અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં યોજાયેલી અરવિંદ કેજરીવાલની સભામાં જવા મામલે ચેતન ધાનાણીએ લાલાવદર ગામના એક દલિત આગેવાનને ફોન કરીને જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એ પછી દલિત આગેવાનો અને એક્ટિવિસ્ટોએ ચેતન ધાનાણીની દાદાગીરી સામે લડી લેવાનું મન બનાવી લીધું હતું.
મામલો શું હતો?
આ કેસની મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વાંટાવચ્છમાં યોજાયેલી અરવિંદ કેજરીવાલની સભામાં હાજરી આપવા માટે ગયા હતા. આ બાબતને લઈને લાલાવદર ગામના વતની અને તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગામના મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડને ફોન કરીને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરના બહિયલમાં મુસ્લિમોના 190 દબાણો પર બુલડોઝર ફેરવાયું
ચેતન ધાનાણીએ ફોન કરી જાતિસૂચક અપશબ્દો કહ્યા
આ કેસના ફરિયાદી મહેશભાઈ માધડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 37 વર્ષના છે અને અમરેલીમાં હીરા ઘસવાનો ધંધો કરે છે. તા. 31-10-2025 ના રોજ તેઓ ગામના અન્ય લોકો સાથે સવારે તેમના ગામ લાલાવદરથી સુરેન્દ્રનગર ખાતે અરવિંદ કેજરીવાલની સભામાં ગયા હતા અને રાત્રે 9 વાગ્યા આસપાસ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન તેમના ગામના સરપંચ અને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનો ફોન આવ્યો હતો. તેમણે રમેશભાઈ નામની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દલિત આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ કહ્યું હતું કે, “હું અહીં લાલાવદર બસ સ્ટેન્ડમાં તમારી રાહ જોઈને જ બેઠો છું. તમારા બધાના ટાંટિયા ભાંગી નાખવાના છે. જો ના ભાંગુ તો હું ભં@# ના પેટનો. તું તારી સાથે જે લોકોને લઈને ગયો છો, તે બધાના પણ મકાન લેવાઈ જશે, તેની નોટિસ સવારે તૈયાર છે.” આ સિવાય પણ ચેતન ધાનાણી અસંખ્ય જાતિસૂચક અપશબ્દો બોલતો સંભળાય છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં માતાજીના મઢમાં કરંટ લાગતા સગીર સહિત 3ના મોત
દલિત આગેવાનો-એક્ટિવિસ્ટોએ હિંમત આપતા ફરિયાદ નોંધાવી
એ પછી રમેશભાઈએ ફોન કટ કરી દીધો હતો અને તેમણે ડરી જઈને દલિત સમાજના આગેવાનોને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. એ પછી દલિત સમાજના આગેવાનો તેમની મદદે આવ્યા હતા. એ પછી તેમણે હિંમત દાખવીને જાતિવાદી ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઓડિયો વાઈરલ થતા દલિત સમાજ રોષે ભરાયો
ચેતન ધાનાણીએ આપેલી ગાળોનો ઓડિયો વાયરલ થતા ગુજરાતભરના દલિત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ચેતન ધાનાણીએ મહેશભાઈ માધડને મા-બહેન સમાણી ગાળો ભાંડીને, જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દલિત સમાજમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. દલિત સમાજના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. તેમણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
એ પછી મોડી રાત્રે મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ ભાનુભાઈ માધડે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ(SC-ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સવર્ણ હિંદુઓની પાર્ટી ભાજપ તેના નેતા પર કાર્યવાહી થવા દેશે?
આ મામલે હજુ સુધી ચેતન ધાનાણીની ધરપકડ કરવામાં આવી નથી. જો કે, હાલ જે રીતે ગુજરાત સહિત દેશભરમાં ભાજપ દ્વારા દલિત અત્યાચારની ઘટનાઓમાં સવર્ણ જાતિના આરોપીઓને છાવરવામાં આવે છે, તે જોતા આ કેસમાં ભાજપના જ નેતા એવા ચેતન ધાનાણીને એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુનામાં પણ સજા થશે કે નહીં તે સવાલ છે.
આ પણ વાંચો: ચિકન કે મટન: હેલ્થ માટે વધુ સારું શું, શેમાં વધુ પ્રોટીન હોય છે?











Users Today : 1724