બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો બહેન કુમારી માયાવતીએ ફરીથી તેમના ભત્રીજા આકાશ આનંદને મોટી જવાબદારી સોંપીને પક્ષના રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. આ સાથે જ બીએસપીમાં આકાશ આનંદ નંબર 2 બની ગયા છે અને બહેનજી બાદ પક્ષના ઉત્તરાધિકારી કોણ હશે તેનો સંકેત પણ મળી ગયો છે. આકાશ આનંદની સાથે પાર્ટીએ પક્ષમાં બીજા પણ અનેક મોટા ફેરફારો કર્યા છે.
બસપામાં પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આકાશ આનંદ પહેલા મુખ્ય રાષ્ટ્રીય સંયોજક હતા. તેઓ બધાં ક્ષેત્ર, કેન્દ્રીય, સ્ટેટ કોર્ડિનેટર અને પ્રદેશ પ્રમુખોના કામની સમીક્ષા કરશે અને સીધા બહેનજી માયાવતીને રિપોર્ટ કરશે.
बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्षा आदरणीय बहन कुमारी मायावती जी द्वारा श्री आकाश आनंद जी को बसपा का राष्ट्रीय संयोजक (नेशनल कन्वीनर) नियुक्त करने के लिए आदरणीय बहन कुमारी मायावती जी का बहुत बहुत आभार एवं नेशनल कन्वीनर माननीय आकाश आनंद जी को हार्दिक बधाई एवं शुभकामनाएं।… pic.twitter.com/aTs6g01n95
— Vishwanath Pal (@PalVishwnathbsp) August 29, 2025
આ ઉપરાંત, હવે પાર્ટીમાં ચારને બદલે છ રાષ્ટ્રીય સંયોજકો બનાવવામાં આવ્યા છે. તેમના નામ છે- રામજી ગૌતમ, રાજારામ, રણધીર સિંહ બેનીવાલ, લાલજી મેધાંકર, અતર સિંહ રાવ અને ધરમવીર સિંહ અશોક. આ તમામ આકાશ આનંદને રિપોર્ટ કરશે.
આ પણ વાંચો: મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati
મોહિત આનંદ રાજારામ સાથે, સુરેશ આર્ય અતર સિંહ રાવ સાથે અને દયાચંદ ધરમવીર અશોક સાથે કામ કરશે. રામજી ગૌતમને દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા છે. માયાવતીએ ફરીથી વિશ્વનાથ પાલને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. રાજેશ તંવરને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ, રમાકાંત પિપ્પલને મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ અને શ્યામ ટંડનને છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શંકર મહતોને બિહાર પ્રદેશ પ્રમુખ તરીકે અને ડૉ. સુનિલ ડોંગરેને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ઘણા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જેમ કે,
કર્ણાટક- એમ. કૃષ્ણ મૂર્તિ
તમિલનાડુ- પી. આનંદ
કેરળ- જોય થોમસ
હરિયાણા- કૃષ્ણા જમારપુર
પંજાબ- અવતાર સિંહ કરીપુરી
રાજસ્થાન- પ્રેમ બરુપાલ
ઝારખંડ- શિવપૂજન મહેતા
પશ્ચિમ બંગાળ- મનોજ હવાલદાર
ઓડિશા- સરોજ કુમાર નાયક
આંધ્રપ્રદેશ- બંધેલા ગૌતમ
તેલંગાણા- ઈબ્રામ શેખર
ગુજરાત- ભગુભાઈ પરમાર
હિમાચલ પ્રદેશ- વિક્રમ સિંહ નાયર
જમ્મુ કાશ્મીર- દર્શન રાણા
ચંદીગઢ- બ્રિજપાલ
ઉત્તરાખંડ- અમરજીત સિંહ
આ પણ વાંચો: BSP એ કેડર મીટિંગમાં આર્થિક સહાય લેવાની પ્રથા કેમ બંધ કરી?
Jay Bhim