ગુજરાતમાં છેલ્લાં 4 દિવસમાં 4 બૂથ લેવલ ઓફિસરના મોત થયા

ગુજરાતમાં SIR ની કામગીરીમાં છેલ્લાં 4 દિવસમાં 4 BLO ના મોત થઈ ચૂક્યા છે. આજે વડોદરામાં વધુ એક શિક્ષિકાનું મોત થયું છે.
gujarat blo news

ગુજરાતમાં SIR ની કામગીરીને લઈને શિક્ષકો પર ભારે દબાણ સર્જાયું હોય તેવી સ્થિતિ છે. છેલ્લાં 4 દિવસમાં 4 બૂથ લેવલ ઓફિસરોના મોત થઈ ચૂક્યા છે, તેના પરથી સમગ્ર મામલાની ગંભીરતા સમજાય છે. આજે વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.

BLO કામગીરી દરમિયાન મહિલા ઢળી પડ્યા

મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાનાં વતની હતાં અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું, પરંતુ હાલમાં હાર્ટ-એટેકની આશંકા છે. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: બાળકી સ્કૂલે મોડી પડી, શિક્ષકે 100 ઊઠ-બેસ કરાવતા મોત થયું!

મૃતકના પતિએ શું કહ્યું?

આ અંગે મૃતક મહિલા ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે સુભાનપુરા વિસ્તારમાં પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે. તેઓ BLO સહાયક તરીકે કામગીરી કરતાં હતાં. તેમને તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તેઓ આજે શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં.

gujarat blo news

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કામગીરી દરમિયાન સુપરવાઇઝરની રાહ જોઈને બેઠાં હતાં. એ દરમિયાન અચાનક બેહોશ થઈ ગયાં હતાં અને એટેક આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

આ પણ વાંચો: કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

ચાર દિવસમાં ચાર બીએલઓના મોત

SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) માટે બીએલઓની કામગીરી કરી રહેલા ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું છે. આ ઘટનાઓના પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ પહેલાં ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું અને આજે વડોદરામાં BLO સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે. તેમને પણ હાર્ટ-એટેક આવ્યો હોવાની આશંકા છે. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે

આ પણ વાંચો: કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*શ્રીરામની નગરીમાં માતમ છવાઈ ગયો છે તેને માટે નૈતિક જવાબદારી કોણ સ્વીકાર છે? મૃતકોના આત્માને પરમકૃપાળુ પરમેશ્વર શાંતિ આપે અને પરિવારજનોને સાંત્વના એવી પ્રાર્થના સહ…!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x