અમદાવાદમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા ફૂડ ફેસ્ટિવલમાં પણ જાણે મનુવાદ અને સંઘી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ ફૂડ ફેસ્ટિવલમાં ઓડિશાના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે. આટલા રૂપિયામાં 6 વ્યક્તિનો એક પરિવાર લંચ લઈ શકે તેમ છે. અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાવાનો છે. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી, પરંતુ ફૂડનો ભાવ બજારભાવ કરતા બેથી ત્રણ ગણો ઉંચો જણાઈ રહ્યો છે. લોકો ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે.
આ પણ વાંચો: વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?
અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘A Taste of Luxury’ અને ‘The Regional Flavours’ એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ ખાસ પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaire ના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે.
લંચ અને ડિનર રૂપિયા 2,500, હાઈ ટીના રૂ.1,000
સામાન્ય રીતે સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં કોઈપણ ચીજવસ્તુઓની ફી દરેક વ્યક્તિને પોસાય તેવી રાખવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાતમાં હવે ખુદ સરકાર જ વેપારીઓની જેમ નફાખોરી કરવા પર ઉતરી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં હરવાફરવાના સ્થળો જેમ કે, કાંકરિયા તળાવ, બાલવાટિકાથી લઈને સાયન્સ સિટીમાં ટિકિટના ભાવ આસમાને પહોંચાડી દેવાયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના ફરવા જવાના સ્થળે પણ આ જ રીતે લોકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે. સમસ્યા એ છે કે, સરકારે આ તમામ મહત્વના સ્થળો કોન્ટ્રાક્ટ પર ભાજપના જ મળતિયાઓને સોંપી દીધાં છે અને તેઓ બેફામ નફાખોરી કરી રહ્યાં છે.
આ પણ વાંચો: ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?
નફાખોરીનું આવું જ ચિત્ર અમદાવાદમાં યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળશે. અહીં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો ‘ભોગ પ્રસાદ’ મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. કહેવા માટે તો આ પ્રસાદ છે પરંતુ તે ફ્રી નથી. તેના માટે અમદાવાદીઓએ અધધધધ.. રૂ.2,100 ચૂકવવા પડશે.
આયોજકોનું કહેવું છે કે, અમદાવાદીઓને આ ભોગ પ્રસાદમાં પુરી જગન્નાથ મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત ‘લીલા’ નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે.
સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. આ આખો ફૂડ ફેસ્ટિવલ સરકારના એજન્ડાને આગળ ધપાવતો અને મનુવાદી માનસિકતાને મજબૂત કરતો જણાય છે. આ ફૂડ ફેસ્ટિવલમાં સામાન્ય અમદાવાદી જઈને ભોજન કરી શકે તેવી શક્યતા ઓછી છે. કેમ કે, ખુદ એએમસી નફાખોરી પર ઉતરી આવી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
આ પણ વાંચો: અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ-ઘીમાં ભેળસેળ નીકળી!











Users Today : 1723