‘ભારતમાં બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’, ટ્રમ્પના સલાહકારે પોલ ખોલી!

'ભારતમાં ભારતીયોના ભોગે બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે' અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર Peter Navarro એ ભારતની પોલ ખોલી નાખી!
peter navarro

peter navarro on brahmins: ‘ભારતમાં ભારતીયોના ભોગે બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાઈ રહ્યાં છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ બંધ થાય..’ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારો(Peter Navarro)એ ભારતમાં બ્રાહ્મણોના વર્ચસ્વની વૈશ્વિક સ્તરે પોલ ખોલી નાખી છે. સૌ જાણે છે કે, ભારતમાં બ્રાહ્મણોએ ઉભી કરેલી વર્ણવ્યવસ્થાના સૌથી મોટા લાભાર્થી તેઓ જ છે. અને હવે તે રહસ્ય અમેરિકા પણ સમજી ચૂક્યું હોય તેમ લાગે છે.

ભારતમાં રશિયન તેલના સૌથી મોટા લાભાર્થી બ્રાહ્મણો છેઃ નવારો

યુક્રેન-રશિયા યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ કહેનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારો(Peter Navarro)એ ભારતીય બ્રાહ્મણો પર રશિયા પાસેથી તેલ ખરીદીમાં નફાખોરી કરવાનો આરોપ લગાવ્યો છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, નવારોએ ફરી એકવાર ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને યોગ્ય ઠેરવ્યો અને ચેતવણી આપી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ સાથે નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે.

આ પણ વાંચોઃ ટોરંટોમાં જાતિવિહીન વિશ્વનો ઐતિહાસિક મેનિફેસ્ટો બહાર પડાયો

પીટર નવારોએ રશિયન તેલ ખરીદવા સામે વાંધો ઉઠાવ્યો

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારો(Peter Navarro)એ કહ્યું, “ભારત ટેરિફનો મહારાજા છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ તેમને ત્યાં છે. તેઓ અમને ઘણી વસ્તુઓ નિકાસ કરે છે. તો, નુકસાન કોને થશે? અમેરિકાના મજૂરોને, કરદાતાઓને, યુક્રેનના લોકોને. મને સમજાતું નથી કે જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે તેઓ પુતિન અને શી જિનપિંગ સાથે કેમ ભળી રહ્યું છે.” નવારોએ આ નિવેદન ભારત દ્વારા રશિયન તેલ ખરીદીના સંદર્ભમાં કર્યું હતું.

આ પણ વાંચોઃ ભંગાર વેચતા પિતાની પુત્રીએ માઈક્રોસોફ્ટમાં 55 લાખની નોકરી મેળવી

નવારોએ શું કહ્યું

નવારોએ કહ્યું, “હું ભારતીય લોકોને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તેમણે સમજવું જોઈએ કે શું થઈ રહ્યું છે? બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે સૌથી વધુ નફો કમાઈ રહ્યા છે, અને અમે ઇચ્છીએ છીએ કે આ બંધ થાય.” નવારોએ આ નિવેદન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ચીનની યાત્રા બાદ આપ્યું હતું, જ્યાં તેઓ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગને મળ્યા હતા. પીએમ મોદીની છેલ્લાં સાત વર્ષમાં ચીનની પહેલી મુલાકાત છે.

આ પણ વાંચોઃ ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

ભારત પર 50 ટકા ટેરિફનો પ્લાન નવારોનો જ હતો

ઉલ્લેખનીય છે કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના મુખ્ય આયોજક પીટર નવારો જ છે. અગાઉ તેમણે રશિયા સાથેના વેપારને લઈને આક્રમક વલણ અપનાવીને આરોપ લગાવ્યો હતો કે ભારત યુક્રેન યુદ્ધમાં રશિયાને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. નવારોએ કહ્યું હતું કે વિશ્વના ત્રીજા સૌથી મોટા લોકશાહી દેશે આવું ન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલ સસ્તા દરે ખરીદે છે, તેને પ્રોસેસ કરે છે અને યુરોપ, આફ્રિકા અને એશિયામાં તેલ નિકાસ કરે છે. જો કે, તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને થતો નથી પરંતુ બ્રાહ્મણો લઈ જાય છે. અમેરિકામાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ સમાજના ઉચ્ચ વર્ગ, શ્રીમંત અને ભદ્ર વર્ગ માટે થાય છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં દલિત ઉદ્યોગપતિએ Mercedes પર ગર્વથી ‘ચમાર’ લખ્યું

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x