મનુવાદી તત્વો બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરનું અપમાન કરવાની એક તક જતી કરતા નથી, એવા સમયે એક એવા દલિત યુવાને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેણે રૂ.1.5 કરોડની સોનાની પેન પર ડો.આંબેડકરનું નામ લખીને તેમને સમર્પિત કરી હતી. આ યુવાન એટલે મુંબઈના ગોલ્ડન કિંગ તરીકે ઓળખાતા રોહિત પિસાલ. રોહિત ડો.આંબેડકર અને તેમની વિચારધારાના કટ્ટર સમર્થક છે, તેમણે ડો.આંબેડકરના સન્માનમાં એવા એવા કારનામા કર્યા છે કે, મનુવાદી તત્વોની આંખો પહોળી થઈ ગઈ છે.
કરોડોનું સોનું ડૉ.આંબેડકરને નામે સમર્પિત કર્યું
દુનિયાભરમાં તમને એવા લાખો લોકો મળશે જે ડો.આંબેડકરના આદર્શોને અનુસરે છે, અને પોતાને આંબેડકરવાદી કહે છે. આજે બાબાસાહેબના ઉપદેશોને વિશ્વભરમાં ફેલાવવા માટે અસંખ્ય સંગઠનો અસ્તિત્વમાં છે. જો કે, તમને એવી વ્યક્તિ ભાગ્યે જ મળશે, જે પોતાની તમામ સમૃદ્ધિની સાથે પોતાની જાતને પણ ડો.આંબેડકરને સમર્પિત કરી ચૂકી હોય. મુંબઈના રહેવાસી રોહિત પિસાલ આવો જ એક યુવાન છે. રોહિત વ્યવસાયે સોનાના વેપારી છે, પરંતુ તેઓ ડો.આંબેડકરને એવી એવી ચીજવસ્તુઓ સમર્પિત કરે છે, જે જોઈને મનુવાદી તત્વો બળીને રાખ થઈ જાય છે.
આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?
રોહિતને સોનું એટલું બધું ગમે છે કે, તેઓ પોતાની મોટાભાગની ચીજવસ્તુઓ સોનામાંથી બનાવવાનું પસંદ કરે છે. જો કે, તેનાથી પણ વધુ ખાસ છે તેમનો વીસમી સદીના સૌથી જિનિયસ વ્યક્તિ ડો.આંબેડકર પ્રત્યનો પ્રેમ…કારણ કે તેઓ જે વસ્તુઓ બનાવે છે તે તેમના પોતાના નહીં પણ મહાનાયક ડો.આંબેડકર નામને પ્રતિબિંબિત કરે છે. બાબા સાહેબ પ્રત્યેનો આટલો પ્રેમ ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિમાં જોવા મળે છે.
કોણ છે રોહિત પિસાલ?
મહારાષ્ટ્રના મુંબઈમાં એક પ્રખ્યાત ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ કંપની, પિસાલ ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક અને તેમની અનોખી ઉત્પાદન શૈલી માટે પ્રખ્યાત ડૉ. રોહિત પોપટ પિસાલ હવે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતા છે. રોહિત પિસાલ વિશ્વમાં એવા ગણ્યાંગાંઠ્યા લોકોમાંના એક છે જેમની પાસે ભારતમાં અંડરવોટર સોનાનું માઇનિંગ કરવાનું લાયસન્સ છે. દુનિયામાં માત્ર ત્રણ એવી કંપનીઓ છે, જે અંડરવોટર સોનું શોધે છે અને માઈનિંગ પણ કરે છે, આ ત્રણમાં એક કંપની રોહિત પિસાલની છે. રોહિત બૌદ્ધ ધર્મી છે અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેમણે સોનાને માધ્યમ બનાવ્યું છે.
ડૉ.આંબેડકરની વિચારધારાના મજબૂત સમર્થક અને બૌદ્ધ ધર્મ પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને રોહિત તેમની બનાવેલી દરેક વસ્તુ બૌદ્ધ ધર્મ અને બાબાસાહેબને સમર્પિત કરી છે. રોહિત માને છે કે સોનું બૌદ્ધ ધર્મનું પ્રતીક છે, તેથી જ તેમણે સોનામાંથી બુદ્ધની પ્રતિમા પણ બનાવી છે. રોહિત પિસાલે બાબાસાહેબના વિચારો અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે સોનાનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘આધુનિકતા અને બૌદ્ધ ધર્મ’ પર પરિસંવાદ યોજાયો
પિસાલ ગ્રુપ ઓફ કંપનીઝનો કારોબાર વિશ્વભરમાં ફેલાયેલો છે
પિસાલ ગ્રુપ ઓફ કંપનીઝનું મુખ્ય કાર્યાલય મુંબઈના મલાડમાં આવેલું છે. કંપનીની ઓફિસમાં પ્રવેશ કરતી વખતે, તમને એવું લાગશે કે તમે ટીવી સિરિયલોમાં બતાવવામાં આવતા સ્વર્ગમાં પહોંચી ગયા છો, કેમ કે, અહીં બધું જ સોનાનું છે. રોહિતની કંપનીના હેડ ક્વાર્ટરને તમે સ્વર્ગ કહી શકો. કેમ કે, ત્યાં સોનાના ચંપલ, સોનાની સાયકલ, સોનાની મૂર્તિઓ અને સોનાના બંગડીઓ સહિત બધું જ સોનાનું છે. આ યાદીમાં સોનાના વાસણો, સોનાના પથ્થરો, સિક્કા અને ચિત્રો પણ સામેલ છે.
રોહિત પિસાલ પોતે સોનાથી લદાયેલા રહે છે. તેઓ સોનાને એક દૈવી તત્વ માને છે જે પ્રગતિની પ્રેરણા આપે છે. બુદ્ધના ઉપદેશોનો અનુસરતા રોહિત ગળામાં સોનાનું લોકેટ પહેરે છે, જે લગભગ 1 કિલોગ્રામ સોનામાંથી બનેલું બુદ્ધનું છે. રોહિત કહે છે કે મહાત્મા જ્યોતિબા ફૂલે એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમની સોનામાં મોનોપોલી હતી, અને તેઓ તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે.
બુદ્ધના સમયમાં ભારતમાં સૌપ્રથમ સોનાની શોધ થઈ હતી
રોહિત માને છે કે બુદ્ધના સમયમાં ભારતમાં સૌપ્રથમ સોનાની શોધ થઈ હતી. બુદ્ધના પ્રભાવને કારણે જ પૃથ્વી પર સૌપ્રથમ સોનું દેખાયું હતું, અને તેથી, સોનું મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતું તત્વ છે. રોહિતના કાર્યાલયમાં સોના અને હીરાથી બનેલી વિવિધ બુદ્ધ મૂર્તિઓ અને છબીઓ છે, પરંતુ સૌથી ખાસ એ છે કે બુદ્ધ વાંસળી વગાડતા દર્શાવતું ચિત્ર. રોહિતે સમજાવ્યું કે બહુ ઓછા લોકો જાણે છે કે બુદ્ધ એક ઉત્તમ વાંસળીવાદક હતા.
આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે
ચૈત્યભૂમિને સોનામાંથી બનેલો થેરિગાથા ગ્રંથ દાન કર્યો છે
બાબા સાહેબ પ્રત્યેનો સમર્પણ ભાવ દર્શાવતા, રોહિત પિસાલે ચૈત્યભૂમિને સોનાથી બનેલું થેરીગાથા લખાણ દાનમાં આપ્યું છે. તેમણે સોના અને હીરાથી બનેલું એક કિંમતી કલાત્મક સફરજન પણ બનાવ્યું છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા હતી. તેમણે આ સફરજન 18 કેરેટ સોના અને કિંમતી હીરાથી બનાવ્યું હતું, જેમાં આશરે 1396 નાના હીરા જડેલા હતા. આ સફરજન ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં નોંધાયેલું છે અને રોહિત દ્વારા થાઇલેન્ડના રોયલ પેલેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રોહિતે 1.5 કરોડ રૂપિયાની કિંમતની એક પેન પણ બનાવી છે, જેમાં ડૉ.આંબેડકરના હસ્તાક્ષર છે. હવે રોહિત બાબા સાહેબના હસ્તાક્ષરવાળી સોનાની મર્સિડીઝ બનાવવાનું સપનું જુએ છે.
સોનું ચોરાઈ જવાનો ડર નથી લાગતો?
રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને આટલા બધાં સોનાની ચોરી થઈ જવાનો ડર નથી લાગતો, ત્યારે તેમણે સમજાવ્યું કે તેમની દરેક પ્રોડક્ટમાં એક સ્પેશિયલ માર્કિંગ હોય છે. જેની તપાસ કરતા તરત ખ્યાલ આવી જાય છે કે, તે પ્રોડક્ટ તેમની કંપનીએ બનાવેલી છે. રોહિત લાઈમલાઈટથી દૂર રહે છે. હવે તેમણે ડો.આંબેડકર પર ફિલ્મના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે તૈયાર કરેલી એક ફિલ્મ અનપોસ્ટેડ લવ લેટર ટુ ભીમરાવ ટૂંક સમયમાં રજૂ થવાની છે.
રોહિત માને છે કે, બાબાસાહેબની વિચારધારાને છેવાડાના માણસ સુધી પહોંચતી કરવા માટે ફિલ્મો ખૂબ અસરકારક માધ્યમ છે. રોહિત ન માત્ર દલિતો, પછાત વર્ગો, ગરીબ ખેડૂતો અને મજૂરો માટે કામ કરે છે, પરંતુ તેમને સશક્ત બનાવવા માટે પણ પ્રયત્નશીલ રહે છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘નોટબંધી’ વિશે કરેલી આગાહી સાચી પડી











हमें मानवतावादी राष्ट्र का निर्माण करना है।
जय भीम, नमो बुद्धाय, जय जोहार, जय मूलनिवासी।