Special story: ગુજરાતમાં જે બ્રાન્ડનો દારૂ જોઈએ તે મળી રહે છે – આ વાત હવે રાજ્યનું નાનું બાળક પણ જાણે છે. ગુજરાતની ભ્રષ્ટ પોલીસ અને ગૃહ વિભાગના અધિકારીઓની મિલીભગતને કારણે ગુજરાતના ખૂણેખૂણે દારૂના અડ્ડા ધમધમે છે. અનેક જગ્યાએ તો ખુદ પોલીસની ભાગીદારીમાં જ દારૂના અડ્ડાઓ ચાલે છે. ક્યાંય વળી પોલીસવાનમાં દારૂ પકડાય છે, પોલીસ ખુદ બુટલેગરની ભૂમિકામાં આવીને દારૂ કસ્ટમરને પહોંચાડતી હોવાના પણ કિસ્સા સામે આવી ચૂક્યા છે.
આ તમામ કારણોસર ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે અને દારૂબંધીની આડમાં રાજ્યનો ગૃહવિભાગ અને પોલીસ કરોડો રૂપિયાની કાળી કમાણી કરે છે. જો કે, હાલમાં સામે આવેલા કેટલાક આંકડાઓએ પોલીસ પર સામાન્ય માણસનો રહ્યોસહ્યો વિશ્વાસ પણ ઉઠી જાય તેમ છે. મળી માહિતી મુજબ ગુજરાતમાં ભાજપના રાજમાં ગુંડાઓ-માફિયાઓ કરતા પણ પોલીસ સામે વધુ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: ‘બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપો’, બૌદ્ધોએ સરકાર પાસે માંગ કરી
પોલીસ ખુદ ગુંડાની ભૂમિકામાં હોય તેવી સ્થિતિ!
હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે ગુજરાતની પોલીસ પર ચારેકોરથી માછલાં ધોવાઇ રહ્યાં છે. ભાજપના રાજમાં પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેનુ કારણ એ છે કે, શાંત-સલામત ગુજરાતમાં ગુંડા-માફિયાઓ કરતાં પણ પોલીસની ગુંડાગર્દી વધી રહી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ગુંડા-માફિયાઓ કરતાં પોલીસ વિરુદ્ધ વધુ ફરિયાદો પહોંચી છે.
ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 1024, પોલીસ સામે 4535 ફરિયાદ નોંધાઈ
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છે કે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2020-21 સુધી ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 912 ફરિયાદો મળી હતી જ્યારે આ સમયગાળા દરમિયાન પોલીસ સામે 3307 ફરિયાદો મળી હતી. વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2023-24 સુધી ગુંડા-માફિયાઓ સામે 112 અરજીઓ મળી હતી જ્યારે પોલીસ વિરુદ્ધ 1228 ફરિયાદો મળી હતી. ભલે મે આઇ હેલ્પ યુના સુણિયાણી વાતો કરનાર પોલીસનો જનતા સાથેનો વ્યવહાર કેવો છે તે વાત ખુલ્લી પડી છે.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી
HRC ને દર મહિને 3 હજાર ફરિયાદો મળે છે
માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ એવી ફરિયાદો આવી છે જેમાં એવો આરોપ છેકે, પોલીસ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી રહી છે. નિયમને નેવે મૂકી નિર્દોષ લોકોની ખોટી રીતે ધરપકડ કરી રહી છે. જેલમા પણ મારપીટ જ નહી, જાતીય સતામણી કરવામાં આવી રહી છે. ઘણાં કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોધતી નથી.
આ બધા આરોપને લઇને રાજ્ય માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદો થઇ રહી છે. રાજ્ય માનવ અધિકાર આયોગને મહિને સરેરાશ 3 હજાર ફરિયાદો મળી રહી છે. આયોગે પણ આ મામલે ગંભીર નોધ લીધી છે. આમ, ગુજરાતમાં ભાજપના શાસનમાં ખાખી લજવાઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત











Jo Gujarat ma Daru ni chut thaijay to lag bhag police vara rajinanu aapidey,,
*ગુજરાતમાં ગુજરાત સરકાર મૌન બેઠી છે કેમકે ગુજરાતનું પોલીસ પ્રશાસન જાગતુ છે! જાગૃત છે!