જાતિવાદના ગઢ ગણાતા દલિત યુપીમાં દલિત મહિલાની હત્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં વધુ એક દલિતની હત્યા થઈ છે. અહીંના કાનપુરમાં જમીન વિવાદે લોહિયાળ વળાંક લીધો. જૂની દુશ્મનાવટને કારણે જાતિવાદી ગુંડાઓએ એક દલિત વ્યક્તિની કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી. મૃતકની ઓળખ દેવકીનંદન પાસી તરીકે થઈ છે. હુમલાખોરોએ યુવકને બચાવવા વચ્ચે પડેલી તેની પત્ની અને પુત્રીને લોહીલુહાણ કરી મૂકી હતી.
આ ઘટનાએ ફરી એકવાર યોગી આદિત્યનાથની સરકારમાં દલિત-બહુજન સમાજ પર થઈ રહેલા અત્યાચારોનો મુદ્દો સળગ્યો છે. પોલીસની કાર્યવાહી અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આરોપ છે કે, દલિત પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી.
રાત્રિના અંધારામાં લોહિયાળ જંગ ખેલાયો
આ ઘટના મલિકપુર ગામમાં બની હતી. દેવકીનંદન સુરભી ઇન્ટર કોલેજની બહાર એક ઝૂંપડીમાં રહેતો હતો. રવિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે, આરોપી ગોવિંદ સિંહ તેના સાથીઓ સાથે પહોંચ્યો હતો. આરોપી ગોવિંદસિંહ તેની પત્ની, પુત્ર અને પાંચથી છ અન્ય લોકો સાથે હથિયારોથી સજ્જ હતો. આ ટોળાંએ દેવકીનંદનના ઘરમાં ઘૂસીને તેના પર લાકડીઓ, સળિયા અને કુહાડીઓથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: 36 વર્ષમાં પહેલીવાર રાજ્યસભામાં BSP નું પ્રતિનિધિત્વ ‘શૂન્ય’ થશે
પત્ની અને પુત્રીને પણ માર માર્યો
આ હુમલામાં દેવકીનંદનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેની ચીસો સાંભળીને તેની પત્ની મમતા અને પુત્રી ગોમતી તેને બચાવવા દોડી આવ્યા હતા. હુમલાખોરોએ તેમને પણ ગંભીર માર માર્યો હતો. ત્રણેય લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમની હાલત વધુ ખરાબ થતાં દેવકીનંદનને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
પોલીસની બેદરકારીને કારણે હત્યા થઈ?
પરિવારનો આરોપ છે કે પોલીસની બેદરકારીને કારણે હત્યા થઈ છે. ઘટનાની રાત્રે 10 વાગ્યે આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આરોપી ભાગી ગયો હતો. ત્યારબાદ દેવકીનંદન પોલીસ સ્ટેશન ગયો હતો, પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાને બદલે તેને પાછો મોકલી દીધો હતો. પરિવારનું કહેવું છે કે જો પોલીસે તે સમયે કડક કાર્યવાહી કરી હોત, તો દેવકીનંદન આજે જીવતો હોત.
આ પણ વાંચો: ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…
પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
એએસપી રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી ગોવિંદ સિંહ, તેની પત્ની સંગમ અને અન્ય ત્રણની ધરપકડ કરવામાં આવી છે. દેવકીનંદનના મોત બાદ, કેસમાં હત્યાના આરોપો ઉમેરવામાં આવ્યા છે. પોલીસ ફરાર આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. ગામમાં તણાવને કારણે વધુ પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર ભાજપની યોગી આદિત્યનાથ સરકારમાં દલિતો પર વધી રહેલા અત્યાચારોને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા











Hindu jatankvadi or aatankvadi ki paidash hai