કેન્દ્રમાં જ્યારથી RSS સમર્થિત ભાજપની સત્તા આવી છે, ત્યારથી દેશભરમાં દલિતો-મુસ્લિમોને ગૌહત્યાની આશંકાએ માર મારવાની અને ટોળાં દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ વધી છે. ગુજરાતમાં ઉનાકાંડ થયો ત્યારે પણ ભાજપની સરકાર હતી. થોડા દિવસ પહેલા ગાંધીનગરના અડાલજમાં એક દલિત વ્યક્તિને મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ જાતિવાદી તત્વોએ માર માર્યો હતો. હવે આવી જ વધુ એક ઘટના ભાજપસાશિત ઓડિશા(Odisha)માં સામે આવી છે. જ્યાં એક દલિત યુવક(dalit youth murder)ની મૃત ગાયનું ચામડું ઉતારવા (Cow Slaughter) બદલ ટોળાએ મારી-મારીને હત્યા કરી નાખી છે. ટોળાંએ યુવકના સાથીને પણ નિર્દયતાથી ફટકાર્યો હતો. પોલીસે આ મામલે 6 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા
ઓડિશાના દેવગઢ જિલ્લાની કુંદેઈજુરી ગામની ઘટના
ઘટના ઓડિશાના દેવગઢ જિલ્લાના કુંદેઈજુરી ગામની છે. અહીં 35 વર્ષનો દલિત યુવક કિશોર ચમાર પરંપરાગત રીતે ઢોરનું ચામડું ઉતારવાનું કામ કરતો હતો. તે તેના સાથી ગૌતમ નાયક સાથે જંગલમાં મૃત ગાયનું ચામડું ઉતાર્યા બાદ માંસ કાપી રહ્યો હતો. એ દરમિયાન ગામલોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને તેમના પર ગૌહત્યાનો આરોપ મૂકીને હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે, યુવક કિશોર ચમારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેનો સાથી ગૌતમ જેમ તેમ કરીને ત્યાંથી જીવ બચાવવામાં સફળ થયો હતો. હવે આ મામલે કેસ નોંધાતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.
મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ હત્યા
દેવગઢ પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ કિશોર ચમાર તરીકે થઈ છે અને ઘાયલ વ્યક્તિ તેનો સાથી ગૌતમ નાયક છે, બંને પડોશી ગામ કૌનસિધિપાના રહેવાસી હતા. કિશોર અને ગૌતમ મરેલા ઢોરનું ચામડું ઉતારવાનું કામ કરતા હતા.
આ પણ વાંચોઃ ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત
Two Dalit Youth Were Lynched for skinning Dead Cow. one killed on the spot, other one is still struggling with death under Riamal PS of Deogarh District #Odisha
No one is yet arrested.@irfhabib @Ashok_Kashmir @YOUTHAGAINSTHA3 @KRajuINC @AdvRajendraPal pic.twitter.com/mcmmH0kInI— Amiya_Pandav ଅମିୟ ପାଣ୍ଡଵ Write n Fight (@AmiyaPandav) September 4, 2025
પોલીસનું કહેવું છે કે, કેટલાક લોકોએ તેમને તેમના ગામ નજીકના જંગલમાં ગાયનું માંસ કાપતા જોયા હતા. ત્યાં એક ગાયનું કપાયેલું માથું પણ પડેલું હતું. જો કે, મૃતક કિશોર અને તેના સાથીએ લોકોને જણાવ્યું હતું કે તેઓ મૃત ગાયનું ચામડું ઉતારીને તેનું માંસ કાપી રહ્યા હતા. પરંતુ ટોળું તેમની વાત માન્યું નહોતું અને બંને પર ગૌહત્યાનો આરોપ મૂકીને જીવલેણ હુમલો કરી દીધો હતો.
પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી
દેવગઢના પોલીસ અધિક્ષક અનિલ કુમાર મિશ્રાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું કે, “લોકોના ટોળાંએ કિશોર અને ગૌતમને માર માર્યો હતો, જેના પરિણામે કિશોર ચમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગૌતમ ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. અમે આ મામલે છ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.”
આ પણ વાંચોઃ ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતિ પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો