનું કરુણ મોત થયું છે અને અન્ય આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓએ ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂઆતમાં જ ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.

અંકલેશ્વરની હરિકૃપા સોસાયટીની ગણપતિની મૂર્તિ લઈને ભક્તો આવી રહ્યા હતા એ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડી.જે.ના ટેમ્પોની પાછળ નાચી રહેલા બાળકો પર અચાનક જ રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો હતો. જેમાં પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવીણસિંહનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાળકો દિયાન, જનક અને કૃષ્ણાને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શ્રાવણના પહેલા જ દિવસે કાવડીયાઓએ અનેક શહેરોમાં તોફાન મચાવ્યું

Ankleshwar news

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ટેમ્પોના અસલી ચાલક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસ નામના વ્યક્તિને સોંપી હતી. ચિરાગ વ્યાસે ટેમ્પો પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીજેના અવાજથી આખલો ભડક્યો, 8 લોકોને અડફેટે લીધાં

અન્ય એક ઘટનામાં, અંકલેશ્વર GIDCના COP-7 ગ્રુપની આગમનયાત્રામાં DJના મોટા અવાજથી ભડકીને એક આખલો ઘૂસી આવ્યો હતો. આખલાના આતંકના કારણે યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી. આખલાએ ચાર મહિલા સહિત આઠથી દસ લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Ankleshwar news

અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે સીઓપી 7 ગ્રુપ દ્વારા આયોજિત શ્રીજીની આગમન યાત્રા દરમિયાન એક આખલાએ હાહાકાર મચાવ્યો હતો. રાત્રિ દરમિયાન નીકળેલી આ યાત્રામાં અચાનક જ એક આખલો ધસી આવ્યો હતો. આખલાએ યાત્રામાં સામેલ 8 લોકોને અડફેટે લીધા હતા. ઘાયલોમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે, આખલાના આવવાથી યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના મતે, યાત્રામાં વાગી રહેલા ડીજેના મોટા અવાજના કારણે આખલો ભડક્યો હોવાની શક્યતા છે. આ ઘટનાએ ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂઆતમાં જ ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.

આ પણ વાંચો: કારગિલ યુદ્ધના જવાનના ઘરમાં ટોળું ઘૂસી ગયું, ‘બાંગ્લાદેશી’ કહી ID માંગ્યું!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x