સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જોરાવરનગરમાં ગઈકાલે શહીદવીર ઉધમસિંહની 126મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ‘એક શામ શહીદોં કે નામ ‘કાર્યક્રમમાં ઉધમસિંહ અને તેમના બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસઓજીના પીઆઈ ભાવેશકુમાર શિંગરખીયા, બિલ્ડર હસમુખભાઈ હડીયલ, બી કે પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકોના હસ્તે ઉધમસિંહને 126 મીણબત્તી પ્રગટાવી અને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
આ પણ વાંચો: બંધારણની આ 10 કલમો દરેક ભારતીયને ખબર હોવી જોઈએ
કાર્યક્રમમાં શીંગરખિયા સાહેબે બેટી બચાવો, બેટી પઢાઓની વાત કરી શિક્ષણ પર ભાર મૂક્યો હતો. વકીલ અશોકભાઈ ચાવડાએ શહીદ ઉધમસિંહના જીવન અને સંઘર્ષની વાત કરી હતી. નટુભાઈ પરમાર, અશોક સુમેસરાએ દેશભકિતના શૌર્યગીતો, દુહા-છંદ લલકારીને વાતાવરણ દેશભકિતમય બનાવી દીધું હતું. રામજીભાઈ, અમૃતભાઈ અને બી. કે. પરમારે સમાજમાંથી વ્યસન દૂર થાય અને દલિતો ગરીબો અને દિકરીઓ માટે શિક્ષણધામ ઉભું થાય તે અંગે વાત કરી હતી.
આ કાર્યક્રમ સંપૂર્ણ લોકભાગીદારીથી કરવામાં આવ્યો હતો. જેમાં દિવંગત દેવુબેન વશરામભાઇ ચાવડાના પરિવારજનો દ્ધારા મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ તેમજ ચા-પાણીની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ.
આ પણ વાંચો: કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?
કાર્યક્રમમાં સંજય સુમેસરા, બાબુભાઈ પારઘી અને ઉમેદ રાઠોડ દ્વારા મોકલવામાં આવેલા શહીદ ઉધમસિંહના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી લોકોને સાચો ઈતિહાસ જાણવા મળે. કાર્યક્રમમાં રૂ.1600નું દાન આવ્યું હતું. જે હવે શિક્ષણ કાર્ય પાછળ ખર્ચવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાનજીભાઈ ચાવડ, ખીમજીભાઈ મોઢેરા, નારાયણભાઈ વાણીયા, બેચરભાઈ સુમેસરા, રાજુભાઈ મકવાણા વગેરેને જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ, નવનિર્માણ સાર્વજનિક ટ્રસ્ટ અને છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર સુરેન્દ્રનગરના કાર્યકરો દ્વારા કરાયું હતું.
આ પણ વાંચો: માણસ-હાથી વચ્ચેનો સંઘર્ષ આટલો વિકરાળ કેમ બન્યો?













