હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ

હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ખૂલ્લેઆમ તલવારો વહેંચતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. પોલીસે 10ની ધરપકડ કરી.
Hindu Raksha Dal

ગાઝિયાબાદમાં હિંદુ રક્ષા દળ નામના એક ઉગ્રવાદી સંગઠનના કાર્યકરોએ ખૂલ્લેઆમ તલવારો વહેંચતા હોબાળો મચી ગયો છે. પોલીસે આ મામલે સંગઠનના 10 કાર્યકરોની ધરપકડ કરી છે. જો કે, મુખ્ય આરોપી પિંકી ચૌધરી હજુ પણ ફરાર છે.

અહેવાલો અનુસાર, હિન્દુ રક્ષા દળે સોમવારે શહેરના શાલીમાર ગાર્ડનમાં તેની ઓફિસમાં લોકોને તલવારો વહેંચી હતી. તેમના પર રસ્તા પર તલવારો લહેરાવીને આતંક ફેલાવવાનો પણ આરોપ છે. વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે તાત્કાલિક 16 લોકો સામે નામજોગ અને 25-30 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરી છે.

વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી

પોલીસના જણાવ્યા અનુસાર, સંગઠનના સભ્યોએ સોમવારે ઓફિસની બહાર લોકોને તલવારો વહેંચી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં, સંગઠનનો પ્રમુખ પિંકી ચૌધરી ઉર્ફે ભૂપેન્દ્ર ચૌધરી દાવો કરે છે કે સંગઠન હિન્દુઓને મજબૂત બનાવવા માટે તલવારો વહેંચી રહ્યાં છે.

આ પણ વાંચો: શું બાબરી મસ્જિદ નીચે એક સમયે બૌદ્ધ મંદિર હતું?

વિડિઓ વાયરલ થતાં જ, શાલીમાર ગાર્ડનના એસીપી અતુલ કુમાર સિંહ, સાહિબાબાદના એસીપી શ્વેતા યાદવ અને શાલીમાર ગાર્ડન, લિંક રોડ અને ટીલા મોડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ પહોંચતાની સાથે જ તલવારો વહેંચનારાઓ ભાગવા લાગ્યા હતા.

પોલીસ આવતા તલવારો વહેંચનારો ભાગી ગયો

પોલીસે 8 તલવારો જપ્ત કરીને કપિલ, શ્યામ યાદવ, અરુણ જૈન, રામપાલ, અમિત સિંહ, અમિત કુમાર, દેવેન્દ્ર બઘેલ, ઉજાલા સિંહ, અમિત અરોરા અને મોહિત કુમારની ધરપકડ કરી. મુખ્ય આરોપી પિંકી ચૌધરી હજુ પણ ફરાર છે.

શાલીમાર ગાર્ડનના એસીપી અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બર, 2025 ના રોજ, શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશનને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે હિન્દુ રક્ષા દળનો રાષ્ટ્રીય પ્રમુખ પિંકી ચૌધરી તલવારો વહેંચી રહ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરીને, શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશને 16 નામજોગ અને 25-30 અજાણ્યા તત્વો સામે કેસ નોંધ્યો હતો. આજ સુધીમાં, આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: SS Rajamouli ના ‘હનુમાન’ પરના નિવેદન મુદ્દે હિંદુ સેનાએ FIR નોંધાવી

ડીસીપી નિમિષ પાટીલે જણાવ્યું હતું કે હિન્દુ રક્ષા દળના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી, ઉર્ફે પિંકી, અને તેમના સહયોગીઓએ શાલીમાર ગાર્ડન કોલોનીમાં તેમની ઓફિસમાં લોકોને તલવારો વહેંચી, સરઘસ કાઢ્યું અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. પિંકી ચૌધરી, 17 અન્ય નામજોગ અને 24 થી વધુ અજાણ્યા તત્વો સાથે કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ચૌધરી ઉર્ફે પિંકી ચૌધરી હાલમાં ફરાર છે.

આ કલમો હેઠળ FIR નોંધાઈ

ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપીઓ સામે આઈપીસીની કલમ 191(2) (હુલ્લડો), 191(3) (હુલ્લડો, ઘાતક હથિયાર અથવા હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી કોઈપણ વસ્તુથી સજ્જ હોવું અને મોતનું કારણ બનવું), 127(2) (ખોટી રીતે બંધક બનાવવું) અને ફોજદારી કાયદા સુધારા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બધા નામજોગ અને અજાણ્યા આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

સમગ્ર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા પર બારીક નજર

પાટીલે જણાવ્યું હતું કે પોલીસની ટીમો શાલીમાર ગાર્ડન કોલોનીમાં સરઘસનું નેતૃત્વ કરનારા નેતાઓના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. તેઓ હિન્દુ તરફી અને મુસ્લિમ વિરોધી નારા લગાવી રહ્યા હતા. નેતાઓએ વિસ્તારમાં ઘરે ઘરે લગભગ બે ડઝન જેટલી તલવારો સહિતના ઘાતક હથિયારોનું વિતરણ કર્યું હતું. ડીસીપી પાટીલે જણાવ્યું હતું કે પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

પિંકી ચૌધરીએ વીડિયો જાહેર કર્યો

બીજી તરફ, હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિંકી ચૌધરીએ વીડિયો જાહેર કર્યા હતો. જેમાં તેના નિવેદનનો એક વીડિયો પણ શામેલ છે, જેમાં તેણે કહ્યું હતું કે હિન્દુ પરિવારો પર હુમલો કરનારા અને હિન્દુ છોકરીઓ અને મહિલાઓની છેડતી કરનારાઓનો સામનો કરવા માટે 250 શસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નાતાલમાં બજરંગ દળના કાર્યકરોએ શાળા, મોલમાં તોફાન મચાવ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
15 days ago

*ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જી મનુવાદી ઠાકુરવાદી સત્તા શાસનમાં છે ત્યાં સુધી યોગી જીને તમારી ઢાલ બનાવીને મોજમજા કરો ત્યાં સુધી થીક છે પરંતુ તીક્ષ્ણ હથિયારોનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવું
તે ભારતીય સભ્યતા સંસ્કાર અને સંવિધાનની વિરુદ્ધનું કૃત્ય છે! તે કોઈ પણ સમાજ દ્વારા સાંખી લેવાય તેમ નથી. જય ભારત જય સંવિધાન જય લોકતંત્ર!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x