OBC અનામત(OBC reservation)ને લઈને મહારાષ્ટ્રમાં મરાઠા અને ઓબીસી સમાજ(OBC) વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે દિગ્ગજ ઓબીસી નેતા છગન ભૂજબળે(Chhagan Bhujbal) સ્પષ્ટ કર્યું છે કે, ઓબીસી અનામત ક્વોટામાં અન્યોની દખલગીરી સહન નહીં કરીએ. તેમણે મરાઠા અનામતના જીઆરને પણ દબાણનું કારણ ગણાવીને સરકારની દાનત પર શંકા પેદા કરી છે.
બીજી તરફ અનામતને લઈને લાતુર જિલ્લાના વાંગદરી ગામમાં 35 વર્ષીય યુવક ભરત કરાડે માંજરા નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે ઓબીસી અનામત મુદ્દે સરકારના નિર્ણયના વિરોધમાં પોતાનો જીવ આપી રહ્યો છે. કારણ કે તેનું માનવું છે કે આનાથી ઓબીસીના અનામત અધિકારોને નુકસાન થશે.
ખાદ્ય, નાગરિક પુરવઠા મંત્રી અને ઓબીસી નેતા છગન ભુજબળ શુક્રવારે આત્મહત્યા કરનાર યુવકના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ઓબીસી સમાજે પહેલા અનામત માટે બલિદાન આપવું પડતું હતું અને હવે તેમને અનામત બચાવવા માટે બલિદાન આપવું પડે છે.
આ પણ વાંચો: મરાઠાઓ જેમની OBC અનામતમાં ભાગ માંગે છે તે ‘કુણબી’ કોણ છે?
છગન ભૂજબળે શું કહ્યું?
આ દરમિયાન છગન ભુજબળ સાથે પૂર્વ મંત્રી ધનંજય મુંડે પણ હાજર હતા. ભરત કરાડના નાના બાળકને જોઈને ભુજબળ ભાવુક થઈ ગયા હતા. તેમણે બાળકના આંસુ લૂછીને પરિવારને સાંત્વના આપી અને આર્થિક સહાય અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે સ્વર્ગસ્થ ભરત કરાડ ઓબીસી સમાજના અધિકારો પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતા. જ્યાં પણ ઓબીસીની સભાઓ અને મેળાવડા થતા હતા, તેઓ ત્યાં જતા હતા. તેમની લાગણી હતી કે ઓબીસી સમાજની અનામતને કોઈપણ સંજોગોમાં ઘટાડવામાં ન આવે. તેમણે દાવો કર્યો કે જ્યાં સુધી તેઓ જીવીત છે ત્યાં સુધી તેઓ OBCની અનામતને કોઈપણ પ્રકારના ખતરા હેઠળ આવવા દેશે નહીં.
स्व. भरत महादेव कराड या लातूर जिल्ह्यातील वांगदरी (ता. रेणापूर) येथील तरूणाने ओबीसी आरक्षण संपुष्टात येत असल्याच्या नैराश्यातून जीवन संपवलं. या दुर्दैवी घटनेच्या पार्श्वभूमीवर आज कराड कुटुंबियांच्या घरी भेट देऊन स्व. भरत यांना श्रद्धांजली वाहिली. यावेळी स्व. भरत यांच्या लहानग्या… pic.twitter.com/j0ZrUyIgLD
— Chhagan Bhujbal (@ChhaganCBhujbal) September 12, 2025
OBC સમાજના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ
ભુજબળે સ્પષ્ટતા કરી કે સરકાર ઓબીસી સમાજના અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમના અધિકારો કોઈપણ કિંમતે છીનવાઈ જશે નહીં. તેમણે કહ્યું કે સમગ્ર મરાઠા સમાજ પાછલા દરવાજેથી આ અનામતમાં પ્રવેશ કરી રહ્યો છે, અને અમે તેના માટે લડી રહ્યા છીએ. ભુજબળે કહ્યું કે અમે ઓબીસીના ન્યાયી અધિકારો માટે લડી રહ્યા છીએ. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે અને અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી OBC અનામત બચાવવા માટે જરૂર પડ્યે અમે કોર્ટમાં અને રસ્તાઓ પર લડીશું. તેમણે અપીલ કરી કે કોઈએ આત્મહત્યા જેવું કઠોર પગલું ન ભરવું જોઈએ.
આત્મહત્યા માટે સરકાર જવાબદાર: વડેટ્ટીવાર
પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે, લાતુરમાં થયેલી આત્મહત્યાની ઘટના દુઃખદ છે. આ સરકારી આદેશ જારી કરીને સરકારે OBC સાથે અન્યાય કર્યો છે. સરકાર દાવો કરે છે કે અનામત પર કોઈ અસર થશે નહીં, પરંતુ વાસ્તવમાં તે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ આત્મહત્યા માટે મહાયુતિ સરકાર જવાબદાર છે. તેમણે GR તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી અને ચેતવણી આપી કે યુવાનોમાં વધી રહેલા ગુસ્સાને હિંસક સ્વરૂપમાં ફાટી નીકળવા દેવો જોઈએ નહીં. તેમણે યુવાનોને આત્મહત્યાનો માર્ગ ન અપનાવવાની અપીલ કરી.
મરાઠા અનામતના GR નો વિરોધ
મરાઠા અનામત માટે જારી કરાયેલા GRનો વિરોધ કરતી વખતે લાતુરમાં OBC સમાજના એક યુવાને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ મામલો ગરમાયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી છગન ભુજબળ યુવકના ઘરે ગયા હતા જ્યાં તેમણે પરિવારને સાંત્વના આપી હતી અને તેમને આર્થિક મદદ માટે ચેક પણ આપ્યા હતા. તેમણે યુવાનોને આત્મહત્યા જેવા પગલા ન ભરવા અપીલ કરી હતી. બીજી તરફ, મરાઠા અનામતના GRના વિરોધમાં OBC સમુદાયે મુંબઈના આઝાદ મેદાનમાં એક દિવસનો વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. વિરોધની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: મરાઠાઓને OBC દરજ્જો મળશે, તો મુંબઈ ઠપ્પ કરી દઈશું!- OBC સંગઠનો











Users Today : 1737